DIAMOND CITY NEWS, SURAT
વિશ્વ વિખ્યાત ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ (Christie’s) તેની આગામી જ્વેલરી હરાજીમાં એક અત્યંત આકર્ષક 9.29 કેરેટની હીરાની વીંટી રજૂ કરવા જઈ રહ્યું છે.
જિનીવામાં યોજાનારી ‘જ્વેલ્સ ઓનલાઇન’ (Jewels Online) સેલમાં આ વીંટી આકર્ષણનું કેન્દ્ર બનશે. નિષ્ણાતોના મતે, આ હીરાની વીંટી અંદાજે CHF 1,00,000 થી CHF 1,50,000 (આશરે $1,28,000 થી $1,92,000) ની કિંમતે વેચાઈ શકે છે.
હીરાની વિશેષતાઓ :
આ વીંટીની સૌથી મોટી વિશેષતા તેમાં જડેલો માર્કિઝ બ્રિલિયન્ટ-કટ (Marquise brilliant-cut) હીરો છે. આ હીરો F-કલર અને VS1 ક્લેરિટી ધરાવે છે. નોંધનીય બાબત એ છે કે આ હીરામાં ‘ઇન્ટરનલી ફ્લોલેસ’ (Internally Flawless) બનવાની સંભાવના રહેલી છે. આ મુખ્ય હીરાની બંને બાજુએ ત્રિકોણાકાર (Triangular-shaped) પથ્થરો જડેલા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.
હરાજીની વિગતો :
- હરાજીનું નામ : જ્વેલ્સ ઓનલાઇન (Jewels Online) સેલ, જિનીવા.
- તારીખ : આ ઓનલાઇન હરાજી 7 મે થી શરૂ થઈને 19 મે, 2026 સુધી ચાલશે.
- કુલ આઈટમ્સ : આ સેલમાં 300 થી વધુ લોટ્સ (Lots) મૂકવામાં આવશે, જેમાં વિશ્વની પ્રખ્યાત ડિઝાઇન હાઉસ જેવી કે બુલગારી (Bulgari), કાર્ટિયર (Cartier) અને હેરી વિન્સ્ટન (Harry Winston) ના ઘરેણાંનો સમાવેશ થાય છે.
હરાજીમાં સમાવિષ્ટ અન્ય ટોચના પાંચ આભૂષણોની વિગત આ મુજબ છે :
અનમાઉન્ટેડ રાઉન્ડ બ્રિલિયન્ટ-કટ હીરો : 5.28-કેરેટ, D કલર, VVS1 ક્લેરિટી. (અંદાજિત કિંમત : CHF 1,00,000 થી CHF 1,50,000)
કોલમ્બિયન એમરલ્ડ ઇયરિંગ્સ : 11.41 અને 12.71 કેરેટના એમરલ્ડ કેબોચન્સ સાથે માર્કિઝ અને પિયર-શેપના આશરે 8 કેરેટના હીરા. (અંદાજિત કિંમત : CHF 80,000 થી CHF 1,20,000)
બુલગારી બ્રેસલેટ-વોચ : સર્પ આકારની આ ઘડિયાળમાં પીળા અને સફેદ એનામલ, માર્કિઝ શેપના હીરા અને આંખો તરીકે પિયર-શેપના રૂબી (માણેક) જડેલા છે. (અંદાજિત કિંમત : CHF 75,000 થી CHF 1,10,000)
સેફાયર રિંગ : 7.71 કેરેટનો કુશન-શેપ્ડ મેડાગાસ્કર સેફાયર (નીલમ), જેના બેન્ડ પર બેગેટ-કટ અને ટ્રેપેઝ-શેપ્ડ હીરા જડેલા છે. (અંદાજિત કિંમત : CHF 65,000 થી CHF 95,000)

જિનીવામાં ‘મેગ્નિફિસન્ટ જ્વેલ્સ’ (Magnificent Jewels) પ્રદર્શન 8 થી 13 મે દરમિયાન યોજાશે, જ્યારે ‘જ્વેલ્સ ઓનલાઇન’ બિડિંગ 7 થી 19 મે સુધી શરૂ રહેશે.
વૈશ્વિક સ્તરે હીરાના વેપારમાં અત્યારે મોટા કદના અને ઉચ્ચ ગુણવત્તાવાળા નેચરલ ડાયમંડ્સની માંગ વધી રહી છે, ત્યારે ક્રિસ્ટીઝની આ હરાજી બજારના સેન્ટિમેન્ટને પારખવા માટે મહત્વની સાબિત થશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube























