DIAMOND CITY NEWS, SURAT
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ Honourable General (Retd.) Dr. C.G.D.N. Chiwenga ‘GCZM’ તથા કેબિનેટ મિનિસ્ટર્સ અને ટોપ સેક્રેટરીએટ્સ સાથેનું પ્રતિનિધિ મંડળની બે દિવસની ઐતિહાસિક મુલાકાતને પગલે ચેમ્બર ઓફ કોમર્સમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. મંગળવાર, તા. ૧૯ ઓગષ્ટ ર૦રપના રોજ સંહતિ, સરસાણા, સુરત ખાતે ઝીમ્બાબ્વેના એમ્બેસેડર H.E. Mrs. Stella Nkomo એ સુરતના ઉદ્યોગ સાહસિકોને સંબોધ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે,ઝીમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટની સુરતમાં બે દિવસ દરમિયાન ટેક્ષ્ટાઇલ્સ, ડાયમંડસ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા, કેમિકલ્સ તથા ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો અને આગેવાનો સાથે વન–ટુ–વન બિઝનેસ મિટીંગ્સ યોજાશે, જેથી બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના સંબંધોને નવા આયામ મળી શકે. આ ઉપરાંત સુરતના ઉદ્યોગ સાહસિકોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ તકો ઉપલબ્ધ થાય તેમજ બિઝનેસ ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળી શકે.
ઝીમ્બાબ્વેના એમ્બેસેડર H.E. Mrs. Stella Nkomo એ સુરતના ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત–ઝિમ્બાબ્વે વચ્ચે દ્વિપક્ષીય વેપાર વર્ષ 2024માં 130.6 મિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચ્યો છે. આ આંકડો દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સહકારના નવા અવસર ઝડપથી વધી રહ્યા છે. ઝિમ્બાબ્વે સોનું, પ્લેટિનમ અને લિથિયમ જેવા કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ છે, જ્યાં સુરત સહિત સમગ્ર ભારતના રોકાણકારો અને ઉદ્યોગકારો માટે રોકાણ કરવા માટેની તકો ઉપલબ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે ઝીમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ Honourable General (Retd.) Dr. C.G.D.N. Chiwenga ‘GCZM’ ની સુરત મુલાકાતથી વ્યાપાર વિસ્તરણ, રોકાણ પ્રોત્સાહન અને સાંસ્કૃતિક સહકારના નવા માર્ગ ખૂલશે. ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે સહકારના મુખ્ય ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાદન, એગ્રો પ્રોસેસિંગ અને મશીનરીકરણ, માઇનીંગ ક્ષેત્રે સોનું, પ્લેટિનમ અને લિથિયમ માઇનીંગમાં જોઇન્ટ વેન્ચર, ટેકનોલોજી ક્ષેત્રે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક તથા ઈ-ગવર્નન્સના ઉકેલો અને મેન્યુફેક્ચરિંગ તથા ઊર્જા ક્ષેત્રે ઇનોવેશન્સ, ઊર્જા પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક ક્ષમતા વિકાસનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઝિમ્બાબ્વે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ માટે સતત પગલાં લીધા છે, જેથી ભારત સહિતના અન્ય દેશોના રોકાણકારો માટે દેશ વધુ અનુકૂળ બને. ભારત સાથેના લાંબા સમયથી ચાલતા રાજદ્વારી સંબંધો બંને દેશોને દીર્ઘકાલીન, ટકાઉ ભાગીદારી તરફ દોરી જશે તેવી આશા એમ્બેસેડરે વ્યક્ત કરી હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















