Appointment of two executives at Heritage Auctions
ફોટો : કેથરિન વાન ડેલ (ડાબે) અને સેબેસ્ટિયન ક્લાર્ક (જમણે). (હેરિટેજ ઓક્શન્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

હેરિટેજ ઓક્શન્સે ફલોરિડાના પામ બીચ ખાતે એક નવું મોટું હાઉસ શરૂ કર્યું છે. આ સાથે જ આ વિસ્તારની માંગને પહોંચી વળવા માટે બે એક્ઝિક્યુટિવ્સની નિમણૂંક કરી છે.

હેરિટેજ ઓક્શન્સના પ્રેસિડેન્ટ ગ્રેગ રોહને જણાવ્યું હતું કે, અમે ફલોરિડામાં અમે ટોચના સ્થાને પહોંચવા માંગીએ છીએ. પ્રગતિની દિશામાં અમારી સફરથી અમે રોમાંચિત છીએ. હરાજીના પૂર્વ અનુમાનો અને ઈવેન્ટ્સમાં ક્લાયન્ટ્સને હોસ્ટ કરવા માટે વેસ્ટ પામ બીચમાં એક નવું લોકેશન ખોલ્યું છે અને ફલોરિડામાં હેરિટેજ એક્સપર્ટ્સની સંખ્યામાં વધારો કર્યો છે. તેથી રાજ્યભરના સંગ્રાહકોને આકર્ષી અમારી સાથે જોડી શકીએ.

સેબેસ્ટિયન ક્લાર્ક જે અગાઉ પામ બીચમાં ડોયલ ઓક્શનિયર્સમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા, તે નવા લોકેશન પર મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સંભાળશે. જ્યારે કેથરીન વાન ડેલ જ્વેલરીના ડિરેક્ટર તરીકે સેવા આપશે. ડોયલના વાઈસ પ્રેસિડેન્ટ અને જ્વેલરી નિષ્ણાત બનતા પહેલાં ફ્રીમેન અને રાગો બંને હરાજી હાઉસમાં હોદ્દો સંભાળ્યો છે.

હેરિટેજ ઓક્શન્સે નોંધ્યું હતું કે ટેલિવિઝન શો એન્ટિક રોડ શોમાં કિંમત આંકનારા તરીકે બંને જણા અનેકોવાર દેખાયા છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant