DIAMOND CITY NEWS, SURAT
જિહાદ- આ શબ્દ હવે બચ્ચો બચ્ચો જાણે છે, પણ કોણ જાણે છે કે આ કેટલો થરથરાવી દે તેવો ડરામણો શબ્દ છે. જિહાદના અનેક ચેહરા છે. સોશિયલ મીડિયાથી લઈ સામાન્ય વાતચીતમાં આ શબ્દ સાંભળવામાં આવે છે.
આ શબ્દ હવે માત્ર ધાર્મિક અર્થ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તેની આસપાસ વિવિધ નવી અર્થછાયા ઉભી થઈ છે, જેના કારણે સમાજમાં એક પ્રકારનો ડર અને ખાસ સમુદાય પ્રત્યે દૃષ્ટિકોણમાં ફેરફાર પણ જોવા મળે છે.
જોઈએ કેટલાંક જેહાદ…
1. લવ જિહાદ
એક વિશેષ સમુદાય પ્રેમસંબંધોના છળ દ્વારા ખાસ કરીને હિંદુ યુવતીઓનું ધાર્મિક પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં આવા કેસોની ચર્ચાઓ સામે આવી છે, જેના કારણે હિંદુ સમાજમાં ડર અને અસુરક્ષાનો ભાવ ઊભો થયો છે.
અનેક તપાસોમાં વ્યાપક સંગઠિત ષડયંત્રના પૂરતા પુરાવા સ્પષ્ટ હોવા છતાં કેટલાં લોકો આ મુદ્દે સજાગ છે? રેલો જાત સુધી ન આવે ત્યાં સુધી હિન્દુ જાગતો નથી!
2. કોર્પોરેટ જિહાદ
“કોર્પોરેટ જિહાદ” એવો શબ્દ છે, જેનો ઉપયોગ કેટલાક વર્તુળોમાં તાજેતરના વિવાદાસ્પદ કેસો – જેમ કે નિદા ખાન – નાસિક સહિત અન્ય સ્થળોથી આવતી રિપોર્ટ્સના સંદર્ભમાં કરવામાં આવે છે. એવો દાવો થાય છે કે કોર્પોરેટ ક્ષેત્રમાં વિચારધારા અથવા પ્રભાવના માધ્યમથી અસમાન પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. આ ચર્ચાઓના કારણે ચિંતા પણ ઊભી થાય છે. વ્યવસાયના સ્થળે પણ હિન્દુઓએ મોર્ચા માંડવા પડશે?
બીજો મુદ્દો એ પણ છે કે જે નિષ્ઠાવાન અને પ્રતિભાશાળી મુસ્લિમ નાગરિકો છે, તેમને ઊંચા હોદાઓ સુધી પહોંચવામાં અનાવશ્યક શંકાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.
ત્રીજું, અમુક કંપનીઓ વિશેષ સમુદાયોના પ્રતીકોને પહેરવા પર રોક નથી લગાવતી, અમુકો પર લગાવે છે! કેમ? ભારતીય બહુમતી કોમ પાસેથી જ બિઝનસ લેવો છે ને તેમના જ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ? ક્યા ધોરણની માનસિકતા?
3. બોલીવૂડ જિહાદ
મુંબઈ સ્થિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ફિલ્મોની વાર્તાઓ, પાત્રો અને સંવાદોમાં એક વિશેષ દૃષ્ટિકોણ દાખવવામાં આવે છે.
દાખલા તરીકે “ચક દે! ઇન્ડિયા”માં મુખ્ય પાત્ર જેનું મૂળ પ્રેરણાસ્ત્રોત મીર રંજન નેગી હતા, તે ઈરાદાપૂર્વક બદલી દેવાયું. “કુછ કુછ હોતા હૈ”માં હિન્દુ બાળકી હિજાબ જેવી રીતે ઓઢણી કવર કરીને દુઆ કરે છે. કેટલીક ફિલ્મોમાં એક મુસ્લિમ કિરદાર રાખવાનો જ હોય છે જે નેક અને સજ્જન જ હોય.
ગુનાહ, શબ્દ જ હિન્દી નથી છતાં મૂવી નામ હોય – ગુનાહોં કે દેવતા! કેમ? હમણાં નેટ ફ્લિક્સ પરથી વિરોધ બાદ ફિલ્મ હટાવાઈ. નામ હતું, “घूसखोर पंडत” (આ કઈ રીત છે? ) એક ગીતની લાઈન છે :
“छुप जाओ हमारी आँखों में, भगवान की नीयत ठीक नहीं…”
કેમ ભગવાનની નિયતની વાત કરો છો?
નિયત શબ્દ જ ઉર્દૂનો છે!
તિલકધારી, કલાવો બાંધનાર, રુદ્રાક્ષ પહેરનાર, ત્રિશૂળ ધરાવનાર જ ગુંડા? કેમ?
શા માટે હિન્દૂ પંડિત, સાધુ, સ્વામી જ ખોટા ને ખરાબ? “આશ્રમ” સીરીઝ યાદ છે?
“ધૂરંધર” ફિલ્મો પ્રોપગેન્ડા અને બાકીની જાસૂસી ફિલ્મો સત્ય કથાઓ?
ઠેકો લીધો છે હિન્દુઓએ રાક્ષસી પ્રવૃત્તિ કરવાનો?! આવા પ્રસંગો લોકોમાં પ્રશ્નો ઊભા કરે છે કે શું પાત્રોની રજૂઆતમાં સંતુલન જળવાય છે? ના! આક્ષેપોથી શું વળવાનું? ત્રણ ત્રણ પેઢીના બ્રેઈન વોશ થઈ ગયા!
શું ફિલ્મો સંપૂર્ણપણે સર્જનાત્મક છે કે પ્રેરિત છે કોઈનાથી? સમજદાર દર્શક તરીકે આ વિશ્લેષણ સમજવાની જરૂર છે.
4. પોપ્યુલેશન જિહાદ (જનસંખ્યા સંબંધિત ચર્ચા)
વિશેષ સમુદાયની વસ્તી વૃદ્ધિ અંગેની ચિંતાઓ દર્શાવવા માટે આ શબ્દો વપરાય થાય છે. ભારતમાં પીવ રિસર્ચ સેન્ટર અને અન્ય અહેવાલોમાં જણાયું છે કે વિવિધ સમુદાયોની વૃદ્ધિ દરમાં ફરક રહ્યો છે, પરંતુ સમય સાથે આ અંતર ઘટતું પણ ગયું છે.
કેટલાક લોકો આ આંકડાઓને ચિંતાના દૃષ્ટિકોણથી જુએ છે, જ્યારે વિશ્લેષકો કહે છે કે, શિક્ષણ, આવક, અને શહેરીકરણ જેવા પરિબળો પણ વસ્તી વૃદ્ધિને વધારે અસર કરે છે.
એક એક ફેમિલીએ આઠ-આઠ બચ્ચા પેદા કરવા છે અને જરૂરિયાતો માટે સરકારને કોસવી છે! ડરપોક હિન્દુ શાહમૃગ થઈ ગયો છે. હિંમત નથી, કંઈ બોલવાની. ઉદાહરણો સામે છે – કાશ્મીર, કેરલ અને હવે મુંબઈ.
5. એજ્યુકેશન જિહાદ
“એજ્યુકેશન જિહાદ” આ શબ્દનો ઉપયોગ કેટલાક વર્તુળોમાં એ ચિંતા દર્શાવવા માટે થાય છે કે, શિક્ષણમાં પોતાના સંસ્કૃતિ અને નાયકોને પૂરતું સ્થાન મળતું નથી. પ્રશ્ન પૂછો સરકારને કે છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી, જેવી વિભૂતિઓની સાહસ ગાથા અને ત્યાગને વધુ ઊંડાણથી શા માટે ભણાવવામાં નથી આવી? રામાયણ, ગીતા, ઉપનિષદો – બીજા દેશો ભણાવે છે – આપણે કેમ નહીં?
મધ્યકાલીન ઇતિહાસમાં મુગલ સામ્રાજ્ય અથવા અન્ય વંશો પર વધુ ભાર મુકાયો છે. આથી પ્રશ્ન ઊભો થાય છે – શું આપણું આવું શિક્ષણ આપણા બાળકોમાં ગૌરવ, સંસ્કાર અને સાચી ઓળખ ઊભી કરી શકે? નહીં. અનામતનો કાયદો પણ દેશની બે મુસ્લિમ યુનિ.ને લાગૂ પડતો નથી! કેમ?!
આ મુદ્દો આપણને વિચારવા મજબૂર કરે છે કે પોતાના વારસાનું ગૌરવ અને ઇતિહાસની સંપૂર્ણતા જળવાય, તે જોવાની જવાબદારી કોની?
6. ઇકોનોમિક જિહાદ
“ઇકોનોમિક જિહાદ” એવો શબ્દ કેટલાક વર્તુળોમાં આર્થિક ક્ષેત્રમાં અસમાન સ્પર્ધા, બહિષ્કારની અપીલો અથવા ચોક્કસ નેટવર્કિંગના આક્ષેપો દર્શાવવા માટે વપરાય છે. સોશિયલ મીડિયા પર ક્યારેક “બોયકૉટ” અથવા “ફક્ત અમુકથી ખરીદી” જેવી અભિયાનો જોવા મળે છે, જે બજારમાં વિશ્વાસ અને સ્પર્ધાને અસર કરે છે.
શું આપણે અર્થતંત્રને ઓળખના આધારે વહેંચીશું કે ગુણવત્તા, પારદર્શિતા અને ન્યાયી સ્પર્ધા પર આગળ લઈ જઈશું?
ભારતના ભવિષ્ય માટે યોગ્ય દિશા એ છે કે દરેક ઉદ્યોગ અને વ્યવસાયમાં કૌશલ્ય, પ્રામાણિકતા અને નવીનતા આધારિત વિકાસ થાય. ગ્રાહક તરીકે પણ જાગૃત રહેવું જરૂરી છે – માહિતી તપાસવી, ગુણવત્તા જોવી અને દેશના સામૂહિક હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો.
7. હલાલ જિહાદ
“હલાલ જિહાદ” એવો શબ્દ કેટલાક વર્તુળોમાં ખાદ્ય અને ઉપભોક્તા ઉત્પાદનોમાં “હલાલ સર્ટિફિકેશન” પ્રણાલી અંગેની ચિંતાઓ દર્શાવવા માટે વપરાય છે. હલાલ સર્ટિફિકેશન મૂળે મુસ્લિમ ઉપભોક્તાઓ માટે ધાર્મિક રીતે માન્ય ઉત્પાદનોની ઓળખ માટે બનાવાયું છે, પરંતુ આજે અનેક કંપનીઓ – જેમ કે પતંજલિ અને હલ્દીરામ્સ – પણ વૈશ્વિક બજારમાં પ્રવેશ માટે આવા સર્ટિફિકેટ લેતી જોવા મળે છે. દરેક પ્રોડક્ટ માટે અલગ સર્ટિ. અને અલગ રૂપિયા ભરવાના તે પણ એક જ વર્ષની વેલિડિટી!
પ્રશ્ન થાય છે કે, આ સર્ટિફિકેશન માટે લેવામાં આવતી ફી અને તેની આવકનો ઉપયોગ ક્યાં થાય છે? શું આ માત્ર વેપારની જરૂરિયાત છે કે તેના પાછળ કોઈ વિશાળ પ્રભાવી તંત્ર છે?
આ મુદ્દો આપણને વધુ પારદર્શિતા, નિયમન અને ગ્રાહક જાગૃતિ તરફ ધ્યાન દોરે છે – જેથી દરેક ઉપભોક્તા જાણકારી આધારિત નિર્ણય લઈ શકે.
8. મીડિયા જિહાદ
“મીડિયા જિહાદ” એવો શબ્દ કેટલાક લોકો દ્વારા એ ચિંતા વ્યક્ત કરવા માટે વપરાય છે કે, સમાચાર અને ચર્ચાઓમાં ઘટનાઓને ક્યારેક પસંદગીપૂર્વક રજૂ કરવામાં આવે છે. તમેય અનુભવતા હશો કે કેટલીક ઘટનાઓને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે, જ્યારે કેટલીકની તો અવગણના જ કરી દેવાય છે! જેના કારણે સમાજમાં એકતરફી દૃષ્ટિકોણ ઊભો થઈ રહ્યો છે.
આ સ્થિતિ સામાન્ય નાગરિકમાં ગૂંચવણ અને અવિશ્વાસ પેદા કરે છે – “સાચું શું છે?” એ પ્રશ્ન ઊભો થાય છે.
પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન છે – શું આપણે માત્ર જે બતાવવામાં આવે છે એ જ માનીએ, કે પછી આપણે જાતે તપાસ, વિવિધ સ્ત્રોતો અને તથ્યો પરથી પોતાની સમજ બનાવીએ? ભારતના જાગૃત નાગરિક તરીકે આવશ્યક છે કે આપણે અંધવિશ્વાસ નહીં, પરંતુ સમજદારી, પ્રશ્નશક્તિ અને તથ્ય આધારિત વિચારને અપનાવીએ.
9. લેન્ડ જિહાદ
“લેન્ડ જિહાદ” એવો શબ્દ કેટલાક વર્તુળોમાં જમીન ખરીદી, કબજા અથવા વસાહત પેટર્ન અંગેની ચિંતાઓ દર્શાવવા માટે વપરાય છે. કેટલાક વિસ્તારોમાં એવું કહેવાય છે કે ચોક્કસ વિસ્તારોમાં ધીમે ધીમે જમીન માલિકીના સ્વરૂપમાં ફેરફાર થાય છે, જેના કારણે સ્થાનિક લોકોમાં અસુરક્ષા કે ઓળખ બદલાવની ભીતિ ઊભી થાય છે. વકફ બોર્ડ શું છે?
વાસ્તવિકતા સમજવા માટે જરૂરી છે કે દરેક કેસને કાયદાકિય દૃષ્ટિએ જોવામાં આવે. શું ખરીદી કાયદેસર છે? શું દબાણ છે કે બજાર આધારિત વ્યવહાર?
મૂળ પ્રશ્ન એ છે કે, શું આપણા પાસે પારદર્શક જમીન રેકોર્ડ, કડક અમલ અને સમાન નિયમો છે? જો સિસ્ટમ મજબૂત હશે, તો કોઈપણ ગેરવર્તણૂક અટકી શકે છે. આ મુદ્દે ભાવના નહીં, પરંતુ કાનૂની મજબૂતી જ સાચો ઉપાય છે.
10. ડેમોગ્રાફિક જિહાદ
“ડેમોગ્રાફિક જિહાદ” શબ્દનો ઉપયોગ કેટલાક લોકો વસ્તી પરિવર્તન અંગેની ચિંતાઓ વ્યક્ત કરવા માટે કરે છે. તેઓ માને છે કે, અલગ અલગ સમુદાયોની વસ્તી વૃદ્ધિ દરમાં ફરક સમાજનાં સંતુલનને અસર કરી શકે છે પરંતુ આ મુદ્દે ઉપલબ્ધ ડેટા બતાવે છે કે સમય સાથે વિવિધ સમુદાયોની વૃદ્ધિ દરમાં અંતર ઘટતું જાય છે અને શિક્ષણ, આર્થિક સ્થિતિ તથા સ્ત્રી સશક્તિકરણ જેવા પરિબળો વસ્તી પર વધારે અસર કરે છે.
આથી સવાલ માત્ર “કોણ કેટલું વધી રહ્યું છે” નો નથી, પણ “સમાજ કેટલો શિક્ષિત, સશક્ત અને સમાન બની રહ્યો છે” નો છે.
ભારતના ભવિષ્ય માટે યોગ્ય દિશા એ છે કે દરેક સમુદાયમાં શિક્ષણ, આરોગ્ય અને જાગૃતિ વધે – કારણ કે મજબૂત રાષ્ટ્ર સંખ્યાથી નહીં, ગુણવત્તાથી બને છે.
જિહાદના કેટલા સ્વરુપ? કેટલાં ચહેરા તમે ઓળખો છો? જિહાદ – એ શબ્દ જ ભ્રામક છે. મુસ્લિમ ધાર્મિક આગેવાનો પણ તેના જુદા જુદા અર્થો આપે છે!
આ ભયાનક સ્થિતિ ન કરે નારાયણ પણ ગૃહયુદ્ધ નોતરી શકે છે! માલિક જિહાદી માનસિકતા ધરાવનારાઓને સદબુદ્ધિ આપે.
ગોલ્ડન કી
કોઈપણ વ્યક્તિ કે સમાજનાં વર્તન-વ્યવહારને સમજવા એ વિશે જાણકારી મેળવો કે તે/તેઓ કોને ફોલો કરે છે? કોની વાત માને છે? કઈ કિતાબ અને લોકોને મહાન તથા આદર્શ ગણે છે? હવે ફરજ પડી છે કે જિહાદીઓની માનસિકતા સમજવા એ દરેકે જાણવું જ પડશે.
– પૂષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube


















