પોલ ઈન્ટનરેશનલ એરપોર્ટ પરથી અમેરિકન કસ્ટમ વિભાગે જાણીતી બ્રાન્ડની નકલી વસ્તુઓ પકડી

પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુલ 364 નકલી વસ્તુઓ જપ્ત કરાઈ છે, જેની અંદાજીત રિટેલ પ્રાઈસ 482,000 ડોલરથી વધુ હોવાનો અંદાજ છે.

US Customs Department seized counterfeit products of well-known brands
ફોટો સૌજન્ય : યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

લુઈ વિટન, ડિયોર, ચેનલ અને ગુચી જેવી બ્રાન્ડના નકલી બ્રેસલેટ, ઈયરિંગ્સ, નેકલેસ અને વીંટી જેવી જ્વેલરી તાજેતરમાં યુએસ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા મિનેપોલિસ સેન્ટ પોલ ઈન્ટનરેશનલ એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યા છે.

મિનિયોપોલિસ સેન્ટમાં અમેરિકાના કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ કામગીરી કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુલ 364 નકલી વસ્તુઓ જપ્ત કરાઈ છે, જેની અંદાજીત રિટેલ પ્રાઈસ 482,000 ડોલરથી વધુ હોવાનો અંદાજ છે.

કસ્ટમ્સના પ્રવક્તાએ કહ્યું કે, અધિકારીઓ એ નક્કી કરવામાં સક્ષમ હતા કે આ વસ્તુઓ પર નકલી લોગો હતા. કેમ કે શિપમેન્ટ ખોટી રીતે પ્રસ્તુત થયું હતું. ગુડ્સ ખરાબ ગુણવત્તાનો હતો. લેબલ નહોતા અને પેકેજિંગ પણ ખોટી રીતે કરાયું હતું.

ડિઝાઈનર કંપનીઓના પેટન્ટ ટ્રેડમાર્કના ઉલ્લંઘન કરવાના એ કેસમાં 2 એપ્રિલે કાર્યવાહી કરાઈ હતી. 364 વસ્તુઓ કબજે લેવાઈ હતી. કસ્ટમના પ્રવક્તાએ કહ્યું કે, નકલી ગુડ્સનો વ્યાપક પ્રમાણમાં ગેરકાયદે વેપાર થાય છે. પાછલા વર્ષે કસ્ટમે કુલ મળીને લગભગ 23 મિલિયનની નકલી ચીજવસ્તુઓ પકડી હતી. જો તે રિઅલ વસ્તુ હોય તો તેની રિટેલ પ્રાઈસ 2.4 બિલિયન ડોલર થતી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant