યુએસ ઓનલાઈન હોલિડે સેલ્સ વાર્ષિક ધોરણે 4% વધ્યો કારણ કે ગ્રાહકોએ 2024ના પ્રથમ છ મહિનામાં બચત કરેલા પૈસા ખર્ચ્યા.
સેલ્સફોર્સ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ડેટા અનુસાર, નવેમ્બર થી ડિસેમ્બર રજાના સમયગાળામા આવક $282 બિલિયન સુધી પહોંચી, જ્યારે વૈશ્વિક વેચાણ 3% વધીને $1.2 ટ્રિલિયન થયું. જોકે, ઉચ્ચ રીટર્ન વૉલ્યુમથી એકંદરે નફાને અસર થઈ શકે છે, જે વાર્ષિક ધોરણે 28% વધીને $122 બિલિયન થયું.
ગ્રાહકો અને છૂટક વેપારીઓ બંનેએ પ્રોડક્ટ ભલામણો અને વ્યક્તિગત ઓર્ડર સપોર્ટ દ્વારા રજાઓની ખરીદી વધારવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI – Artificial Intelligence) અને એજન્ટોનો ઉપયોગ વધાર્યો હતો, જેના દ્વરા તમામ ઓનલાઈન વેચાણ પર 19% અસર થઈ, એમ સેલ્સફોર્સે નોંધ્યું હતું.
સેલ્સફોર્સ ખાતે ગ્રાહક આંતરદૃષ્ટિના ડિરેક્ટર કૈલા શ્વાર્ટ્ઝે જણાવ્યું હતું કે, “રિટેલર્સની રજાઓની મોસમ મજબૂત રહી હતી, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં રીટર્ન્સ દરમાં 28%નો વધારો ચિંતાનું કારણ છે. જે છૂટક વેપારીઓએ AI અને એજન્ટોને અપનાવ્યા છે તેઓ પહેલાથી જ ફાયદા જોઈ રહ્યા છે, પરંતુ નવા વર્ષમાં આ સાધનો વધુ મહત્વપૂર્ણ બનશે કારણ કે છૂટક વેપારીઓ રીટર્ન્સ પર આવકના નુકસાનને ઘટાડવા અને ખરીદદારો સાથે ફરીથી જોડાવાનું લક્ષ્ય રાખે છે.”
સેલ્સફોર્સે 1.5 અબજ ખરીદદારો પાસેથી ડેટા એકત્રિત કરીને નોંધ્યું હતું કે, જનરલ એપેરલ, જેમાં જ્વેલરીનો સમાવેશ થાય છે, તેના પર યુએસમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ દર 33% હતો, જ્યારે આરોગ્ય અને સુંદરતામાં 29% અને ઘરના સામાન અને સજાવટમાં 18% ઘટાડો જોવા મળ્યો હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















