ડિમાન્ડ ઘટતા સ્વિત્ઝરલેન્ડની લક્ઝરી વોચનું વેચાણ 2024માં ઘટે તેવી આગાહી

રિટેલરના અંદાજ અનુસાર 8 થી 11 ટકાના પ્રારંભિક વૃદ્ધિનું અનુમાન છે, જે કુલ 2.1 બિલિયન અને 2.16 બિલિયન ડોલરની વચ્ચે હશે.

Swiss luxury watch sales forecast to fall in 2024 as demand falls
Watches of Switzerland
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આંતરરાષ્ટ્રીય બજારોમાં લક્ઝરી વોચીસની ડિમાન્ડ ઘટવાના પગલે વર્ષ 2024 સ્વિત્ઝરલેન્ડની વોચીસ માટે પડકારકજનક રહે તેવી ધારણા છે, તેના પગલે વેચાણ ઘટશે તેવી અત્યારથી આગાહીઓ કરવામાં આવી છે.

સ્વિત્ઝરલેન્ડની ઘડિયાળોએ લક્ઝરી ટાઈમપીસ માટેના પડકારજનક બજાર વચ્ચે આખા વર્ષ માટે તેનું ગાઈડન્સ ઘટાડ્યું છે. નાણાકીય વર્ષ 2024 માટે આવક હવે જીબીપી 1.53 બિલિયન અને જીબીપી 1.55 બિલિયન એટલે કે 1.94 બિલિયન થી 1.97 બિલિયન ડોલર વચ્ચે રહી શકે છે. જે માત્ર 2 થી 3 ટકા વૃદ્ધિ દર્શાવે છે. રિટેલરના અંદાજ અનુસાર 8 થી 11 ટકાના પ્રારંભિક વૃદ્ધિનું અનુમાન છે, જે કુલ 2.1 બિલિયન અને 2.16 બિલિયન ડોલરની વચ્ચે હશે.

કંપની જે રોલેક્સ, બ્રેટલિંગ અને ટેગ હ્યુઅર સહિતની બ્રાન્ડ ઓફર કરે છે તેના યુએસ વેચાણમાં 28 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા ત્રીજા ક્વાર્ટર દરમિયાન માત્ર બે આંકડામાં વધારો જોવા મળ્યો હતો. જોકે, યુએસમાં રિટેલ વાતાવરણ વધુ પડકારજનક રહ્યું હતું. ખાસ કરીને ક્રિસમસ અને ત્યારબાદનું બજાર ચેલેન્જિંગ રહ્યું હતું.

કંપનીના સીઈઓ બ્રાયન ડીફીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે ફૅસ્ટિવલની સિઝનમાં લક્ઝરી સેક્ટર માટે ખાસ કરીને બજાર અસ્થિર રહ્યું હતું. ગ્રાહકોએ ફેશન, બ્યુટી, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ જેવી કેટેગરીમાં વધુ ખર્ચ કર્યો હતો.”

જ્વેલરે ઉમેર્યું હતું કે યુકેમાં મંદીને કારણે “લક્ઝરી ઘડિયાળની બ્રાન્ડ્સ અને નોન-બ્રાન્ડેડ જ્વેલરીની વ્યાપક શ્રેણીને અસર થઈ છે. તે અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષના બાકીના ભાગમાં મંદી ચાલુ રહેશે. કંપની 8 ફેબ્રુઆરીના રોજ નાણાકીય ત્રીજા ત્રિમાસિક ગાળાના તેના સંપૂર્ણ પરિણામો જાહેર કરશે.”

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant