Warning for Investors - Silver Can Never Replace Gold as an Investment
(સૌજન્ય : Bullion By Post)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે સોનાના બજાર પર દેખરેખ રાખતી સંસ્થા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) એ તેના તાજેતરના અહેવાલમાં રોકાણકારોને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ચાંદી ક્યારેય પણ રોકાણના પોર્ટફોલિયોમાં સોનાનું સ્થાન લઈ શકે તેમ નથી.

જોકે બંને કિંમતી ધાતુઓએ છેલ્લા એક વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે, પરંતુ રોકાણની દ્રષ્ટિએ સોનાની સ્થિરતા અને ચાંદીની અસ્થિરતા વચ્ચે મોટો તફાવત છે.

શા માટે સોનું વધુ સુરક્ષિત છે?

WGC ના મતે, સોનાની માંગનો આધાર ખૂબ જ સંતુલિત છે અને તેમાં ‘ડીપર લિક્વિડિટી’ (સરળતાથી રોકડમાં રૂપાંતર) રહેલી છે. ભૌગોલિક રાજકીય તણાવ (Geopolitical Stress) ના સમયે સોનું એક રક્ષણાત્મક એસેટ તરીકે કામ કરે છે અને રોકાણને સુરક્ષિત રાખે છે.

બીજી તરફ, ચાંદીમાં જોખમનું પ્રમાણ (Volatility) ઘણું વધારે છે. ચાંદીમાં ભાવ વધઘટની ગતિ ખૂબ જ ઝડપી હોય છે, જે સામાન્ય રોકાણકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ચાંદીનો ઔદ્યોગિક સ્વભાવ :

અહેવાલમાં જણાવાયું છે કે સોનાનું માઇનિંગ મુખ્યત્વે પ્રાઇમરી પ્રોડક્ટ તરીકે થાય છે, જ્યારે ચાંદીનું મોટાભાગનું ઉત્પાદન કોપર, લેડ (સીસું) અને ઝીંકના ઉત્પાદન દરમિયાન ‘બાય-પ્રોડક્ટ’ તરીકે થાય છે.

આથી, જો અન્ય મેટલ સેક્ટરમાં કોઈ વિક્ષેપ આવે, તો તેની સીધી અસર ચાંદીના પુરવઠા પર પડે છે. ઉપરાંત, ચાંદીનો ઉપયોગ ઉદ્યોગોમાં વધુ થતો હોવાથી તે આર્થિક ચક્ર (Cyclical) અને કોમોડિટી માર્કેટના પ્રવાહ પ્રત્યે વધુ સંવેદનશીલ છે.

વળતરના આંકડા શું કહે છે?

વર્ષ 2025 માં બંને ધાતુઓએ રોકાણકારોને માલામાલ કર્યા છે :

  • સોનું : વર્ષ 2025 માં સોનાના ભાવમાં 60% નો વધારો થયો છે. છેલ્લા છ મહિનાથી સોનું સરેરાશ $4,000 પ્રતિ ઔંસ (અંદાજે ₹3.30 લાખથી વધુ) ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.
  • ચાંદી : ચાંદીએ વર્ષ 2025 માં 147% નું બમ્પર વળતર આપ્યું છે. હાલમાં ચાંદી $75 થી $81 પ્રતિ ઔંસ વચ્ચે ટ્રેડ થઈ રહી છે.

નિષ્કર્ષ :

WGC ના મતે, સોનું એ પોર્ટફોલિયોમાં એક ‘ડિફેન્સિવ’ એટલે કે રક્ષણાત્મક રોકાણ છે, જ્યારે ચાંદી એ માત્ર સોનાને પૂરક (Complement) બની શકે છે, વિકલ્પ (Substitute) નહીં.

જો બજારમાં તેજી હોય તો ચાંદી વધુ નફો આપી શકે છે, પણ જ્યારે બજાર તૂટે ત્યારે ચાંદીમાં ગાબડું પણ એટલું જ મોટું હોય છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant