DTC announced a 2 to 3 percent drop in rough prices
ફોટો સૌજન્ય : ડી બિયર્સ ગ્રુપ
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

રશિયન રફ અને પોલિશ્ડ પરના પ્રતિબંધ વચ્ચે ડીટીસીએ માર્ચ મહિનાની સાઈટ ઓપન કરી હતી, જેમાં કંપનીએ રફના ભાવો 2 થી 3 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. એપ્રિલ મહિનાની આ સાઈટ 6 મે થી 10 મે સુધી રફ હીરાની હરાજી  કરશે.

2024ના વર્ષની આ ચોથી રફ હીરાની સાઈટમાં નાના પાતળા હીરાના ભાવ ઘટાડો કરી DTCએ સાઈટ હોલ્ડર્સને ખરીદી માટે લલચાવ્યા છે. ડીટીસીએ ગયા મહિને ત્રીજી સાઈટમાં કંપનીએ પાતળી સાઈઝના હીરાનો ભાવ યથાવત રાખી જાડાનો ભાવ ઘટાડતાં સાઈટ હોલ્ડર્સે રાહતનો દમ લીધો હતો. જોકે, માર્ચ અને એપ્રિલ મહિનાની સાઈટમાં જાડી સાઈઝની રફ ઓછી માત્રામાં હરાજીમાં મૂકવામાં આવી છે.

ડી બિયર્સ ગ્રુપની કંપની ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશને G-7 અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને લીધે છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે. સુરતની ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ એક પછી એક રત્નકલાકારોને છૂટા કરી રહી છે

બીજી તરફ અમેરિકા, યુરોપ, હોંગકોંગ, સિંગાપોર અને મિડલ ઇસ્ટના દેશોમાં તૈયાર હીરાની ડિમાન્ડ ખૂબ ઓછી છે. એવા સમયે રફના ભાવોમાં જો વધારો થાય તો વેપારને વધુ અસર થાય એ ગણતરીએ ડીટીસીએ વ્યૂરચનાના ભાગ સ્વરૂપે ભાવો ઘટાડી બજારમાં પોઝિટિવ માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ડી બિયર્સના તાજેતરનાં પરિણામોમાં કંપનીની 2023માં આવક 36% ઘટીને $4.27 બિલિયન થઈ હોવાનું નોંધ્યું છે. વેચાણનું પ્રમાણ 19% ઘટીને 24.7 મિલિયન કેરેટ થયું છે અને સરેરાશ કિંમત 25% ઘટીને $147 પ્રતિ કેરેટ થઈ ગઈ છે. ડાયમંડ માઈનિંગ કંપનીએ એપ્રિલ-2024 માટે $445 મિલિયન ડોલરની સાઈટ ઓપન કરી હતી. જેનું કદ એપ્રિલ-2023ની તુલનામાં 18% નાનું રહ્યું છે.

જોકે, જાન્યુઆરી 2024ની સાઇટ કરતાં એપ્રિલ-2024ની સાઇટ 19 ટકા મોટી અને ફેબ્રુઆરીની તુલનાએ 3% વધુ છે. 26 ફેબ્રુઆરી થી 1 માર્ચ દરમિયાન કંપનીએ તેના વર્ષના બીજા દૃષ્ટિએ નોંધેલા $431 મિલિયન કરતાં 3% વધુ છે અને જાન્યુઆરીની સાઇટ કરતાં 19% વધુ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant