Christie’s Showcases the Glamour of Modern Jewelry Icons
ચિત્ર : બહુ-રત્ન અને હીરાના ઝવેરાતનો બલ્ગારી સ્યુટ© ક્રિસ્ટીઝ ઈમેજીસ લિમિટેડ 2026. (સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વવિખ્યાત ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ (Christie’s) દ્વારા સમકાલીન લક્ઝરી અને હાઈ-એન્ડ જ્વેલરીના શોખીનો માટે એક અત્યંત વૈભવી અને આકર્ષણથી ભરેલા સિંગલ-ઓનર કલેક્શનની જાહેરાત કરવામાં આવી છે. એક પ્રતિષ્ઠિત પરિવારના આ ખાનગી સંગ્રહને “મોર્ડન આઇકોન્સ: જ્વેલ્સ એન્ડ વોચીસ” (Modern Icons: Jewels & Watches) શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. આ ભવ્ય ઓક્શન પ્રક્રિયા 1 જૂનથી શરૂ થઈ ચૂકી છે અને તે વિવિધ પ્લેટફોર્મ્સ તેમજ ઓનલાઈન માધ્યમથી આગામી 12 જૂન 2026 સુધી ચાલશે.

આ કલેક્શનમાં 150 થી વધુ અદભુત આભૂષણો અને ઘડિયાળોનો સમાવેશ થાય છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓક્શનના મંચ પર જોવા મળેલા સમકાલીન વૈભવનું સૌથી આકર્ષક ચિત્ર રજૂ કરે છે. આ સંગ્રહમાં મુખ્યત્વે 1980 ના દાયકાથી લઈને 2010 ના દાયકા સુધીના હાઈ જ્વેલરી અને ક્લાસિક ઘડિયાળોના સુવર્ણ કાળને આવરી લેવામાં આવ્યો છે. જેમાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડનારી બ્રાન્ડ્સ જેવી કે બુલગારી (Bulgari), કાર્ટિયર (Cartier), શોપાર્ડ (Chopard), અને ગ્રાફ (Graff) ની અદભુત કલાકૃતિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સંગ્રહની ખાસિયત એ છે કે તેના ઘરેણાં માત્ર તિજોરીમાં રાખવા માટે નહીં, પરંતુ પહેરવા યોગ્ય અને અત્યંત મોહક ડિઝાઇન ધરાવે છે.

ઓક્શનના મુખ્ય આકર્ષણો (Top Lots):

  • બુલગારી મલ્ટી-જેમ અને ડાયમંડ સ્યુટ: આ ઓક્શનનું મુખ્ય આકર્ષણ બુલગારીનું સેટ છે, જેમાં વિવિધ આકારના પરવાળા (Coral), ફિરોઝા (Turquoise), ગોળાકાર પન્ના (Emerald) અને હીરા જડેલા છે. (અંદાજિત કિંમત: $40,000 – $60,000)
  • રૂબી અને ડાયમંડ રિંગ: 12.58 કેરેટના અંડાકાર મિક્સ-કટ માણેક (Ruby) ધરાવતી આ વીંટી આકર્ષણનું કેન્દ્ર છે. (અંદાજિત કિંમત: $60,000 – $80,000)
  • કાર્ટિયર ડાયમંડ ‘બુડોઇર’ નેકલેસ: વૈભવી લુક આપતો આ હીરાનો હાર કલેક્ટર્સ માટે ખાસ છે. (અંદાજિત કિંમત: $60,000 – $80,000)
  • શોપાર્ડ એમરાલ્ડ અને ડાયમંડ ઝુમ્મર ઇયરિંગ્સ: આકર્ષક પન્ના અને હીરાથી બનેલી લટકતી કાનની બુટ્ટીઓ. (અંદાજિત કિંમત: $30,000 – $50,000)
  • બુલગારી મલ્ટી-જેમ અને ડાયમંડ ‘કલર ડિલાઇટ’ જ્વેલરી સેટ: આ અદભુત સેટમાં કુશન-શેપના એમિથિસ્ટ (જાંબુડીયો રત્ન), પિંક ટૂરમેલાઇન, પિઅર-શેપના (નાશપતિ આકારના) પેરિડોટ અને ગોળાકાર હીરાઓનો અદભુત સમન્વય જોવા મળે છે. (અંદાજિત કિંમત: $40,000 – $60,000)

ક્રિસ્ટીઝ અમેરિકાના જ્વેલરી વિભાગના વડા ક્લેબોર્ન પોઈન્ડેક્સટરે જણાવ્યું હતું કે, “મોર્ડન આઇકોન્સ એ 20મી સદીના ઉત્તરાર્ધની જ્વેલરી ડિઝાઇનની આગવી શૈલીને દર્શાવે છે. આ સંગ્રહ દરેક સ્તરના કલેક્ટર્સ માટે બુલગારી, કાર્ટિયર અને શોપાર્ડ જેવા પ્રતિષ્ઠિત વૈશ્વિક બ્રાન્ડ્સની શ્રેષ્ઠ કલાકૃતિઓ પોતાના નામે કરવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે.” આ કલેક્શનમાં રંગબેરંગી રત્નોનો ઉત્કૃષ્ટ સમન્વય જોવા મળે છે, જે આજની આધુનિક પેઢીના કલેક્ટર્સની વૈભવી પસંદગીને સંપૂર્ણપણે અનુરૂપ છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant