વિકટ સમયમાં રસ્તો બદલો લક્ષ્ય નહીં

ભારતીય બેન્કો સલામત છે. સરકારે એનપીએ માટેની જોગવાઈઓ પાછલા દસ વર્ષમાં કડક કરી છે, જેના પરિણામે બેન્કોની સ્થિરતા અને મજબૂતાઈ વધી છે.

Diamond-City-Aaj-No-Awaj-Dr-Sharad-Gandhi-Article-issue-386-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં એક મહીના કરતા વધુ સમયથી અમેરિકામાં બેન્કિંગ કટોકટીની ચર્ચા ચાલી રહી છે. અમેરિકામાં બેન્કોની નાદારીને ૨૦૦૮ની મંદી સાથે સરખામણી કરી વિશ્વ આર્થિક મંદીના ભરડામાં સપડાવા જઈ રહ્યું હોવાનો ડર ઊભો કરવામાં આવી રહ્યો છે.

આ ધમાલ વચ્ચે ફેડરલ રિઝર્વે અપેક્ષાથી વિપરીત વ્યાજના દરમાં વધારો ચાલુ રાખ્યો છે. વ્યાજના દર વધારાએ આશ્ચર્ય સર્જયું છે, પરંતુ તેની પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા તેના ભાવ વધારાના બે ટકાના ટાર્ગેટથી હજુ ઘણું દૂર છે અને તે ટાર્ગેટ સુધી પહોંચવા અમેરિકા કશું પણ કરવા તૈયાર છે.

ફેડને પગલે બૅન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજના દર વધારવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. આવી તરલ પરિસ્થિતિમાં વૈશ્વિક સ્તરની આઈટી કંપનીઓ મુશ્કેલીમાં મુકાય છે. વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આ કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરવાની જૂની પદ્ધતિ જ અમલમાં મુકી છે.

આ સંદર્ભમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતીય બેન્કો સલામત છે. સરકારે એનપીએ માટેની જોગવાઈઓ પાછલા દસ વર્ષમાં કડક કરી છે, જેના પરિણામે બેન્કોની સ્થિરતા અને મજબૂતાઈ વધી છે. ભારતના આર્થિક વિકાસનો દર પણ ફિસ્કલ ૨૪ માટે આર્થિક સરવેના અંદાજ અનુસાર ૬.૫ ટકા રહેવાની ધારણા છે.

Diamond-City-Aaj-No-Awaj-Dr-Sharad-Gandhi-Article-issue-386-2

ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ભારતના ભવિષ્ય માટે રિઝર્વ બેન્કનો અભિગમ સકારાત્મક છે. ફિસ્કલ ૨૪ના આર્થિક વિકાસનો દર ચાલુ વર્ષના સ્તરે લગભગ જળવાઈ રહેવા અંગે પણ રિઝર્વ બૅન્ક સ્પષ્ટ મત ધરાવે છે. વિશ્વના આર્થિક પ્રવાહોથી તદ્દન વિપરીત ભારતે સ્લો ડાઉનનો સામનો કરવાનો વારો નહીં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

રિઝર્વ બેન્કના માર્ચ મહીનાના બુલેટિન અનુસાર ભારતના આર્થિક વિકાસનો દર ૭ ટકા જેટલો ઊંચો જઈ શકે છે. કેન્દ્ર સરકારે ૨૦૨૩-૨૪ના વર્ષમાં કરવેરામાં આપેલી ૩૫૦૦ કરોડ રૂપિયાની રાહતને લીધે અને મૂડી રોકાણના સંભવિત વધારાને જોતા ખાનગી વપરાશ ખર્ચ વધી શકે જેની સારી અસર આપણા આર્થિક વિકાસના દર પર પડી શકે છે.

અમેરિકાની બેન્કો નબળી પડે, વિશ્વમાં મંદી આવે તેની સીધી અસર ભારતના હીરાવાળા પર પડતી હોય છે. કારણ કે સુરતમાં હીરા કટ એન્ડ પોલિશ્ડ થાય છે, પરંતુ તેનું મુખ્ય બજાર પશ્ચિમી દેશો છે. યુરોપ, અમેરિકામાં બેરોજગારી વધી, મોંઘવારી વધે તેની અસર ડાયમંડ, જ્વેલરીના માર્કેટ પર પડતી હોય છે.

લોકો પ્રાથમિક જરૂરિયાતો પાછળ વધુ ખર્ચ કરતા થાય અને પોતાના બકેટ લિસ્ટમાંથી મોંઘા હીરા અને ઝવેરાતની બાદબાકી કરતા હોય છે. અમેરિકાની બેન્કોની નાદારીના સમાચાર બહાર આવે તે પહેલાથી જ પોલિશ્ડમાં માંગ ઘટી હોવાના અહેવાલ સામે આવવા માંડ્યા હતા. ડિસેમ્બર બાદથી જ હીરામાં ખાસ લેવાલ જોવા મળી રહ્યો નથી.

યુરોપિયન દેશોમાં ઘરાકી ઘટી છે. પોલિશ્ડના ભાવ મળતા નથી. આવી પરિસ્થિતિમાં ડીટીસી દ્વારા સતત રફ હીરાના ભાવ વધારવામાં આવી રહ્યાં છે તે જોતાં ભારતીય હીરા ઉદ્યોગકારોએ નવા બજારો તરફ નજર કરવાની જરૂર ઊભી થઈ છે. હાલમાં ભારતીય કંપનીઓ અને બેન્કોની સ્થિતિ વધુ સારી છે ત્યારે ડોમેસ્ટીક માર્કેટમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં કશું ખોટું નથી.

એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૬ના સમયગાળામાં જ્વેલરી ક્ષેત્ર વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ૪.૯૩ ટકાનો સરેરાશ વાર્ષિક દરે વૃદ્ધિ કરશે. વર્ષ ૨૦૨૩માં જ્વેલરી ક્ષેત્ર ૭૬.૭૭ બિલિયન ડોલરનો વેપાર કરે તેવો આશાવાદ છે. તે જોતાં ભલે અત્યારે કપરા દિવસ હોય પરંતુ ભવિષ્ય ઉજ્જવળ છે એમ માનવું ખોટું નથી. વળી, હીરાવાળાને ખરાબ સમયનો સામનો કરતા ક્યાં નથી આવડતું.

ભૂતકાળમાં અનેકોવાર વિકટ સમયમાં હીરાવાળાએ પોતાનું કૌશલ્ય દાખવીને ધંધાને પાટા પર લાવ્યો છે, તેનું વિશ્વ સાક્ષી છે. તેથી યુરોપિયન દેશોમાં સર્જાયેલી બેન્કિંગ કટોકટીથી ગભરાયા વિના આગળ વધતાં રહેવું એ જ સમયની માંગ છે.

વિદેશી બેન્કોની સરખામણીએ ભારતીય બેન્કોની સ્થિતિ મજબૂત

Diamond-City-Aaj-No-Awaj-Dr-Sharad-Gandhi-Article-issue-386-3

અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોની બેન્કો હાલમાં નબળી જણાઈ રહી છે ત્યારે ભારતીય બેન્કોની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. સિલિકોન વેલી, સિગ્નેચર અને ક્રેડિટ સૂઈસ જેવી બેન્કોની નાદારીના પગલે વિશ્વભરની કંપનીઓ ખાસ કરીને સ્ટાર્ટઅપ પર ખરાબ અસર પડી છે.

એક રીતે વિશ્વના બેન્કિંગ સેક્ટરમાં હલચલ મચી ગઈ છે. જોકે આ તોફાનની વચ્ચે પણ ભારતનું બેન્કિંગ સેક્ટર મજબૂત દેખાઈ રહ્યું છે. ઘણા બેન્કિંગ શેર્સ પણ શેરબજારમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે. એક સમય હતો જ્યારે ભારતીય બેન્કો ઊંચા એનપીએનો સામનો કરી રહી હતી, પરંતુ હવે સમય બદલાયો છે.

ભારતીય બેન્કોની સ્થિતિમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે. કેટલીક બેન્કો પ્રગતિ પણ કરી રહી છે. સ્મોલ કેપ બેન્કોની સ્થિતિ પણ સુધરી છે. સિલિકોન વેલી, ક્રેડિટ સુઈસ સહિતની વિશ્વની મોટી બેન્કોની નાદારીના અહેવાલ વચ્ચે ભારતની ૧૦ અગ્રણી બેન્કોના શેર્સ સારું વળતર આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

વિશ્વની કંપનીઓ કર્મચારીઓને છૂટા કરી રહી છે ત્યારે ભારતમાં રોજગારી અનેક તકો

હાલમાં વિશ્વભરમાં કંપનીઓ કર્મચારીઓને છૂટા કરવાની હોડમાં લાગી છે. ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ મોટી સંખ્યામાં તેમના કર્મચારીઓને નોકરીમાંથી લે ઓફ કરી રહ્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે રોજગારીની તકો ઊભી થઈ છે.

આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ૪૫,૦૦૦ એન્જિનિયરોની જરૂરિયાત છે. ભારતને આવતા ૨૦ વર્ષમાં ૩,૧૦૦ નવા પાયલોટની જરૂર પડશે. મર્સિડીઝ કારની એસેમ્બલી અને જેટ એસમ્બલી ભારતમાં શરૂ થવાની વાતો ચાલે છે, જે ભારતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાની દિશાનું પગલું છે.

આ ઉપરાંત ઓટોમેશન અને ડિજીટાઈઝેશનને લીધે દિવસે દિવસે રોજગારીની તકો ઘટતી જાય છે. તો બીજી તરફ સ્કીલ્ડ જોબ માટેની નવી તકો ઊભી થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં એવું જ કહેવું પડે કે વિકટ અને સતત બદલતાં સમયમાં સફળતા મેળવવી હોય તો રસ્તો બદલો લક્ષ્ય નહીં.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant