Diamonds and Gemstones Sparkle on the Red Carpet at 77th Primetime Emmy Awards
(સૌજન્ય : Rapaport)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

77માં પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સના રેડ કાર્પેટ પર હીરા, સફાયર, પન્ના અને ઓનિક્સ જેવા રત્નોથી સજ્જ ઝવેરાતે સેલેબ્રિટીના લૂકને વધુ ચમકાવ્યો. આ પ્રસંગે ઈયરિંગ, નેકલેસ, કંગન અને રિંગ્સ સેલેબ્રિટીના ગ્લેમરમાં કેન્દ્રસ્થાન બન્યા.

કેથરીન ઝેટા-જોન્સે સ્ટીફન સિલ્વર ફાઇન જ્વેલરીના 35 કેરેટથી વધુ હીરા પહેરી સૌનું ધ્યાન ખેંચ્યું. તેમાં માર્કીઝ-કટ ચાંદલિયર ઇયરિંગ્સ, ત્રણ સ્ટોનવાળી રિંગ અને 5.59-કેરેટ ઓવલ ડાયમંડ બાયપાસ રિંગ સામેલ હતાં.

જેનિફર કુલિડ્ઝે કાળા ઇવનિંગ ગાઉન સાથે હનુત સિંહના ગોલ્ડન મોતી અને બ્લેક ઇનામેલથી બનેલા ઇયરિંગ્સ પહેર્યા.

સિડની સ્વીનીએ લોરેન શ્વાર્ટ્ઝના ડિઝાઇનર ઝવેરાત પહેર્યા, જેમાં માર્કીઝ-કટ ડાયમંડ પેન્ડન્ટ, ડાયમંડ ઇયરિંગ્સ, કોકટેલ રિંગ અને પિંકી રિંગ સામેલ હતાં.

સેલેના ગોમેઝે ટિફની એન્ડ કો.ના ઝવેરાત સાથે લાલ લૂઈ વિટોન ગાઉન પહેરી સૌનું ધ્યાન ખેંચ્યું.

BLACKPINKની લિસાએ બુલગારીના સર્પેન્ટી કલેક્શનના હીરા અને રત્નોથી બનેલા હાર, ઇયરિંગ્સ, બ્રેસલેટ અને રિંગ પહેર્યા.

સેરાહ પૉલસને બૂશેરોન સર્પેન્ટ બોહેમ હાર પહેર્યો, જેમાં 640 હીરા લાગેલા હતાં, સાથે ડાયમંડ ઇયર કફ પણ પહેર્યું.

એના સાવાઈ બ્લેક ડ્રેસ સાથે કાર્ટિયરની ઇયરિંગ્સ પહેરી સાદગીભર્યો પણ ચમકદાર લુક આપ્યો.

આ એવોર્ડ્સમાં ફરી સાબિત થયું કે હોલીવૂડની ગ્લેમરસ દુનિયા અને લક્ઝરી ઝવેરાતનો સંબંધ અવિનાશી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant