Kering Group launches new academy for luxury fashion and jewellery
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વ વિખ્યાત ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ‘કેરિંગ’ (Kering), જે ગુચી (Gucci) અને બોટેગા વેનેટા (Bottega Veneta) જેવી દિગ્ગજ  બ્રાન્ડ્સનું સંચાલન કરે છે, તેણે કલા અને કારીગરીના ક્ષેત્રમાં ભવિષ્યની પ્રતિભાઓને નિખારવા માટે ‘કેરિંગ એકેડેમિયા પર લે એક્સેલેન્ઝ’ (Kering Accademia per le Eccellenze) નામના એક નવા લર્નિંગ પ્લેટફોર્મની જાહેરાત કરી છે.

ઇટાલીના ‘મેડ ઇન ઇટાલી ડે’ નિમિત્તે 15 એપ્રિલ, 2026ના રોજ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મિલનથી થશે સંચાલન

આ એકેડેમી મુખ્યત્વે મિલનના ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ (MIND) માં આવેલી ‘વેલોર ઇટાલિયા’ કેમ્પસથી કાર્યરત થશે. આ માત્ર એક સામાન્ય તાલીમ કેન્દ્ર નથી, પરંતુ એક આખું લર્નિંગ ઇકોસિસ્ટમ છે, જે પરંપરાગત લક્ઝરી કૌશલ્યોને આધુનિક ટેકનોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવા પ્રકારના ટકાઉ મટિરિયલ્સ સાથે જોડશે.

તાલીમના મુખ્ય ચાર વિભાગો

આ પ્રોગ્રામ અંતર્ગત કેરિંગ ગ્રુપ દ્વારા ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે :

  1. રેડી-ટુ-વેર (Ready-to-wear)
  2. મેન્સવેર ટેલરિંગ (Menswear Tailoring)
  3. લેધર ગુડ્સ (ચામડાની ચીજવસ્તુઓ)
  4. જ્વેલરી (ઝવેરાત)

અહીં ટૂંકા ગાળાના કોર્સથી લઈને ઇટાલિયન કાયદા હેઠળ માન્યતા પ્રાપ્ત મલ્ટી-યર ડિપ્લોમા કોર્સ પણ ઓફર કરવામાં આવશે. આ એકેડેમીની પ્રથમ બેચ સપ્ટેમ્બર 2026થી શરૂ થવાની તૈયારીમાં છે.

દર વર્ષે 1,000 વિદ્યાર્થીઓને તાલીમ

શરૂઆતના તબક્કે આ એકેડેમી દર વર્ષે 1,000 વિદ્યાર્થીઓને તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેને આગામી સમયમાં બમણી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ તાલીમ માત્ર કેરિંગ ગ્રુપના આંતરિક કર્મચારીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ બહારના તેજસ્વી ઉમેદવારો માટે પણ તેના દ્વાર ખુલ્લા રહેશે.

દિગ્ગજ બ્રાન્ડ્સ અને શૈક્ષણિક સંસ્થાઓનો સાથ

સાબિના બેલીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પહેલ પોલિટેકનિકો દી મિલાનો (Politecnico di Milano) જેવી નામાંકિત સંસ્થાઓ સાથે ભાગીદારી કરશે.

આ પ્રોજેક્ટ ગુચી, બોટેગા વેનેટા અને પોમેલાટો જેવી કેરિંગ ગ્રુપની હાલની ઇન-હાઉસ તાલીમ પદ્ધતિઓને વધુ મજબૂત બનાવશે. ઉદ્યોગ જગતના નિષ્ણાતો માને છે કે આ પગલાથી લક્ઝરી સેક્ટરમાં કુશળ કારીગરોની અછત દૂર થશે અને પરંપરાગત ઇટાલિયન કારીગરી જીવંત રહેશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant