DTCએ ફેબ્રુઆરીમાં પણ રફના ભાવમાં કોઈ વધારો કર્યો નહીં

ડીટીસીએ સાઈટ હોલ્ડરોની માંગણી સ્વીકારી રફનાં ભાવો વધાર્યા નથી પણ સાથે સાથે મોંઘી રફનાં બોક્સ નહીં ખરીદવા પણ સહમતી આપી હોવાનું જાણવા મળ્યું છે.

DTC did not raise rough prices in February either
ફોટો : કેલગરી, કેનેડામાં ડી બિયર્સની ઓફિસમાં રફ હીરાનું પ્રદર્શન. (બેન પેરી/આર્મરી ફિલ્મ્સ/ડી બીયર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગની સ્થિતિ સારી નથી. પોલિશ્ડમાં ડિમાન્ડ નહીં હોવાના લીધે રફ બજાર પર દબાણ છે. રફની ખરીદી હીરા ઉત્પાદકોએ ઘટાડી છે, તેના પગલે ડી બિયર્સ ગ્રુપની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડીટીસી પણ ફૂંકી ફૂંકીને કદમ ઉઠાવી રહી છે. જાન્યુઆરી બાદ ડીટીસીએ ફેબ્રુઆરીની સાઈટમાં પણ રફની કિંમતો સ્થિર રાખવાનું વલણ અપનાવ્યું છે.

ડી બીયર્સ ગ્રુપની વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડીટીસીએ ફેબ્રુઆરી મહિનાની સાઈટમાં રફ ડાયમંડના ભાવમાં કોઈ વધારો નહીં કરી ભાવ સ્થિર રાખ્યા છે. ડીટીસીએ સાઈટ હોલ્ડરોની માંગણી સ્વીકારી રફનાં ભાવો વધાર્યા નથી પણ સાથે સાથે મોંઘી રફનાં બોક્સ નહીં ખરીદવા પણ સહમતી આપી હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન ડીબીયર્સનાં રફ ડાયમંડના વેચાણમાં વર્ષ 2023માં કુલ વેચાણમાં 38%નો ઘટાડો નોંધાયો છે. 2023માં અત્યાર સુધી $3.62 બિલિયન હીરાનું કુલ વેચાણ થયું છે, વેચાણમાં ઘટાડો ડાયમંડ જ્વેલરી માટે ગ્રાહકોની ધીમી માંગને કારણે છે.

ડી બીયર્સે જણાવ્યું હતું કે, 2023ના દસમી અને અંતિમ સાઇટ માટે તેના રફ હીરાના વેચાણમાં પાછલા વર્ષ કરતાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, 10મી સાઇટનું વેચાણ મૂલ્ય $130 મિલિયન હતું. એ 2022ની સમાન ગાળાની સાઇટ જે $417 મિલિયન ડોલર કરતા 69% નાની હતી.

ડી બીયર્સના સીઇઓ અલ કૂકે ઓછા વેચાણનું કારણ બજારમાં નબળી માંગને ગણાવી છે. તેમને વધુમાં કહ્યું હતું, અમે એવા સંકેતો જોઈ રહ્યા છીએ કે હીરા ઉદ્યોગ જથ્થાબંધ પુરવઠા અને માંગ વચ્ચેનું સંતુલન પાછું મેળવી રહ્યું છે.

ઇન્વેન્ટરીનું સ્તર ઘટ્યું હોવાથી પોલિશ્ડ ડાયમંડના ભાવ સ્થિર થયા હોય તેવું લાગે છે, જોકે અમે અપેક્ષા રાખીએ છીએ કે રફ ડાયમંડ ટ્રેડિંગની સ્થિતિમાં સુધારો ધીમે ધીમે થશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant