Giant Company De Beers Cuts Diamond Production by 35%!
(સૌજન્ય : એંગ્લો અમેરિકન / © માર્ક કેન્સેટ ફોટોગ્રાફી લિમિટેડ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક હીરા બજારમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વની અગ્રણી ડાયમંડ માઇનિંગ કંપની, De Beers Group એ વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં તેના હીરાના ઉત્પાદનમાં 35% નો મોટો ઘટાડો નોંધાવ્યો છે.

કંપનીના આ રિપોર્ટે સુરતથી લઈને એન્ટવર્પ સુધીના હીરાના વેપારીઓમાં ચિંતાનું મોજું ફેરવી દીધું છે. ખાસ કરીને કંપનીની સૌથી નફાકારક ખાણો ગણાતી ‘જ્વાનેંગ’ (Jwaneng) અને ‘ઓરાપા’ (Orapa) માં મેન્ટેનન્સના નામે કામકાજ બંધ રાખવામાં આવતા ઉત્પાદન પર આ માઠી અસર જોવા મળી છે.

ઉત્પાદન ઘટ્યું પણ વેચાણ વધ્યું : આંકડાની રમત

કંપનીના સત્તાવાર અહેવાલ મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં માત્ર 37.8 લાખ કેરેટ રફ હીરાનું જ ઉત્પાદન થયું છે, જે ગત વર્ષના સમાન ગાળામાં 58.3 લાખ કેરેટ હતું.

જોકે, નવાઈની વાત એ છે કે ઉત્પાદન ઘટવા છતાં કંપનીએ પોતાનો જૂનો સ્ટોક ખાલી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચોથા ક્વાર્ટરમાં વેચાણ વધીને 59 લાખ કેરેટ થયું છે, જેનાથી કંપનીને 571 મિલિયન ડોલરની આવક થઈ છે.

તેમ છતાં, સમગ્ર વર્ષ દરમિયાન હીરાના સરેરાશ ભાવમાં 7% નો ઘટાડો નોંધાયો છે, જે બજારની નબળી સ્થિતિ દર્શાવે છે.

બોત્સ્વાના અને દક્ષિણ આફ્રિકામાં મોટો ફટકો

  • બોત્સ્વાના : De Beers નું મુખ્ય હબ ગણાતા આ દેશમાં ઉત્પાદન 56% ઘટીને માત્ર 18.8 લાખ કેરેટ રહી ગયું છે. વિશ્વની સૌથી ધનિક ગણાતી જ્વાનેંગ ખાણ આખા ક્વાર્ટર દરમિયાન બંધ રહી હતી.
  • નામીબિયા : અહીં પણ મેન્ટેનન્સના કારણે ઉત્પાદનમાં 21% નો ઘટાડો થયો છે.
  • કેનેડા : માત્ર કેનેડાની ‘ગાહચો કુએ’ ખાણ એકમાત્ર એવું સ્થળ રહ્યું જ્યાં ઉત્પાદનમાં બમણો વધારો જોવા મળ્યો છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

નિષ્ણાતોના મતે, આ માત્ર ‘મેન્ટેનન્સ’ નથી પરંતુ બજારની પરિસ્થિતિ સામે કંપનીનો એક વ્યૂહાત્મક પ્રતિસાદ છે. રફ હીરાની ઓછી માંગ અને બજારમાં વધારાનો સ્ટોક જમા ન થાય તે માટે ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો છે.

પેરન્ટ કંપની Anglo American એ ચેતવણી આપી છે કે De Beers ના મૂલ્યમાં સતત ત્રીજા વર્ષે ઘટાડો થઈ શકે છે અને કંપની વર્ષ 2025 માં ખોટ કરી શકે તેવા સંકેતો છે.

ભવિષ્યમાં મુશ્કેલી વધશે?

વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફ વિવાદોને જોતા De Beers એ વર્ષ 2026 માટેના તેના અંદાજિત ઉત્પાદનમાં પણ મોટો કાપ મૂક્યો છે.

અગાઉના 2.6 થી 2.9 કરોડ કેરેટના ટાર્ગેટને ઘટાડીને હવે 2.1 થી 2.6 કરોડ કેરેટ કરી દેવામાં આવ્યો છે.

આ ઘટાડો આવનારા સમયમાં રફ હીરાની સપ્લાય અને તેના ભાવ પર સીધી અસર કરી શકે છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ અને રત્નકલાકારો પર પણ જોવા મળી શકે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant