GJEPC strengthens trade ties in Romania and Mexico
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એ ભારતીય જ્વેલરી નિકાસકારો અને ઉત્પાદકો માટે પૂર્વ યુરોપ અને લેટિન અમેરિકામાં વ્યાપારી તકોનો વિસ્તાર કરવાના હેતુથી પોતાના આંતરરાષ્ટ્રીય માર્કેટ આઉટરીચ (ઓળખ અને જોડાણ અભિયાન) ને અત્યંત ઝડપી બનાવી દીધું છે. આ વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે GJEPC ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે નવી દિલ્હી ખાતે આવેલા રોમાનિયા અને મેક્સિકોના દૂતાવાસોની મુલાકાત લઈ ઉચ્ચ રાજદ્વારીઓ અને અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.

રોમાનિયન દૂતાવાસ સાથે બેઠક: ‘પાસરેલા ફેશન ફેસ્ટિવલ 2026′ માં ઇન્ડિયા પવેલિયન

ગત 28 સપ્ટેમ્બરના રોજ GJEPC ના ઉત્તર ક્ષેત્રના રિજનલ ચેરમેન અંતરપાલ સિંહ સાહની અને ઉત્તર ક્ષેત્રના રિજનલ ડિરેક્ટર આશુતોષ શ્રીવાસ્તવે નવી દિલ્હીમાં રોમાનિયાના એમ્બેસેડર એચ.ઈ. સુશ્રી સેના લતીફ અને કોન્સ્યુલ જનરલ શ્રી નિકુ-નિકોલે ગ્રેકુ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ બેઠકમાં ખાસ કરીને ‘પાસરેલા ઇન્ટરનેશનલ ફેશન ફેસ્ટિવલ 2026′ માં વિશેષ ‘ઇન્ડિયા પવેલિયન‘ ની સ્થાપના કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ફેશન ફેસ્ટિવલમાં ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર‘ તરીકેનું સન્માન અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

આ પ્રસ્તાવિત ભાગીદારી હેઠળ ભારતના કૌશલ્ય અને ઉચ્ચ ગુણવત્તાવાળા નીચે મુજબના આભૂષણો પ્રદર્શિત કરવામાં આવશે :

  • સિલ્વર જ્વેલરી : ડિઝાઇનર ચાંદીના દાગીના.
  • લાઈટવેઈટ ગોલ્ડ જ્વેલરી : રોજિંદા વપરાશ માટેના હળવા વજનના સોનાના ઘરેણાં.
  • જેમસ્ટોન ફેશન જ્વેલરી : કિંમતી અને અર્ધ-કિંમતી રત્નો મઢેલી આધુનિક ફેશન જ્વેલરી.

રોમાનિયન દૂતાવાસે આ પહેલને આવકારી હતી અને રોમાનિયાના અગ્રણી રિટેલર્સ, હોલસેલર્સ અને વ્યાપારી નેટવર્ક્સ સાથે ભારતીય નિકાસકારોના સીધા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) સેશન્સ અને જોડાણો સ્થાપિત કરવામાં પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, GJEPC એ રોમાનિયાના મુખ્ય ખરીદદારો (Buyers), જ્વેલરી બ્રાન્ડ્સ અને ટ્રેન્ડ સેટિંગ ડિઝાઇનર્સને મુંબઈ ખાતે આયોજિત થનારા પ્રતિષ્ઠિત ‘IIJS સિગ્નેચર‘ (IIJS Signature) શોમાં હાજરી આપવા માટે સત્તાવાર નિમંત્રણ પાઠવ્યું હતું.

મેક્સિકન દૂતાવાસ સાથે મુલાકાત: લેટિન અમેરિકા માર્કેટમાં પ્રવેશનો રોડમેપ

ત્યારબાદ 29 સપ્ટેમ્બરના રોજ GJEPC ની ટીમે મેક્સિકોના નિયુક્ત રાજદૂત HE શ્રી પેડ્રો બ્લાન્કો પેરેઝ, મિશનના ડેપ્યુટી હેડ સુશ્રી ક્લાઉડિયા કેલર લાપેરે અને દૂતાવાસના આર્થિક, વેપાર અને પ્રવાસન પ્રમોશન વિભાગના સુશ્રી ચેતના ખન્ના સાથે સફળ બેઠક કરી હતી.

આ ચર્ચા દરમિયાન ભારતની મુખ્ય નિકાસ ક્ષમતાઓ અને તાકાતને મેક્સિકન દૂતાવાસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે :

1. સિલ્વર જ્વેલરી (ચાંદીના દાગીના)
2. કટ અને પોલિશ્ડ ડાયમંડ્સ (પોલિશ્ડ હીરા)
3. પ્રીશિયસ જેમસ્ટોન્સ (કિંમતી રત્નો)
4. મોર્ડન ફેશન જ્વેલરી

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નિકાસકારોને મેક્સિકોના મોટા બાયર્સ, રિટેલ સાંકળો અને જાણીતી જ્વેલરી બ્રાન્ડ્સ સાથે સીધા જોડવાનો હતો. GJEPC ના અધિકારીઓએ મેક્સિકન જ્વેલરી ઉદ્યોગના મુખ્ય હિસ્સેદારોને ‘IIJS સિગ્નેચર‘ (મુંબઈ) માં આવવા આમંત્રણ આપ્યું હતું, તેમજ જયપુર ખાતે આયોજિત થનારા ‘IGJS જયપુર‘ માટે એક વિશેષ સમર્પિત ‘મેક્સિકન બાયર ડેલિગેશન‘ તૈયાર કરવામાં દૂતાવાસનો સહયોગ માંગ્યો હતો.

આ બંને રાજદ્વારી બેઠકો દ્વારા ભારત સરકારી અને વ્યાપારી બંને સ્તરે પૂર્વ યુરોપ અને દક્ષિણ/મધ્ય અમેરિકાના ઉભરતા અને ઊંચી ખરીદશક્તિ ધરાવતા માર્કેટ્સમાં ભારતીય ઘરેણાંનો પાયો મજબૂત કરી રહ્યું છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant