રોકેટમેને આઉટ ઓફ ધીસ વર્લ્ડ વોચ કલેક્શન વેચવા મુક્યું

જ્હોન પાસેના વોચના વિશાળ કલેક્શનમાં 13 કાર્ટિયર વોચ, 5 ચોપર્ડસ, 4 હુબ્લોટ્સ, 2 ઓડેમર્સ પિગ્યુટ્સનો, 2 ફ્રેન્ક મુલર્સનો સમાવેશ થાય છે.

- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સર એલ્ટન જ્હોનની માલિકીની 32 સુંદર ઘડિયાળોના કલેક્શનને ન્યૂયોર્કના ક્રિસ્ટીઝ હાઉસમાં વેચાણ માટે મુકવામાં આવ્યું છે. 76 વર્ષીય રોકેટમેન ગાયક પીચટ્રી રોડ, અલ્ટાન્ટા, યુએસએ પરના તેના ઘરના સામાનની હરાજી કરી રહ્યાં છે. તેમનું છેલ્લું આલ્બમ 2004માં આવ્યું હતું, તે આલ્મની 8 કેટેગરીની વસ્તુઓ પણ વેચાણ માટે મુકી છે.

જ્હોન અત્યાર સુધીના સૌથી વધુ વેચાતા સોલો કલાકારોમાંના એક છે. તેઓ પાસે વોચનું વિશાળ કલેક્શન છે. તેમની પાસે 13 કાર્ટિયર વોચ, 5 ચોપર્ડસ, 4 હુબ્લોટ્સ, 2 ઓડેમર્સ પિગ્યુટ્સનો , 2 ફ્રેન્ક મુલર્સનો સમાવેશ થાય છે.

તેમના કલેક્શનની વિશેષતા એ છે કે તેમાં ચિત્તા પ્રિન્ટ વાળી ડાયમંડની રોલેક્સ છે. ઓરેંજ નીલમની ઘડિયાળ છે, જેની અંદાજિત કિમત 40,000 થી 60,000 ડોલર છે. તે ઉપરાંત સિલ્વરેડ ડાયલ સાથેની 18 કેરેટ સોનાની કાર્ટિયર ક્રેશ છે. જેની અંદાજિત કિંમત 70,000 થી 100,000 ડોલર છે. એક અદ્દભૂત ચોપાર્ડ કોર્નોગ્રાફ, વ્હાઈટ ડાયમંડ અને સ્કેલટનની જોડીની અંદાજિત કિંમત 1,00,000 ડોલર છે.

સર એલ્ટન જ્હોનનું કલેક્શન ગુડબાય પીચટ્રી રોડ વિશ્વમાં ફોટોગ્રાફીના સૌથી મોટા ખાનગી કલેક્શનમાંનું એક છે. તેમજ 19મી સદીના શિલ્પો અને ક્રુસિફિક્સ, સમકાલીન આર્ટ ગ્લાસ અને વર્સાચે સિલ્ક શર્ટ પણ ધરાવે છે. આ અદ્દભૂત લક્ઝરી કલેક્શનનું વેચાણ ન્યુયોર્કના ક્રિસ્ટીઝ હાઉસમાં 9થી 28 ફેબ્રુઆરી દરમિયાન થશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant