Jewellery sales jump 5 percent in North America
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ઉત્તર અમેરિકા (અમેરિકા અને કેનેડા) ના બજારમાં જ્વેલરીના વેચાણમાં કુલ મૂલ્ય (Gross Value) ની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૫% નો સુધારો નોંધાયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન વેચાયેલા દાગીનાના નંગ અથવા એકમો (Unit Sales) માં ૮% નો ઘટાડો જોવા મળ્યો છે.

જ્વેલરી ઉદ્યોગ માટે બિઝનેસ સપોર્ટ અને એનાલિટિક્સ ક્ષેત્રે કામ કરતી અગ્રણી કન્સલ્ટિંગ ફર્મ ‘એજ રિટેલ અકેડમી’ (Edge Retail Academy) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રિટેલ ડેટા મુજબ, વેચાણમાં થયેલા આ વધારાનું મુખ્ય કારણ પ્રતિ ટ્રાન્ઝેક્શન મળતી સરેરાશ કિંમતમાં (Average Transaction Value) થયેલો વધારો છે.

ઓગસ્ટ ૨૦૨૫ ની સરખામણીએ આ વર્ષે સરેરાશ રિટેલ વેચાણ મૂલ્ય ૧૪% વધ્યું છે, જેના કારણે વેચાણના એકમો ઘટવા છતાં રિટેલર્સ પોતાની આવક સકારાત્મક જાળવી શક્યા છે.

જુદી જુદી કેટેગરી મુજબ વેચાણનું વિશ્લેષણ :

  • ડાયમંડ જ્વેલરી (હીરાના દાગીના) : ડાયમંડ જ્વેલરી સૌથી વધુ પ્રદર્શન કરતી કેટેગરી તરીકે ઉભરી આવી છે. વેચેલા એકમોમાં ૯% નો ઘટાડો થવા છતાં ડાયમંડ જ્વેલરીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૮% નો વધારો થયો છે. આ શ્રેણીમાં સરેરાશ રિટેલ કિંમતમાં ૧૮% નો મોટો ઉછાળો નોંધાયો છે.
  • કર્ડ સ્ટોન અને પર્લ જ્વેલરી (રત્નો અને મોતીના દાગીના) : કલર સ્ટોન અને પર્લ કેટેગરીની કુલ આવકમાં ૪% નો વધારો થયો છે. આ વિભાગમાં યુનિટ સેલ્સ ૧૪% ઘટ્યું હતું, પરંતુ સરેરાશ રિટેલ ભાવ ૨૧% વધતાં એકંદર આવક સકારાત્મક રહી હતી.
  • સ્ટર્લિંગ સિલ્વર અને અલ્ટરનેટિવ મેટલ્સ ( ચાંદી અને અન્ય ધાતુઓ) : સ્ટર્લિંગ સિલ્વર અને અન્ય ધાતુના દાગીના માટે સમયગાળો પડકારજનક રહ્યો હતો. આ કેટેગરીના કુલ વેચાણમાં ૫% અને યુનિટ સેલ્સમાં ૧૯% નો ઘટાડો નોંધાયો છે. સરેરાશ રિટેલ ભાવમાં ૧૭% નો વધારો થયો હોવા છતાં તે યુનિટ વેચાણના ઘટાડાને સરભર કરવા માટે પૂરતો ન હતો.

રિટેલર્સ માટે વિશ્લેષણ અને ભવિષ્યની રણનીતિ :

એજ રિટેલ એકેડમીના અહેવાલ મુજબ, ઓગસ્ટ મહિનો એકંદરે સકારાત્મક રહ્યો છે, પરંતુ આ વૃદ્ધિ વેચાણના વોલ્યુમ કરતાં માત્ર ઊંચા મૂલ્ય (Value-driven) ને આભારી છે. ભવિષ્યમાં સતત ગ્રોથ જાળવી રાખવા માટે જ્વેલરી રિટેલર્સે કસ્ટમર એન્ગેજમેન્ટ, ફોલો-અપ કોમ્યુનિકેશન, સર્વિસ રિમાઇન્ડર્સ, ખાસ ઇવેન્ટ્સ અને અપોઇન્ટમેન્ટ શિડ્યુલિંગ જેવા પગલાં પર ભાર મૂકવો પડશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant