Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction
ચિત્ર : ૯.૮૬ કેરેટના નીલમ (sapphire) વાળી બલ્ગારી (Bulgari) વીંટી. (સૌજન્ય : ફિલિપ્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

વિશ્વવિખ્યાત ઓક્શન હાઉસ ‘ફિલિપ્સ’ (Phillips) દ્વારા આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ ખાતે ‘હોંગકોંગ જ્વેલ્સ ઓક્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ હરાજીમાં ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બુલગારી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી એક અત્યંત દુર્લભ નીલમ (સેફાયર) રિંગ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રિંગની કિંમત આશરે ૯.૫ મિલિયન હોંગકોંગ ડોલર (અંદાજે ૧.૨ મિલિયન યુએસ ડોલર) સુધી ઉપજવાની ધારણા છે.

આ પ્રખ્યાત રિંગની મધ્યમાં ૯.૮૬ કેરેટનો કુશન શેપનો દુર્લભ કાશ્મીરી નીલમ જડેલો છે, જેની બંને બાજુએ શીલ્ડ-આકારના સુંદર હીરા મૂકવામાં આવ્યા છે. આ ઓક્શનમાં કાર્ટિયર (Cartier), હેરી વિન્સ્ટન (Harry Winston) અને વાન ક્લીફ એન્ડ આર્પેલ્સ (Van Cleef & Arpels) જેવા વિશ્વપ્રસિદ્ધ ડિઝાઇનરો દ્વારા તૈયાર કરાયેલા દાગીના સહિત કુલ ૯૫ જેટલા ઉત્કૃષ્ટ લોટ્સ રજૂ કરવામાં આવશે.

હરાજીમાં રજૂ થનારા ટોપ-૧૦ કિંમતી દાગીના અને તેના અંદાજિત મૂલ્યની વિગતો નીચે મુજબ છે :

૨૩.૩૪ કેરેટ ફેન્સી ઇન્ટેન્સ યલો ડાયમંડ રિંગ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 02

કટ-કોર્નર્ડ રેક્ટેંગ્યુલર મિક્સ્ડ-કટ અને VVS1 ક્લેરિટી ધરાવતા આ યલો ડાયમંડ રિંગનું અંદાજિત મૂલ્ય HKD ૩.૬ મિલિયનથી ૪.૩ મિલિયન ($૪૬૨,૦૦૦ થી $૫૫૧,૦૦૦) રાખવામાં આવ્યું છે.

ઓવલ ડાયમંડ એરિંગ્સ (એરિંગ જોડી)

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 03

જેમાં એક ૭.૦૨ કેરેટ (E કલર, VVS2) અને બીજો ૭.૦૪ કેરેટ (F કલર, VVS2) નો હીરો છે. બંને ઓવલ હીરા બ્રિલિયન્ટ-કટ હીરા સાથે લટકાવેલા છે. અંદાજિત કિંમત HKD ૩.૩ મિલિયનથી ૪.૩ મિલિયન ($૪૨૩,૦૦૦ થી $૫૫૧,૦૦૦) છે.

૧૫.૫૦ કેરેટ કોલમ્બિયન એમેરાલ્ડ રિંગ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 04

સ્ટેપ-કટ કોલમ્બિયન લીલા પન્નાની બંને બાજુએ ટ્રેપેઝ-કટ હીરા જડેલા છે. અંદાજિત મૂલ્ય HKD ૨.૮ મિલિયનથી ૪ મિલિયન ($૩૬૦,૦૦૦ થી $૫૧૩,૦૦૦) છે.

૭.૪૫ કેરેટ બ્રાઝિલિયન એલેક્ઝાન્ડ્રાઇટ રિંગ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 05

ઓવલ આકારના એલેક્ઝાન્ડ્રાઇટ ક્રિસોબેરિલની આસપાસ પિઅર-શેપ ડાયમંડ અને એલેક્ઝાન્ડ્રાઇટની ફ્રેમ બનાવવામાં આવી છે. અંદાજિત કિંમત HKD ૨.૩ મિલિયનથી ૩.૨ મિલિયન ($૨૯૫,૦૦૦ થી $૪૧૦,૦૦૦) છે.

ફેન્સી બ્રાઉન-યલો ડાયમંડ એરિંગ્સ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 06

૧૨.૫૫ કેરેટ (VS2) અને ૧૨.૫૬ કેરેટ (VS1) ના બે સ્ટેપ-કટ પીળા-બદામી હીરા ધરાવતી બુટ્ટીઓ, જેની કિંમત HKD ૨.૨ મિલિયનથી ૩ મિલિયન ($૨૮૨,૦૦૦ થી $૩૮૫,૦૦૦) અંકાયેલી છે.

૧૩.૮૨ કેરેટ બર્મિઝ નીલમ રિંગ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 07

કુશન-શેપ બર્માના નીલમ સાથે ટ્રેપેઝોઇડ મોડિફાઇડ બ્રિલિયન્ટ-કટ ડાયમંડ જડેલી રિંગ, જેની કિંમત HKD ૨ મિલિયનથી ૩ મિલિયન ($૨૫૬,૦૦૦ થી $૩૮૫,૦૦૦) અંદાજવામાં આવી છે.

બર્મિઝ જેડાઇટ રિંગ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 08

પારદર્શક ઘાટા લીલા રંગના ઓવલ બર્મિઝ જેડાઇટ અને હીરાની ડિઝાઇન ધરાવતી રિંગની અંદાજિત કિંમત HKD ૧.૮ મિલિયનથી ૨.૮ મિલિયન ($૨૩૧,૦૦૦ થી $૩૬૦,૦૦૦) છે.

૬.૦૬ કેરેટ મોઝામ્બિકન રૂબી રિંગ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 09

ઓવલ મોઝામ્બિક માણેક (રૂબી) ફરતે પિઅર, માર્ક્વિઝ અને બ્રિલિયન્ટ-કટ હીરા જડેલા છે. કિંમત HKD ૧.૮ મિલિયનથી ૨.૮ મિલિયન ($૨૩૧,૦૦૦ થી $૩૬૦,૦૦૦) અંકાયેલ છે.

૪૦ માણેક ધરાવતું લક્ઝરી બ્રેસલેટ

Bulgari 10 carat sapphire ring Phillips Hong Kong auction 10

૪૦ જેટલા ઓવલ, કુશન અને સર્ક્યુલર-કટ બર્મિઝ માણેક તથા પિઅર અને બ્રિલિયન્ટ-કટ હીરાથી સજ્જ બ્રેસલેટ, જેનું અંદાજિત મૂલ્ય HKD ૧ મિલિયનથી ૨.૨ મિલિયન ($૧૨૮,૦૦૦ થી $૨૮૨,૦૦૦) છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant