સોના, ચાંદી અને હીરામાંથી સુરત ડાયમંડ બુર્સની બે કિલોની રેપ્લિકાએ જમાવ્યું આકર્ષણ

દેશના સાત રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરી પંચધાતુમાં, 102 કેરેટના 6886 હીરામાંથી બુર્સની બે કિલોની રેપ્લીકા

Two kg replica of the Surat Diamond Bourse made of gold silver and diamonds created an attraction
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરતની ચમકમાં ચાર ચાંદ લગાવી દેતા ડામયંડ હીરા બુર્સને લઈને સમગ્ર રાજ્ય, દેશની સાથે વિશ્વભરમાં ચર્ચાઓ છે. પેન્ટાગોન કરતાં મોટા કોમર્શિયલ બિલ્ડીંગનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. ત્યારે આ અગાઉ સુરતના સરસાણા ખાતે યોજાયેલા રૂટઝ બીટૂબી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બુર્સની હીરા, સોના અને ચાંદી વડે બનેલી આબેહૂબ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

જ્વેલરી ઉત્પાદકે હીરા, સોના, ચાંદીના ઉપયોગથી બુર્સની પ્રતિકૃતિ બનાવી છે. ફ્લોરા જ્વેલર્સના ઓનર જતીન કાકડિયાએ કહ્યું કે, ‘આ એક આઈકોનિક બિલ્ડિંગ છે, જેથી આ પ્રતિકૃતિ બનાવી છે, જેના દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાશે. કારણ કે, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, જેમાં બુર્સ જેવા જ કલર લાવવા કોપર, ઝિંક અને એલોઈ સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે. જ્યારે 102 કેરેટના 6,886 હીરા છે.

પ્રતિકૃતિ બનાવનારે કહ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાનાં છે. તે અંગેની જાહેરાત થતાં જ આ પંચ ધાતુમાંથી પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનનું જે વિઝન છે. તે ડાયમંડ જ્વેલરી સમગ્ર વિશ્વને પૂરું પાડે છે. ત્યારે આ પ્રતિકૃતિ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant