મીનીબજાર અને મહિધરપુરાથી સુરત ડાયમંડ બુર્સની બસ સેવા શરૂ કરવા દલાલોની માંગણી

સુરત ડાયમંડ બુર્સના અગ્રણી મથુર સવાણીને મહિધરપુરાના દલાલોએ રજૂઆત કરી : મનપાના સહયોગથી બસ સર્વિસ શરૂ કરવા બુર્સ કમિટીની ખાતરી

Brokers demand to start bus service from Minibazar and Mahidharpura to Surat Diamond Bourse
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરતના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સ ગઈ તા. 21 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. પહેલાં તબક્કામાં બુર્સમાં 135 હીરાના વેપારીઓએ ઓફિસ શરૂ કરી છે. આ સાથે જ કિરણ જેમ્સ દ્વારા બુર્સમાં હીરાનો સોદો કરી આપનાર દલાલોને વધારે દલાલીની ઓફર આપવામાં આવી છે, ત્યારે બુર્સમાં વેપાર કરવા માટે વેપારી અને દલાલો આકર્ષાયા છે, પરંતુ સુરતના પરંપરાગત હીરા બજારો વરાછાના મિનીબજાર અને મહિધરપુરાથી સુરત ડાયમંડ બુર્સનું અંતર ખૂબ વધું છે.

વળી સીધી પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા નથી, તેથી દલાલોને તકલીફ પડી રહી છે. તેથી દલાલોએ મહીધરપુરા અને મીનીબજારથી ડાયરેક્ટ સુરત ડાયમંડ બુર્સ વચ્ચે દોડતી બસ સર્વિસ શરૂ કરાવવા સુરત ડાયમંડ બુર્સની કમિટીને રજૂઆત કરી છે.

ગઈ તા. 21 નવેમ્બરથી ખજોદ ડ્રીમ સિટી સ્થિત સુરત ડાયમંડ બુર્સમાં 135 હીરા વેપારીએ ઓફિસો શરૂ કરી છે. ત્યારે એકથી બે ટકા સુધીના બ્રોકરેજની સ્કીમને લીધે કેટલાક બ્રોકર હીરાનાં વેચાણ માટે SDB જઈ રહ્યા છે.

બુર્સનું અંતર વધુ હોવા સાથે ડાયમંડ બ્રોકરોને સરળતા રહે એ માટે સોમવારે સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ SDBના અગ્રણી પદ્મશ્રી મથુરભાઈ સવાણીને બસસેવા શરૂ કરવા રજૂઆત કરી છે. નાકરાણીએ કહ્યું હતું કે, ઘણા બ્રોકર તેઓના ગ્રાહક એવા વેપારીઓ વતી કામ સુરત ડાયમંડ બુર્સમાં કામ કરવા માંગે છે. વરાછા મીનીબજાર અને મહિધરપુરા હીરાબજાર એમ સુરતનાં બંને મુખ્ય હીરા બજારથી દર કલાકે ડાયમંડ બુર્સની બસ સેવા શરૂ કરવા રજૂઆત કરી છે.

SDBના અગ્રણી પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આ અંગે સુરત મહાનગર પાલિકા સાથે મળી બુર્સ સુધીની સિટી બસ સેવા શરૂ કરાવવા ખાતરી આપી છે. બ્રોકર એસોસિએશને બસ સેવા માટે માસિક પાસ આપવાની વ્યવસ્થા ગોઠવાય તો બ્રોકરને સરળ પડે એવી રજૂઆત કરી છે. સુરતમાં વરાછા, કતારગામ અને મહિધરપુરાનાં હીરા બજારોમાં મોટી સંખ્યામાં બ્રોકરો કામ કરી રહ્યા છે. બે હીરા વેપારીઓ વચ્ચે હીરાના સોદામાં હીરા દલાલની મહત્ત્વની ભૂમિકા વેપાર ધારામાં 1965થી ચાલતી આવી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant