આ ટુર્નામેન્ટનું આયોજન લાઠીના તમામ પરિવારો અને યુવાનોને ક્રિકેટ ટુર્નામેન્ટમાં આનંદ અને મનોરંજન પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ દ્વારા નવી યુવા પેઢી એકબીજાને ઓળખશે, ભવિષ્યમાં વ્યવસાય માટે સાથે મળીને કામ કરી શકશે અને પરસ્પર ઓળખાણ વધશે.
આપણા વડીલો વર્ષોથી એકબીજાને ઓળખે છે, તે ઓળખાણને તાજી રાખવા માટે, તેઓને એક મંચ પર લાવીને એકતા મજબૂત કરવી, તેમજ સૌના સહકારથી સામાજિક, આર્થિક અને વ્યવહારિક પ્રસંગોને વધુ સરળ અને સુચારુ બનાવવા, તેમજ સંઘ શક્તિનો વિકાસ કરવો એ આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હતો.
આ ટુર્નામેન્ટમાં સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, જનકભાઈ તળાવીયા (MLA શ્રી લાઠી, બાબરા, દામનગર), શ્રી મનજીભાઈ ધોળકિયા (ભવાની જેમ્સ), ઘનશ્યામભાઈ શંકર (શિવમ જવેલ્સ), કમિટી મેમ્બર શ્રી વિજયભાઇ દેસાઈ, શ્રી હિતેશભાઈ વાવડીયા, શ્રી આર. કે. ધોળકિયા, શ્રી જીગ્નેશભાઈ લાઠીયા, શ્રી વલ્લભભાઈ રીબડીયા, શ્રી બી. યુ. શંકર સહિત સામાજિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube


























