વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા સોનાના બજારના કદ, માળખા અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ અંગે એક નવો અને વિસ્તૃત અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ અનુસાર, માનવ ઇતિહાસમાં અત્યાર સુધીમાં અંદાજે 2,20,000 ટન સોનાનું ખનન કરવામાં આવ્યું છે. વર્તમાન બજાર કિંમત મુજબ આ સોનાના ભંડારનું કુલ મૂલ્ય $31 ટ્રિલિયન (આશરે ₹2,600 લાખ કરોડથી વધુ) અંકાયું છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, સોનું વર્ચ્યુઅલી અવિનાશી છે, તેથી ભૂતકાળમાં ઉત્પાદિત થયેલું સોનું આજે પણ ઘરેણાં, સિક્કા, લગડી કે સેન્ટ્રલ બેંકના અનામત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
સેન્ટ્રલ બેંકો અને વૈશ્વિક રોકાણની સ્થિતિ
- સરકારી ભંડાર : વિશ્વની મધ્યસ્થ બેંકો અને સરકારી સંસ્થાઓ પાસે સામૂહિક રીતે 39,000 ટન સોનું છે, જેનું મૂલ્ય $5 ટ્રિલિયન છે. 2025 સુધીમાં આ જથ્થો વૈશ્વિક અનામતનો 26% હિસ્સો ધરાવે છે.
- વિકસિત વિ. ઉભરતા દેશો : વિકસિત દેશોના અનામત ભંડારમાં સોનાનો હિસ્સો સરેરાશ 30% છે, જ્યારે ભારત જેવા ઉભરતા બજારોમાં આ સરેરાશ 15% ની આસપાસ છે.
- અન્ડર-એલોકેશન : નિષ્ણાતો માને છે કે હજુ પણ સોનામાં રોકાણ ઓછું છે. વૈશ્વિક નાણાકીય અસ્કયામતોમાં સોનાનો હિસ્સો માત્ર 3% છે, જે દર્શાવે છે કે રોકાણકારોના પોર્ટફોલિયોમાં હજુ પણ સોનાને પૂરતું સ્થાન મળ્યું નથી.
ટ્રેડિંગ અને ગુપ્ત રોકાણ (OTC)
WGC ના અંદાજ મુજબ, આશરે 10,000 ટન સોનું ઓવર-ધ-કાઉન્ટર (OTC) એટલે કે ખાનગી વ્યવહારો દ્વારા ખરીદવામાં આવ્યું છે, જે એક્સચેન્જ ડેટામાં દેખાતું નથી. 2025માં સોનાના ડેરિવેટિવ્ઝ (ફ્યુચર્સ અને ઓપ્શન્સ) નું બજાર $1.5 ટ્રિલિયન હતું.
વૈશ્વિક સ્તરે સોનાનું સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ $361 બિલિયન નોંધાયું છે, જેમાં ન્યૂયોર્ક (COMEX) અને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જની મોટી ભૂમિકા છે.
પુરવઠો અને માંગનું વૈવિધ્ય
સોનાના બજારમાં પુરવઠા અને માંગનું સંતુલન નીચે મુજબ જોવા મળ્યું છે :
| વિગત | હિસ્સો (%) |
| પુરવઠાના સ્ત્રોત | ખાણકામ (74%), રિસાયક્લિંગ (26%) |
| માંગના ક્ષેત્રો | રોકાણ (43%), જ્વેલરી (29%), સેન્ટ્રલ બેંક (21%), ટેક્નોલૉજી (6%) |
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે સોનું માત્ર એક ધાતુ નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં સુરક્ષા અને સ્થિરતાનો સૌથી મોટો સ્તંભ છે.
આર્થિક ચક્રના વિવિધ તબક્કે તેની માંગના પરિબળો બદલાતા રહે છે, જે તેને અન્ય તમામ રોકાણો કરતા અલગ પાડે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube






















