De Beers Could Be Sold Within Weeks
ચિત્ર : ડી બિયર્સના સીઇઓ અલ કૂક. (સૌજન્ય : ડી બીયર્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક કુદરતી હીરાના બજાર પર એક સદી કરતાં વધુ સમયથી આધિપત્ય ભોગવતી અગ્રણી કંપની ‘ડી બિયર્સ’ (De Beers) ના માલિકી હક્ક બદલાવાના ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે.

રોઇટર્સ (Reuters) ના સત્તાવાર અહેવાલ અનુસાર, ડી બિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અલ કૂકે લંડન ખાતે યોજાયેલી ‘રોઇટર્સ નેક્સ્ટ યુરોપ કોન્ફરન્સ’ માં મોટો ખુલાસો કરતાં જણાવ્યું છે કે, કંપનીના વેચાણની પ્રક્રિયા તેના ઇતિહાસમાં ક્યારેય નહોતી એટલી નજીક પહોંચી ગઈ છે અને આ સોદો (Deal) આગામી થોડા અઠવાડિયામાં જ પૂર્ણ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, લૅબ-ગ્રોન ડાયમંડના વૈશ્વિક પ્રસાર અને કુદરતી હીરાની કિંમતોમાં આવેલા સતત ઘટાડાને કારણે, મે ૨૦૨૪ માં તેની મુખ્ય પેરન્ટ કંપની એંગ્લો અમેરિકન (Anglo American) દ્વારા વ્યાપક વ્યાપારી પુનર્ગઠનના ભાગરૂપે ડી બિયર્સને વેચવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ખરીદીની રેસમાં કોણ છે આગળ? (શક્તિશાળી કન્સોર્ટિયમ)

ડી બિયર્સમાં એંગ્લો અમેરિકન કંપની કુલ ૮૫% માલિકી હિસ્સો ધરાવે છે, જેને ખરીદવા માટે વૈશ્વિક સ્તરે મોટી સ્પર્ધા ચાલી રહી છે. વર્ષ ૨૦૨૫ માં કુલ ૬ દાવેદારો હતા, જે ઘટીને હવે માત્ર ૨ મજબૂત કન્સોર્ટિયમ (વ્યાપારી જૂથો) સુધી સીમિત થઈ ગયા છે.

આ ખરીદીમાં મુખ્યત્વે એવા દેશો અને સંસ્થાઓ રસ દાખવી રહી છે જેઓ હીરા ઉદ્યોગને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજે છે :

  • આફ્રિકન દેશોની સરકારો : બોત્સ્વાના (Botswana) સરકાર, જે પહેલેથી જ ડી બિયર્સમાં ૧૫% હિસ્સો ધરાવે છે, તે પોતાનો હિસ્સો વધારવા સક્રિય છે. આ ઉપરાંત નામીબિયા (Namibia) અને અંગોલા (Angola) જેવા હીરા ઉત્પાદક દેશોની સરકારો પણ આ રેસમાં સામેલ છે.
  • ઉદ્યોગના દિગ્ગજો અને ગ્લોબલ ફંડ્સ : બાકી બચેલા બે કન્સોર્ટિયમમાં આફ્રિકન દેશો ઉપરાંત, ડી બિયર્સના ભૂતપૂર્વ સીઈઓ અને હાલમાં એસેટ મેનેજર ‘નાઈન્ટી વન’ ના ચેરપર્સન ગેરેથ પેની, કતારનું સરકારી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (Qatari Investment Fund) અને ઇઝરાયેલી અગ્રણી ઉદ્યોગપતિ નીર લિવનાત સામેલ છે.

ડી બિયર્સના સીઈઓ અલ કૂકનું નિવેદન : “અમે બે વર્ષથી આ બાબતે વાટાઘાટો ચલાવી રહ્યા છીએ જે હવે પરિપક્વ થઈ છે. મને આશા છે કે આ સોદો મહિનાઓ વહેલો, એટલે કે આગામી થોડા જ સપ્તાહમાં થઈ જશે. આપણી પાસે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) માટેના તમામ શ્રેષ્ઠ અને અનુભવી ખરીદદારો તૈયાર છે, બસ હવે સોદા પર અંતિમ મહોર મારવાની બાકી છે.”

સોના-હીરાના બજારના ભવિષ્ય અંગે સીઈઓનું આકલન :

  • ચીનના કારણે માંગમાં મંદી : અલ કૂકે સ્વીકાર્યું હતું કે તાજેતરના સુધારા પહેલાં વૈશ્વિક સ્તરે હીરાની માંગમાં સતત ત્રણ વર્ષ સુધી ઘટાડો નોંધાયો હતો. આ મંદી પાછળ ચીનમાં લગ્નના દરમાં આવેલો ભારે ઘટાડો અને તેની એન્ગેજમેન્ટ રિંગના માર્કેટ પર પડેલી સીધી નકારાત્મક અસર જવાબદાર છે.
  • હીરા ભવિષ્યમાં વધુ દુર્લભ (Rare) બનશે : ૨૧મી સદીમાં સમગ્ર વિશ્વમાં હીરાની માત્ર એક જ નવી વ્યાપારી ખાણ (Luele માઇન – અંગોલા) શોધી શકાઈ છે. ૨૦૨૭ ના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકા, લેસોથો અને કેનેડાની ઘણી મોટી ખાણો બંધ થવા જઈ રહી છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ખૂબ ઘટી જશે અને અસલી હીરા ભવિષ્યમાં અત્યંત દુર્લભ બની જશે.
  • ડી બિયર્સ દ્વારા સપ્લાય પર કાપ : બજારમાં ભાવો અને સ્થિરતા જાળવી રાખવા માટે ડી બિયર્સ પોતે પણ સભાનપણે બજારમાં પોતાના રફ હીરાના સપ્લાયમાં સતત ઘટાડો કરી રહી છે.
  • “K-Shaped” રિકવરી : સીઈઓ એલ કૂકે સ્પષ્ટ કર્યું કે હીરા ઉદ્યોગ હાલમાં ‘K-Shaped’ આર્થિક સુધારામાંથી પસાર થઈ રહ્યો છે. આનો અર્થ એ છે કે ઉચ્ચ ગુણવત્તાવાળા (Higher-quality) હીરાની માંગ અને ભાવો ઝડપથી વધી રહ્યા છે, જ્યારે હલકી ગુણવત્તાવાળા હીરાની કિંમતો હજુ પણ ભારે દબાણ હેઠળ નીચેના સ્તરે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant