હીરાના ભંડારથી સમૃદ્ધ નુનાવત પ્રદેશનો કંટ્રોલ કેનેડા ગર્વમેન્ટે સ્ટેટને સોંપ્યો

નુનાવત 771,000 ચોરસ માઈલ જમીનનો સમુહ, 40,000થી ઓછી વસ્તી સાથે, નોર્થવેસ્ટ પ્રદેશોથી ઔપચારિક રીતે અલગ કરવામાં આવ્યો હતો.

Canadian government handed over control of the diamond-rich Nunavut territory to the state
ફોટો : De Beers Chidliak Project ખાતે સંશોધન સ્થળ.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કેનેડામાં બરફથી ઢંકાયેલા વિશાળ નુનાવત પ્રદેશમાં ખૂબ મોટી માત્રામાં કુદરતી સંપદાઓ ધરબાયેલી છે. અહીં હીરા, સોનાનો ખજાનો છે. હીરાની શોધ કરનારાઓ માટે નુનાવત પ્રદેશ આકર્ષણરૂપ બન્યો છે. કેનેડા સરકારે હવે આ સમૃદ્ધ પ્રદેશ નુનાવતનો કંટ્રોલ સ્ટેટને સોંપી દીધો છે.

ડાયમંડ માઈનીંગ માટે જાણીતી વિશ્વની મોટી કંપની ડી બિયર્સ જ્યાં હીરા મળે ત્યાં માઈનીંગ કરવામાં રસ ધરાવે છે. ડી બિયર્સની લાંબા સમયથી ઓછી વસ્તીવાળા આર્કટિક પ્રદેશ પર નજર છે.

તે કેનેડાના સૌથી મોટા ટાબુ બેફિન આઈલેન્ડ પર આવેલી ડાયમંડ ડિપોઝીટ ચિડલિયાક પ્રોજેક્ટ માટે મંજુરી માંગી રહી છે. વેનકુવર સ્થિત નોર્થ એરો મિનરલ્સ પણ નુનાવતમાં નૌજાત પ્રોજેક્ટ ખાતે ઉચ્ચ મૂલ્યના ફૅન્સી યલો, ઓરેન્જ, હીરા માટે 8 કિમ્બરલાઈટ પાઈપોના જથ્થાબંધ નમૂના લે છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાન્યુઆરીમાં સત્તાવાર રીતે નુનાવુતના ખનિજ ભંડારને નિયંત્રિત કરી છે. રોયલ્ટી કેનેડાની ફેડરલ સરકારને બદલે સ્ટેટ તરફ વાળી દીધું છે. નુનાવતને 1999માં એક અલગ સ્ટેટ બનાવાયું હતું.

જ્યારે 771,000 ચોરસ માઈલ જમીનનો સમુહ 40,000થી ઓછી વસ્તી સાથે નોર્થવેસ્ટ પ્રદેશોથી ઔપચારિક રીતે અલગ કરવામાં આવ્યો હતો. નુનાવતમાં લોખંડ, દુર્લભ ધાતુઓ અને કોબાલ્ટનો પણ ભંડાર છે. જે રિચાર્જ કરી શકાય તેવી બેટરીઓ માટે અન્યત્ર જરૂરી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant