11.28 કેરેટના બ્લુ ડાયમંડની રિંગ સોથેબીની હરાજીમાં અપેક્ષા કરતા ઓછી કિંમતમાં વેચાઈ

અંતિમ રકમ જે મળી તે નિરાશાજનક હતી. જોકે, તે એશિયામાં હીરા માટે અત્યાર સુધીની સૌથી વધુ હરાજી કિંમતો પૈકીની એક હતી

11.28-carat blue diamond ring sells for less than expected at Sotheby's auction
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં હોંગકોંગ ખાતે સોથેબીની હરાજી યોજાઈ હતી, જેમાં 11.28 કેરેટના બ્લુ ડાયમંડ અંદાજ કરતા ઓછી કિંમત 25.3 મિલિયન ડોલરમાં વેચાયો હતો. સોથેબીએ કહ્યું કે, ચમકદાર કટ, ફેન્સી વિવિડ બ્લુ ડાયમંડ વાળી વીંટી 5 ઓક્ટોબરે વેચાણમાં સામેલ કરાઈ હતી. જે 26 મિલિયન થી 37 મિલિયન ડોલરમાં વેચાય તેવો અંદાજ હતો.

જોકે, અંતિમ રકમ જે મળી તે નિરાશાજનક હતી. જોકે, તે એશિયામાં હીરા માટે અત્યાર સુધીની સૌથી વધુ હરાજી કિંમતો પૈકીની એક હતી અને ત્યાં બ્લુ ડાયમંડ માટે ત્રીજી સૌથી વધુ કિંમત હતી એમ સોથેબીએ જણાવ્યું હતું.

ઈનફીનિટ બ્લુ ડાયમંડની કિંમત ગ્લોબલ જ્વેલરી કલેક્ટર્સમાં ઉચ્ચ ગુણવત્તાવાળી રંગીન હીરાની સ્થિતિ સ્થાપક માંગને સર્ટિફાઈ કરે છે એમ ઓક્શન હાઉસ ઓફ જ્વેલરી અને વોચિસ માટેના ચૅરમૅન વેનહાઓ યુએ જણાવ્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant