DIAMOND CITY NEWS, SURAT
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર શિક્ષણ સંસ્થા ‘જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા’ (GIA) અને લક્ઝરી વોચમેકિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નામના ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ઓટ હોર્લોગરી’ (FHH) એ એક મહત્ત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ, હવે જેમ્સ અને જ્વેલરીના અભ્યાસક્રમોની સાથે ઘડિયાળ નિર્માણ (Horology / Watchmaking) નું વ્યાવસાયિક શિક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. સ્વિટ્ઝરલેન્ડ સ્થિત FHH દ્વારા પોતાના ‘FHH એકેડેમી’ ના શૈક્ષણિક કાર્યક્રમો GIA ના વૈશ્વિક કેમ્પસ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વર્ષ 2027થી શરૂ થશે વોચ એડવાઈઝર સર્ટિફિકેશન
FHH એકેડેમીના સહયોગથી આ ખાસ શૈક્ષણિક પ્રોગ્રામ્સ વર્ષ 2027 ની શરૂઆતથી વિધિવત રીતે લોન્ચ કરવામાં આવશે. પ્રથમ તબક્કે, એકેડેમીના પ્રારંભિક સ્તરના સર્ટિફિકેશન કોર્સ ‘વોચ એડવાઈઝર’ ની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ અનુભવી નિષ્ણાતો અને ટ્યુટર્સ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે વિશેષ ઓપન લર્નિંગ સત્રો આયોજિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ FHH એ પોતાની સ્થાપનાની 20મી વર્ષગાંઠ ઉજવી હતી. આ પ્રસંગે સંસ્થાએ ઘડિયાળ નિર્માણના જ્ઞાનને પરંપરાગત ઉદ્યોગની સરહદોથી બહાર લાવી વિશ્વભરના ઉત્સાહી ગ્રાહકો અને વિદ્યાર્થીઓ સુધી વધુ સરળતાથી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો, જે આ ભાગીદારી દ્વારા પૂર્ણ થઈ રહ્યો છે.
ઘડિયાળ નિર્માણના પાયાના જ્ઞાનથી લઈને એડવાન્સ ટેકનિકલ કોર્સિસ
FHH એકેડેમીના અભ્યાસક્રમો અને પ્રમાણપત્રો ઘડિયાળ નિર્માણના પાયાના નિયમો, હોરોલોજીની સંસ્કૃતિ, તેના ઐતિહાસિક વારસા થી લઈને ઉદ્યોગના નિષ્ણાતો અને ઘડિયાળના શોખીનો માટેના અત્યાધુનિક ટેકનિકલ કોર્સિસ સુધીનું સંપૂર્ણ ક્ષેત્ર આવરી લે છે. પોતાના પ્રારંભથી જ FHH એકેડેમીએ વિશ્વના 20 થી વધુ દેશોમાં હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપીને ઘડિયાળ શિક્ષણ માટેનું એક મજબૂત વૈશ્વિક પ્લેટફોર્મ સ્થાપિત કર્યું છે.
GIA અને FHH નું શૈક્ષણિક જોડાણ
GIA હાલમાં અમેરિકા, યુરોપ અને એશિયા જેવા મહત્વના ખંડોમાં 7 આંતરરાષ્ટ્રીય કેમ્પસ ધરાવે છે. બીજી તરફ FHH પણ હોરોલોજી ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે જાણીતું છે. આ બંને વૈશ્વિક સંસ્થાઓ શિક્ષણ, ગુણવત્તા અને વિશિષ્ટ જ્ઞાન પ્રદાન કરવા માટે લાંબા સમયથી કટિબદ્ધ છે. આ ઐતિહાસિક જોડાણથી જ્વેલરી અને જેમ્સ શીખતા વિદ્યાર્થીઓને ઘડિયાળ નિર્માણની દુનિયાને નજીકથી જાણવાની નવી તક મળશે, જે લક્ઝરી અને રીટેલ સેક્ટર માટે અત્યંત કુશળ માનવબળ પૂરું પાડવામાં મદદરૂપ થશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















