હાલની પરિસ્થિતિમાં બ્રાન્ડ્સની જવાબદારી – બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે

યુદ્ધ કે પછી બીજી કોઈ પણ સામાજિક કે રાજકીય ક્રાઇસીસમાં બ્રાન્ડની ભૂમિકા શું હોવી જોઈએ આપણે તેનો વિચાર કરીયે. શું બ્રાન્ડે તટસ્થ રહેવું, બ્રાન્ડે કોઈ કૉમેન્ટ્સ ન આપવી, બ્રાન્ડે પોતાનો મત ખુલ્લેઆમ જાહેર કરવો કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેવુ...

SPECIAL STORY-SAMIR JOSHI-364
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

હાલના માહોલથી આપણે વાકેફ છીએ. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું શું પરિણામ આવશે તે તરફ દુનિયા મીટ માંડીને બેઠી છે. યુદ્ધ તે કોઈપણ દેશ માટે સૌથી મોટી ક્રાઈસીસ છે. આનું કારણ માનવની જાનહાની તે સૌથી મોટુ નુકસાન દેશ ભોગવે છે પણ તેની સાથે દેશનો વિકાસ પણ અમુક વર્ષો પાછળ ઠેલવાઈ જાય છે. નવેસરથી શરૂઆત કરવી પડે છે અને ભવિષ્યની પેઢી માટે ઘણીવાર આ ક્યારેય ના રૂઝાય તેવા ઘાવ દઈ જાય છે. આ વાત આપણે બંને વિશ્વયુદ્ધ પછી જાણી અને સમજી છે. હિરોશિમા નાગાસાકીના ભણકારા આજે પણ લોકોના કાનમાં વાગે છે અને ત્યાંની ઘણી પ્રજા આજે પણ શારીરિક ખામીઓનો સામનો કરી રહી છે.

જવાદો, આ વિષય પર લખવા વાળા ઘણા નિષ્ણાતો છે અને આ વિષય તેઓ પર છોડીયે. આપણે આપણા વિષયને વળગી રહીયે. યુદ્ધ કે પછી બીજી કોઈ પણ સામાજિક કે રાજકીય ક્રાઇસીસમાં બ્રાન્ડની ભૂમિકા શું હોવી જોઈએ આપણે તેનો વિચાર કરીયે. શું બ્રાન્ડે તટસ્થ રહેવું, બ્રાન્ડે કોઈ કૉમેન્ટ્સ ન આપવી, બ્રાન્ડે પોતાનો મત ખુલ્લેઆમ જાહેર કરવો કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેવુ.

સામાન્ય રીતે માણસ સહજ સ્વભાવ છે કે આ બધી માથાઝીકમાં પડવા કરતા ધંધામાં ધ્યાન આપો. આજે સમાજમાં, આપણી આજુબાજુ, પરિવારમાં કોઈપણ પ્રોબ્લેમ હોય અને આપણો મત પૂછવામાં આવે તો આપણે વાણિયાવૃત્તિ રાખી કોઈની સાથે ના બગાડવામાં માનીયે. આજ વાત અને પ્રશ્ન આજે યુદ્ધ દ્વારા બધી બ્રાન્ડ્સ સામે આવીને ઉભો અને બધી ગ્લોબલ બ્રાન્ડ્સે પોતપોતાની રીતે એક્શન લીધી. આપણે જાણીયે છીએ કે ઓલમોસ્ટ બધી મોટી ગ્લોબલ બ્રાન્ડ્સે પોતાનો બિઝનેસ બંધ કરી દીધો અને રશિયામાંથી નીકળી ગયા. કદાચ તેઓ માટે ભવિષ્યમાં આ દેશના દરવાજા હંમેશ માટે બંધ પણ થઇ શકે છે છતાં પણ તેઓએ આ નિર્ણય લીધો. તેના વિવિધ કારણો હોઈ શકે.

અમુક બ્રાન્ડ્સ USA બેસ્ડ હશે જેઓને જોર કરવામાં આવ્યું હશે તો અમુક નુકસાની ન વેઠવી પડે અને પોતાના એમ્પ્લોયીની રક્ષા ખાતર તો અમુક માનવતાના ધોરણે, અમુક સપ્લાય ચેન અટકી પડશે, ગ્રાહક ઓમે નહિ આવે આવા ઘણા કારણો હોઈ શકે. સૌથી મોટુ કારણ કે જો મોટી બ્રાન્ડ્સ અને કંપની દેશમાંથી નીકળી જાય તો દેશને ઈકોનોમિકલી જોરદાર ફટકો પડે જે કોઈપણ દેશ માટે સૌથી મોટુ જોખમ હોય છે, અને કદાચ તે ડરના કારણે સમજૂતી થવાની શક્યતા વધી જાય.

આ બધી વાતોની સાથે સૌથી મોટુ ફેક્ટર છે કોઈપણ બ્રાન્ડ માટે આજે ચૂપ ના બેસી રહેતા પોતાનો મત આપવાનો અને તે એટલે આજનો ગ્રાહક, જે બધી રીતે જાગૃત છે અને તેને પોતાનો મત છે. તે ઈચ્છે છે કે તે જે બ્રાન્ડ અને વ્યક્તિ સાથે સંબંધ બાંધે તે આવા સમયે સચ્ચાઈની સાથે ઉભા રહે. આ ઉપરાંત આજે સોશ્યિલ મીડિયાના સહારે ઘણુ આસાન છે બ્રાન્ડની બધી માહિતી અને ગતિવિધિઓ જાણવી.

આવા સમયે બ્રાન્ડે બે વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે આવી કોઈપણ પરિસ્થિતિને તક સમજી પોતાને પ્રમોટ કરવાની કોશિશ ના કરે અને બીજુ કે એકપણ એવો મેસેજ ન જાય જે તેમનેજ ભારી પડે અને તેમના પર પલટવાર થાય. ઉદાહરણ રૂપે, હાલમાં જ આપણે થોડા દિવસ પહેલા આનો સ્વાદ અમુક મલ્ટિનેશનલ બ્રાન્ડ્સે ચાખ્યો જયારે તેઓએ કાશ્મીર સોલીડેરીટી ડેને પાકિસ્તાનમાં સપોર્ટ કર્યો. આની સામે અમુક સમય પહેલા નાઈકી બ્રાન્ડે અમેરિકામાં બ્લેક રેસીઝમની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો અને તેઓની ટેગ લાઈન “જસ્ટ ડુ ઈટ” ને “ફોર વન્સ જસ્ટ ડોન્ટ ડુ ઈટ” કેમ્પેઇન ચલાવી કન્ઝ્યુમરના દિલ જીતી લીધા હતા.

આ કદાચ ટેકટિક નહોતી પણ બ્રાન્ડે પોતાના જે મૂલ્યો નક્કી કર્યા છે તેને અડગ રહી તેનો અમલ કરવો તેનો દાખલો બેસાડ્યો. આજ રીતે બજાજ અલાયન્ઝ લાઇફે જે પોતાના એક પ્રોડક્ટ માટે કહે છે કે સેફટી માટે ગેરંટેડ પ્લાન લેના યે સહી હે, તેમણે હાલની પરિસ્થિતિને યે સહી નહિ હે નો વીડિયો સોશ્યિલ મીડિયા પર ચલાવ્યો અને લોકોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો. આ તક હતી કે મોમેન્ટ માર્કેટિંગ હતુ તેની ચર્ચા ન કરતા, આવા સમયે તમે જે સ્ટેન્ડ લો છો તે તમને તમારી બ્રાન્ડની ઈમેજ બનાવવામાં મદદ કરે છે.

જો સમયસરનો સંદેશ વિશ્વમાં સકારાત્મક તફાવત લાવી શકે છે અને તે જ સમયે ઉત્પાદનના વેચાણ પર કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંકેત આપ્યા વિના તેના બ્રાન્ડ હેતુ માટે સાચો હોઈ શકે છે, તો સાવચેતીપૂર્વક આયોજન અને વિચાર કર્યા પછી, બ્રાન્ડે કોશિશ કરવી જોઈએ. લાંબા ગાળે ગ્રાહક આ યાદ રાખે છે અને આવી બ્રાન્ડ સાથે જોડાવા માંગે છે કારણ તેમણે પોતાનો મત પ્રદર્શિત કર્યો છે અને નહિ કે ચુપચાપ તમાશો જોતા બેઠા છે.

આપણે જેમ જાણીયે છીએ કે બ્રાન્ડ જવાબદારી સાથે આવે છે અને તેથી કન્ઝ્યુમર પણ આવા સમયે બ્રાન્ડ પાસેથી આશા રાખે છે પોતાનો મત પ્રદર્શિત કરવાનો તેના બીજા અમુક કારણો જોઈએ તો; બ્રાન્ડ સમાજમાં બદલાવ લાવવા સક્ષમ છે, તે જે કહેશે તે લોકો માનશે અને આથીજ આપણે સમાજમાં બદલાવની ઘણી એડ્સ ટીવીમાં જોઈએ છીએ. જેમ કે, સ્ત્રી પુરુષ સમાનતા, સમલિંગ સંબંધ, ધાર્મિક એકતા વગેરે. બીજુ, બ્રાન્ડ એટલે વિશ્વાસ અને તેથી તેના કહેવાની કિંમત હશે. આજે એવા ઘણા નામાંકિત બિઝનેસ ગ્રુપ છે જેના પર લોકો આંધળો વિશ્વાસ રાખી તેમની વાત માનશે. ત્રીજુ, બ્રાન્ડની પહોંચ સમાજમાં ઘણી ઊંડી વિસ્તરેલી છે, તે ઘણા લોકો સુધી એકજ સમયે મેસેજ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. સૌથી મહત્વનું બ્રાન્ડ અંતે એક માનવીય કેરેક્ટર તરીકે ઓળખાય છે અને તેથી માનવતાની અપેક્ષા તેનાથી રખાય છે.

હૃદય અને દિમાગના બદલવા ઉપરાંત, બ્રાન્ડ ચર્ચાઓની સાથે લોકોમાં જાગૃતિ લાવી શકે છે, અમુક સામાજિક મુદ્દાઓને પ્રકાશિત કરવામાં અસરકારક પણ રહે છે. આજે સ્વછતા રાખવી, પાણીની બચત, બેટી બચાઓ, ભણતરનું મહત્વ જેવા મહત્વપૂર્ણ જાહેર મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવામાં બ્રાન્ડ્સ અસરકારક રહી છે અને બ્રાન્ડ્સ સફળતાપૂર્વક ગ્રાહકોને મહત્વપૂર્ણ વિષયો પર શિક્ષિત કરી રહી છે.

આજે સોશ્યિલ મીડિયા બ્રાન્ડ્સ માટે પાવરફૂલ ટૂલ છે પોતાને એક્સપ્રેસ કરવા માટેનું. બ્રાન્ડ્સ જયારે આવી ક્રાઈસીસમાં સ્ટેન્ડ લે ત્યારે અમુક મુદ્દાઓ ધ્યનમાં રાખવા જરૂરી છે. જયારે પણ તમે બ્રાન્ડ બનાવો તમારા મૂલ્યોને પ્રસ્થાપિત કરો અને તે પ્રમાણે વર્તન કરો. બીજુ, તમારા ગ્રાહક માટે શું જરૂરી છે અને તે કયા મુદ્દાઓના ન્યાય માટે અવાજ ઉઠાવે છે તમે તે પ્રમાણે તમારો મત પ્રસ્થાપિત કરો. જરૂરી નથી કે બધાજ મુદ્દાઓ પર તમારી પ્રતિક્રિયા હોવી જોઈએ. સ્વાર્થની દૃષ્ટિએ નહિ પણ જો કોઈ મુદ્દો તમને મોટુ ફલક આપી શકે તો તેનો સહારો લઇ તમારી બ્રાન્ડને લોકો સમક્ષ મુકવાની કોશિશ કરો. નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન કે ગવર્મેન્ટ સાથે કે પછી અમુક નામી વ્યક્તિ સાથે જોડાઈ તમારો સાથ આપો તે મુદ્દાને હલ કરવા માટે.

આજે કન્ઝ્યુમરનો સાથ હોવાથી બ્રાન્ડ્સ રાજકીય કે સામાજિક વાર્તાલાપમાં આવવાથી ડરતી નથી અને ગ્રાહકોને વિવિધ મુદ્દાઓ પર તેઓ ક્યાં ઊભા છે તે જણાવે છે. કન્ઝ્યુમર એવી બ્રાન્ડ્સ પાસેથી ઘણી અપેક્ષા રાખે છે કે જેઓ સ્ટેન્ડ લેવાનું પસંદ કરે છે અને લોકોને મુદ્દાઓની જાગરૂકતા માટે પ્રોત્સાહિત કરવા બ્રાન્ડની ક્ષમતામાં પણ વિશ્વાસ ધરાવે છે.

આજે જયારે દુનિયાની નજર બે દેશના યુદ્ધ પર છે ત્યારે બ્રાન્ડ્સ પાસે તક અને જવાબદારી છે પોતાનો મત દર્શાવી પોતાના કરતાં કંઈક મોટું કરવાની, પોતાના મૂલ્યો સાબિત કરવાની અને ગ્રાહકનો વિશ્વાસ વધુ દ્રઢ કરવાની.

આપણે જેમ જાણીયે છીએ કે બ્રાન્ડ જવાબદારી સાથે આવે છે અને તેથી કન્ઝ્યુમર પણ આવા સમયે બ્રાન્ડ પાસેથી આશા રાખે છે પોતાનો મત પ્રદર્શિત કરવાનો તેના બીજા અમુક કારણો જોઈએ તો; બ્રાન્ડ સમાજમાં બદલાવ લાવવા સક્ષમ છે, તે જે કહેશે તે લોકો માનશે અને આથીજ આપણે સમાજમાં બદલાવની ઘણી એડ્સ ટીવીમાં જોઈએ છીએ. જેમ કે, સ્ત્રી પુરુષ સમાનતા, સમલિંગ સંબંધ, ધાર્મિક એકતા વગેરે. બીજુ, બ્રાન્ડ એટલે વિશ્વાસ અને તેથી તેના કહેવાની કિંમત હશે. આજે એવા ઘણા નામાંકિત બિઝનેસ ગ્રુપ છે જેના પર લોકો આંધળો વિશ્વાસ રાખી તેમની વાત માનશે. ત્રીજુ, બ્રાન્ડની પહોંચ સમાજમાં ઘણી ઊંડી વિસ્તરેલી છે, તે ઘણા લોકો સુધી એકજ સમયે મેસેજ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. સૌથી મહત્વનું બ્રાન્ડ અંતે એક માનવીય કેરેક્ટર તરીકે ઓળખાય છે અને તેથી માનવતાની અપેક્ષા તેનાથી રખાય છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant