પેરિસ ફેશન વીકમાં દર્શન દવેની જ્વેલરીએ આકર્ષણ જમાવ્યું

ભારતીય જ્વેલર દર્શન દવેની મુંબઈના ઝવેરી બજારની બાયલેનથી લઈને પેરિસમાં ફેશન વીકના રનવે સુધીની સફર કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી.

Darshan Daves jewellery turned heads at Paris Fashion Week-1
ફોટો : પેરિસ ફેશન સ્પ્રિંગ સમર વીક માટે કોટ્યુરિયર સ્ટેફન રોલેન્ડનો ડાયોસા સાથે હૌટ જ્વેલરીનો સહયોગ એ સમૃદ્ધિ અને આકર્ષક લાવણ્યની ઉજવણી છે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં પરિસ ખાતે ફ્રેન્ચ કોટ્યુરિયર સ્ટેફન રોલેન્ડે દ્વારા  ફેશન વીક સ્પ્રીંગ સમર કોચર 2024નું આયોજન કરાયું હતું. જેમાં ડાયોસાના ફાઉન્ડર અને ક્રિએટર દર્શન દવે દ્વારા તૈયાર કરવામાં ડિઝાઈનર ઝવેરાતનું ખાસ આકર્ષણ રહ્યું હતું. પેરિસમાં ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીને રિક્રિએટ કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ બની રહી હતી, જેમાં ભારતીય કારીગરીની કલાત્મકતાનો પ્રભાવ જોવા મળ્યો હતો.

ભારતીય જ્વેલર દર્શન દવેની મુંબઈના ઝવેરી બજારની બાયલેનથી લઈને પેરિસમાં ફેશન વીકના રનવે સુધીની સફર કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી.

આ વર્ષની શરૂઆતમાં જ્યારે મોડલોએ પેરિસ ફેશન વીકમાં ફ્રેન્ચ કોટ્યુરિટર સ્ટેફન રોલેન્ડના ફ્લો સિલુએટ્સ સ્ટ્રટ કર્યા હતા, ત્યારે તેઓએ ચાંદીથી બનાવેલા અને ક્યુબિક ઝિર્કોનિયાથી જડેલી હાઈ એ્ન્ડ જ્વેલરીને શણગારી હતી, જે ભારતીય બ્રાન્ડ ડાયોસાના ફાઉન્ડર દર્શન દવે દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.

હાઈ એન્ડ જ્વેલરીની કારીગીરી અને સુંદરતા વિશે તેમણે સોલિટેર ઈન્ટરનેશનલ સાથેની એક મુલાકાતમાં આ વાત જણાવી હતી.

દવેએ 90ના દાયકામાં મુંબઈના ઝવેરી બજારમાં હાઈસ્કૂલના ઉનાળાના વૅકેશન દરમિયાન એપ્રેન્ટિસ તરીકે જ્વેલરીની દુનિયામાં તેમની સફર શરૂ કરી હતી. ભારતના સુપ્રસિદ્ધ જ્વેલરી માર્કેટની સાંકડી બાયલેનમાં તેમની ઓફિસ ખૂબ જ નાની હતી. જ્યાં કારીગરથી માંડીને મેનેજર બધા દુકાનના ફ્લોર પર બેસી કામ કરતા હતા.

દવે જ્વેલર્સના પરિવારમાંથી આવતા નથી અને તેમને જ્વેલરી ડિઝાઈનિંગનું કોઈ શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમણે ઝવેરી બજારથી પંચરત્ન, ઓપેરા હાઉસ પાસે અને સંખ્યાબંધ જ્વેલર્સ માટે વિવિધ ભૂમિકાઓમાં કામ કરીને તેમના જ્ઞાન અને જ્વેલરી પ્રત્યેના પ્રેમને વધારવાનું ચાલુ રાખ્યું હતું. ક્યારેક મિડલ ઈસ્ટમાં પણ તેમણે કામ કર્યું હતું. મિડલ ઈસ્ટમાં દવેને વિદેશી બજારો વિશે જાણવા મળ્યું હતું.

દવેએ કહ્યું, વર્ષોનો અનુભવ ભેગો કર્યા પછી સોના અને હીરાનો ઉપયોગ કરીને પોતાની ફાઈન-જ્વેલરી બ્રાન્ડ શરૂ કરી હતી. કારણ કે તે સમયે ખરીદદારો માત્ર આ સામગ્રીને જ સુંદર દાગીના માટે પસંદ કરતા હતા.

દવેનો પ્રથમ ઉદ્યોગસાહસિક કાર્યકાળ તેમની તરફેણમાં પૂરેપૂરો કામ કરી શક્યો ન હતો. મતલબ કે પહેલું સાહસ નિષ્ફળ રહ્યું હતું. કારણ કે તેમની પાસે ભંડોળ અને સંસાધનોની અછત હતી. દવેએ કહ્યું, મારી જ્વેલરીનો પ્રથમ પ્રોટોટાઇપ બનાવવા માટે મને લોન પર કિંમતી ધાતુઓ અને રત્નોની જરૂર હતી પરંતુ કોઈ મને ક્રેડિટ પર કાચો માલ આપતું નહોતું. કારણ કે મારી પાસે જ્વેલર્સની કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નહોતું. મારા દાદા દાદી સાધારણ શિક્ષક હતા.

લોન પર કિંમતી ધાતુઓ ખરીદવામાં દવેની નિષ્ફળતાએ તેમના પહેલાં સાહસને નિષ્ફળ બનાવ્યું હતું. ત્યારે ચાંદી અને ક્યુબિક ઝિર્કોનિયા વડે જ્વેલરી બનાવવાની ક્ષણ આવી. દવેએ કહ્યું તે સમયે મેં વિચાર્યું કે શા માટે ફાઇન અને કોસ્ચ્યુમ જ્વેલરી વચ્ચેનો ગેપ ભરવો ન જોઈએ. મેં કીમતી ધાતુની પસંદગી માટે ચાંદી લઈ એક એલોય બનાવવાનો પ્રયોગ કર્યો જે એલર્જી અથવા ઓક્સિડાઇઝેશનનું કારણ ન બને કારણ કે જ્યારે જ્વેલરી બનાવવા માટે ચાંદીનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે જ્વેલર્સ માટે આ સૌથી મોટી અડચણ હતી.

પરંતુ દવેને કેવી રીતે ખબર પડી કે તેનો આઇડિયા સફળ થશે કે નહીં? તો તેનો જવાબ આપતા દવેએ કહ્યું કે, મારી પાસે એક ક્લાયન્ટ હતો જેણે મને લક્ઝરી જ્વેલરી બનાવવાનું કહ્યું હતું પરંતુ કિંમતી જ્વેલરી કરતાં ચોક્કસ ઓછી કિંમતે. ત્યારે જ મને સમજાયું કે અહીં સારી રીતે બનાવેલી અડધી કિંમતી જ્વેલરીનું બજાર છે.

ત્યારે દવેએ ‘Diosa’ (સ્પેનિશમાં તેનો અર્થ ‘દેવી’ થાય છે) લૉન્ચ કર્યું, જે સાલસા પ્રત્યેના તેમના પ્રેમથી પ્રેરિત છે. જે એક લોકપ્રિય સ્પેનિશ નૃત્ય સ્વરૂપ છે જેના તેઓ ઘણા વર્ષોથી પ્રશિક્ષક છે.

ડાયોસામાં દવેએ ભારતના નિષ્ણાત કારીગરો સાથે ચાંદીના ઘરેણાં બનાવવાનું શરૂ કર્યું. તેમના ઝવેરાત 3 વર્ષની એન્ટિ-ઓક્સિડેશન વોરંટી અને તેમની અવંત-ગાર્ડે જ્વેલરી માટે આજીવન એક્સચેન્જ ઑફર સાથે આવ્યા હતા. આ જ્વેલરી કેટેગરીમાં વપરાતા તમામ પત્થરો સિન્થેટીક હતા.

દવેએ કહ્યું, “મેં 2011 માં મુંબઈમાં મારા બેડરૂમમાંથી માત્ર એક લેપટોપ સાથે ડાયોસાની શરૂઆત કરી હતી. મેં ભારતમાં મલ્ટિ-બ્રાન્ડ જ્વેલરી સ્ટોર્સ દ્વારા વેચાણ શરૂ કર્યું અને ત્યારબાદ મિડલ ઈસ્ટમાં જ્વેલરી ફેર અને યુરોપના શોમાં ભાગ લઈને વિદેશી બજારોમાં વિસ્તરણ કર્યું હતું.

વર્ષ 2013-14 ની આસપાસ દવેએ યુરોપમાં ભાગીદારો સાથે અર્થપૂર્ણ સંબંધો બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ આખરે યુકે અને ફ્રાન્સમાં વિવિધ ડિઝાઇનર્સ અને મલ્ટિ-બ્રાન્ડ જ્વેલરી સ્ટોર્સ સાથે મળીને ડાયોસાના સ્ટોર્સ ખોલવામાં આવ્યા હતા. ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર સ્ટેફન રોલેન્ડ સાથે દર્શન દવેનો સહયોગ તેમના અવિરત નેટવર્કિંગનું પરિણામ હતું.

પેરિસમાં સ્થિત રોલેન્ડનું કામ બેયોન્સ, નાઓમી કેમ્પબેલ અને લેડી ગાગા જેવા ઘણા ગ્લોબલ સેલિબ્રિટી પસંદ કરે છે. તેઓ નિયમિત તેની જ્વેલરી પહેરે છે. તેમનો તાજેતરનો લોકપ્રિય શો ‘Emily in Paris’ માં તેમણે રોલેન્ડની જ્વેલરી પહેરી હતી. નેટફ્લિક્સ ઓટીટીની આ સિરિઝમાં મુખ્ય પાત્ર સહિતના અન્ય મહત્ત્વના પાત્રો દ્વારા તેમના પોષાક પહેરવામાં આવ્યા હતા.

દવેને 2017માં ફ્રાન્સમાં એક સ્ટોરના ઉદઘાટન સમયે સન્માનીય ફૂટવેર અને પર્સ ડિઝાઈનર મેડમ સિડોની લારિઝી દ્વારા રોલેન્ડ સાથે સૌપ્રથમ પરિચય થયો હતો. દવે યાદ કરતા કહે  છે કે, રોલેન્ડ અભિભૂત થઈ ગયો હતો. જ્યારે યોગ્ય સમય હોય ત્યારે તેઓ ભાગીદારી સફળ થાય છે.

થોડા વર્ષો પછી જ્યારે રોલેન્ડ સાથે સહયોગ કરવાની તક મળી ત્યારે દવે સિલ્વર પરના તેમના તમામ સંશોધનને અમલમાં મૂક્યું હતું. સ્ટેફન રોલેન્ડ માટે બનાવેલું કલેક્શન ખૂબ જ ખાસ હતું. તે સિલ્વર પર ચોક્કસ શેડ્સ ઇચ્છતો હતો અને તે પ્રકારની બ્રોન્ઝ ઇફેક્ટ અને ચોકલેટ-કલર પ્લેટિંગ હાંસલ કરવા માટે ઘણો સમય લાગ્યો હતો એમ અંતમાં દવેએ જણાવ્યું હતું.

લેખ સૌજન્ય : Solitaire International

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant