World Gold Council to Launch Unified Digital Gold Platform
(સૌજન્ય : World Gold Council)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે સોનાના બજારનું સંચાલન કરતી સંસ્થા ‘વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ’ (WGC) એ સોનાના રોકાણને આધુનિક યુગ સાથે જોડવા માટે એક અત્યંત મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે.

આ પહેલ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) સાથે મળીને, “ડિજિટલ ગોલ્ડ : ધ કેસ ફોર અ શેર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર” નામનું એક વ્હાઇટ પેપર રજૂ કર્યું છે. જેમાં “ગોલ્ડ એઝ અ સર્વિસ” (Gold as a Service – GaaS) નામનું સહિયારું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ પહેલનો મુખ્ય હેતુ ડિજિટલ ગોલ્ડના વેપારને વધુ સુરક્ષિત, પ્રમાણિત અને સરળ બનાવવાનો છે.

શું છે “ગોલ્ડ એઝ અ સર્વિસ” મોડલ?

આ પ્લેટફોર્મ ભૌતિક સોનાના સંગ્રહ (Custody) અને ડિજિટલ સિસ્ટમ વચ્ચે એક મજબૂત કડી તરીકે કામ કરશે. અત્યારે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરતી વખતે રોકાણકારોને વિવિધ પ્લેટફોર્મ પર અલગ-અલગ નિયમો અને માપદંડોનો સામનો કરવો પડે છે.

આ નવી સિસ્ટમ દ્વારા ગોલ્ડ-બેક્ડ પ્રોડક્ટ્સના ઇશ્યુઅન્સ, મેનેજમેન્ટ અને સેટલમેન્ટ માટે એક સમાન અને પ્રમાણિત માળખું તૈયાર કરવામાં આવશે.

આ ટેકનોલોજીથી રોકાણકારોને શું ફાયદો થશે?

  • એકીકૃત માળખું : આ પ્લેટફોર્મ દ્વારા સોનાને ડિજિટલ એસેટ તરીકે ગમે ત્યાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે (Interoperability).
  • વધારે ભરોસો : સતત ઓડિટ, રિકોન્સિલિએશન અને પારદર્શક ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા રોકાણકારોનો વિશ્વાસ વધશે.
  • લોન માટે ઉપયોગ : આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ, રોકાણકારો પોતાના ડિજિટલ સોનાને કોલેટરલ (Collateral) તરીકે મૂકીને લોન કે અન્ય નાણાકીય સુવિધાઓ પણ મેળવી શકશે.
  • જટિલતામાં ઘટાડો : હીરા કે શેરબજારની જેમ સોનાના ડિજિટલ વ્યવહારોમાં પણ ઓપરેશનલ જટિલતા ઘટશે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અનિવાર્ય

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ ટેઈટે આ અંગે જણાવ્યું હતું કે, “નાણાકીય સેવાઓ ઝડપથી ડિજિટલ બની રહી છે. જો સોનાએ વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં પોતાનું મહત્વ જાળવી રાખવું હોય, તો તેણે પણ બદલાવું પડશે. ‘ગોલ્ડ એઝ અ સર્વિસ’ એ પારદર્શિતા અને બજારની કાર્યક્ષમતા વધારવા માટેનું અમારું લેટેસ્ટ પગલું છે.”

નિષ્ણાતોનો મત

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર મેથિયાસ ટૌબરે ઉમેર્યું હતું કે, “હવે સવાલ એ નથી કે સોનું ડિજિટલ થશે કે નહીં, પણ સવાલ એ છે કે ભૌતિક સુરક્ષા સાથે સમજૂતી કર્યા વગર તેને આધુનિક નાણાકીય પ્રણાલીમાં કેવી રીતે સામેલ કરી શકાય.”

આગામી પગલાં

WGC એ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ટેકનોલોજી ઇનોવેટર્સ, બેંકો અને ગોલ્ડ માર્કેટના તમામ હિસ્સેદારોને સાથે મળીને કામ કરવા આમંત્રણ આપ્યું છે.

આ પ્લેટફોર્મ આવનારા સમયમાં બ્લોકચેન અને અન્ય આધુનિક ફિનટેક ફ્રેમવર્ક સાથે જોડાઈને સોનાના રોકાણની વ્યાખ્યા બદલી નાખશે તેવી અપેક્ષા છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant