Lab grown diamond category or commodity-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

હવે આને LGD ના સંદર્ભમાં જોવો. શું કોઈએ આ કેટેગરી ડેવલપ કરવાની કોશિશ કરી! કેટેગરી ડેવેલપ કર્યા વગર નાની મોટી બ્રાન્ડો બજારમાં આવવા લાગી અને પોતપોતાની રીતે વાતો કરવા લાગી.

જોવા જઇયે તો આ ઇલેક્ટ્રિક કાર જેવું ઘણું ઉમદા ઇનોવેશન છે. જો તેને વ્યવસ્થિત રીતે ઇન્ડસટ્રીએ મળી સબ કેટેગરી અથવા સ્વતંત્ર કેટેગરી તરીકે સ્થાપિત કરી હોત તો આજે આનો નજારો અલગ જ હોત

Lab grown diamond category or commodity-2

બહેનોનો પ્રિય વિષય એટલે ઘરેણાની શોપિંગ. નવી પેઢી અને સ્ત્રીઓને પૂછયે કે તમારે શું ખરીદવું છે, તો તેઓ ગોલ્ડ જ્વેલરી કરતા ડાયમંડ જ્વેલરીને વધુ પસંદ કરશે.

આજે આપણે ગોલ્ડ વિરુદ્ધ ડાયમંડની વાત નથી કરવી, પણ ડાયમંડમાં જે નવું ઇનોવેશન આવ્યું છે તે એટલે લેબ ગ્રોન ડાયમંડ (LGD) તેની વાત કરવી છે. આનું કારણ તે કે હમણાં અમુક રીલ સોશ્યિલ મીડિયા પર જોઈ જેમાં નેચરલ ડાયમંડની વિરુદ્ધ પ્રચાર થઇ રહ્યો છે.

બધા પોતપોતાનો વેપાર કરે છે એટલે તેઓને હક્ક છે કઇ રીતે પોતાનો માલ વેચવો. આને હવે બ્રાન્ડની ભાષામાં સમજવાની કોશિશ કરીયે.

બજારમાં જ્યારે કોઈપણ નવી કેટેગરી અથવા સબ-કેટેગરી આવે છે ત્યારે સૌથી મહત્વની વાત હોય છે બ્રાન્ડ નહિ પણ કેટેગરી બનાવવી. કેટેગરી બનશે ત્યારબાદ લોકો બ્રાન્ડને અપનાવશે.

આને સમજવાની કોશિશ કરીયે. જે કોઈપણ લીડર બ્રાન્ડ હોય છે તે લાંબા ગાળાનું વિચારી પોતાની બ્રાન્ડ વેંચતા પહેલા કેટેગરી બિલ્ડ કરે છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વાહનોની બોલબાલા છે અને આજે તે બધી ઓટો બ્રાન્ડ પાસે મળશે.

ઇલેક્ટ્રિક વાહનોનો વિચાર બજારમાં, કન્ઝ્યુમરના મગજમાં બેસાડવામાં આવ્યો, એક નવી કેટેગરી આ ઇન્ડસ્ટ્રીએ ઉભી કરી અને ત્યારબાદ પોતપોતાની બ્રાન્ડ વેચવા આવી.

એનો અર્થ તે કે પેટ્રોલ ડીઝલ કાર બંધ થઇ જશે! નહિ બંને વેચાશે અને બંને સમાન ઓટોમોબાઇલ કંપનીઓ બનાવશે. ઇલેક્ટ્રિક કાર તે નવા જમાનાનું ઇનોવેશન છે જે જુના સાથે સંલગ્ન થશે.

તે રીતે, આજની તારીખે ન્યુટ્રાસ્યુટિકલ જે શરીર માટે અમુક ઉમર પછી શા માટે જરૂરી છે તેનો પ્રચાર કરે છે. આની સાથે બ્રાન્ડો તૈયાર છે પોતાના ઉત્પાદનો વેચવા માટે.

આ રીતે, જ્યારે ફક્ત સોનાના દાગીનાનું વર્ચસ્વ હતું ત્યારે ડાયમંડ, નેચરલ ડાયમંડે પણ પોતાની કેટેગરી પર કામ કર્યું હતું અને કન્ઝ્યુમરને આ વાપરવા પ્રેરિત કર્યા હતા.

આજે તમે જોશો કે ડાયમંડમાં પણ બ્રાન્ડો ઉપલબ્ધ છે. બ્રાન્ડ સફળ ત્યારે જ થાય જ્યારે કેટેગરી સફળતા પૂર્વક સ્થાપિત થાય. કેટેગરીને બનાવવાનું કામ જે-તે ઇન્ડસ્ટ્રી ફોરમ હોય તે કરી શકે અથવા જે બ્રાન્ડ લીડર હોય તે કરે.

કેટેગરી માર્કેટિંગનું કામ છે કન્ઝયુમરને સમજાવવાનું કે શા માટે આ કેટેગરી તેમના જીવનમાં જરૂરી છે અને બ્રાન્ડ માર્કેટિંગનું કામ છે જે-તે બ્રાન્ડ કઇ રીતે તે જરૂરિયાત પુરી કરશે.

હવે આને LGDના સંદર્ભમાં જોવો.

શું કોઈએ આ કેટેગરી ડેવલપ કરવાની કોશિશ કરી?! કેટેગરી ડેવેલપ કર્યા વગર નાની મોટી બ્રાન્ડો બજારમાં આવવા લાગી અને પોતપોતાની રીતે વાતો કરવા લાગી.

જોવા જઇયે તો આ ઇલેક્ટ્રિક કાર જેવું ઘણું ઉમદા ઇનોવેશન છે. જો તેને વ્યવસ્થિત રીતે ઇન્ડસ્ટ્રીએ મળી સબ-કેટેગરી અથવા સ્વતંત્ર કેટેગરી તરીકે સ્થાપિત કરી હોત તો આજે આનો નજારો અલગ જ હોત.

ડાયમંડને એક અલગ સ્થાન છે. તે બધાને પરવડે તેવી વાત નથી, હવે LGD પણ ડાયમંડ છે પણ તેનું પ્રમોશન બધાને પરવડે, સસ્તું છે તે રીતે થયું.

આમાં નુકસાન કેટેગરીને થયું. એક, લોકો પોતાને એની સાથે નહિ જોડે કારણ હક્કથી કહી નહિ શકે કે હું LGD વાપરું છું અને બીજું, વેપારીઓએ પણ આને સસ્તામાં વેચવાની દોડ મૂકી અને આખી રમત કિંમત પર આવીને અટકી.

એક બ્રાન્ડ આવી હતી, નેનો તે નિષ્ફળ ગઈ કારણ તેને એક લાખની, સસ્તી કાર તરીકે વેચવા મૂકી. આપણા સમાજમાં ગાડી એક સ્ટેટસ સિમ્બોલ છે. ત્યારે લોકો જો મને આ ગાડીમાં જોશે તો મારુ મૂલ્યાંકન તે મુજબ થશે અને તેથી લોકોને લેવી હતી છતાંપણ ના લીધી અને પ્રોડક્ટ નિષ્ફળ ગયું. બસ આજ વાત LGD માટે થઇ શકે અથવા થઇ હશે.

જો તેને સસ્તી કિંમતના જોરે ના વેંચતા શા માટે આ કેટેગરી જરૂરી છે તેની વાત થઇ હોત, કેટેગરી બની હોત તો લોકો ગર્વથી તે અપનાવત. લોકો કદાચ ખરીદશે પણ, પરંતુ તે LGD છે તેમ કહેશે કે નહિ તે મુશ્કેલ છે.

આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે નેચરલ કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા ઈમોશન / ભાવના વિશે હતા. તેઓ પ્રેમ, સિદ્ધિ, આકાંક્ષાની વાત કરતા હતા. બીજી બાજુ, LGD બ્રાન્ડ્સે ભાવનાઓને નહીં, પરંતુ તેમના વિજ્ઞાનને સાબિત કરવા માટે ઉતાવળ કરી.

તેઓએ તથ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું (ખાણકામ, પર્યાવરણને અનુકૂળ, સસ્તું) પરંતુ લાગણીઓને અવગણી (તે શા માટે મહત્વનું છે, તે મારા વિશે શું કહે છે, તે મને કેવું અનુભવે છે). અને આ વાતમાં મોટી તક રહેલી છે.

કેટેગરી કે બ્રાન્ડ – પહેલા શું? આ વાતને સમજવા આના કરતા ઉમદા ઉદાહરણ ના હોઈ શકે. હવે જયારે આ ઇન્ડસટ્રી બજારમાં ઉપલબ્ધ છે ત્યારે તે જોવાનું હશે કે કઈ રીતે તેઓ પોતાની બ્રાન્ડમાં અલગતા લાવશે. અને બીજી મહત્વની વાત આ કેટેગરી બ્રાન્ડ તરીકે ઉભરશે કે કોમોડિટી થઈને રહી જશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant