સુરત ડાયમંડ બુર્સ – અદ્ભુત… અવિશ્વસનીય… અસાધારણ…

સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગે અલગ-અલગ ક્રાઈટેરિયામાં વિશ્વની બે સૌથી મોટી બિલ્ડીંગ - દુબઈની બુર્જ ખલીફા અને અમેરિકાની પેન્ટાગોનને પછડાટ આપી છે.

Surat Diamond Bourse - Awesome... Unbelievable... phenomenal...
સૌજન્ય : સુરત ડાયમંડ બુર્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

Estimated reading time: 5 minutes

ડાયમંડ સિટી, સુરત.

ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં ડાયમંડ બુર્સ વિશ્વ સમક્ષ ખુલ્લો મુકવામાં આવશે. ડાયમંડ બુર્સની તમામ ખાસિયતોએ આજે તેને વિશ્વ કક્ષાએ મૂકી દીધું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગે અલગ-અલગ ક્રાઈટેરિયામાં વિશ્વની બે સૌથી મોટી બિલ્ડીંગ – દુબઈની બુર્જ ખલીફા અને અમેરિકાની પેન્ટાગોનને પછડાટ આપી છે. હવે ડાયમંડ બુર્સમાં વર્ષે 2 લાખ કરોડ કરતા વધુનો ડાયમંડનો બિઝનેસ થશે તે સાથે જ તે વર્લ્ડનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે અને વિશ્વમાં ડંકો વગાડશે.

વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરશે

સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં ફેલાયેલો છે. ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત શહેરનો હીરાઉદ્યોગ સમગ્ર વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ ઉભી કરશે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ કરતો હતો, પરંતુ હવે ટ્રેડિંગ હબ પણ બનવા જઈ રહ્યું છે. ડાયમંડ બુર્સ રૂ. 2,500 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 1.48 લાખ ચોરસ મીટર ફેલાયેલા બુર્સમાં વર્ષે 2 લાખ કરોડ કરતા વધુનો ડાયમંડનો વેપાર થશે.

ગ્રાઉન્ડ અને 15 માળના 9 ટાવર

સુરત ડાયમંડ બુર્સમાં 10 હજારથી વધુ ટુ વ્હીલર અને 4,500થી વધુ ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા છે. તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડાયમંડ વેપારીઓ માટે 4,200 ઓફિસો છે. તેમાં વેપારીઓ અને અન્ય લોકો માટે રહેવાની સુવિધા તેમજ હાઉસિંગ કોલોની પણ હશે. 15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરાશે અને તમામ લેન્ડસ્કેપ પંચ તત્વ થીમ પર ડિઝાઈન કરાશે. ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં પણ લેન્ડસ્કેપીંગ ડિઝાઈન કરાશે. ગ્રાઉન્ડ અને 15 માળના 9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે. આ ઉપરાંત બિલ્ડીંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે.

2016માં 36 એકર જમીન સુરત ડાયમંડ બુર્સને સોંપી

સુરત ડાયમંડ બુર્સમાં રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર થશે. આ પ્રોજેક્ટના કારણે સુરતમાં બે લાખ કરોડનો વેપાર થશે. ગુજરાત સરકારે 22 ઓક્ટોબર 2016ના દિવસે 36 એકર જમીન સુરત ડાયમંડ બુર્સ કમિટીને સોંપીને પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુંબઈ અને વિદેશના વેપારીએ અહીં બુકિંગ કરાવ્યું છે. જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. વિશ્વના ખૂણા-ખૂણાથી બાયર્સ અહીં આવશે તો MSME સાથે જોડાયેલા લોકો જે મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોંતા તેઓને ઓછા ભાવે અહીં ઓફિસો મળશે. તેમને ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેના કારણે સીધો લાભ વેપારીને થશે.

સુરતમાં ઇન્કમટેક્સ રિટર્નથી ગુજરાત સરકારને લાભ

હીરા-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલીઓ હતી, કારણ કે સુરતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે અને મુંબઈમાં ટ્રેડિંગ હબ છે. વેપારીઓને બન્ને જગ્યાએ ઓફિસ રાખવી પડતી હતી. જેનો ખર્ચો પણ વધારે હતો. કોરોનાકાળમાં બે વર્ષમાં જોવામાં આવ્યું છે કે, મુંબઈમાં વેપારીઓને અસર થઈ છે. વેપારીઓને અહીં શૈક્ષણિક, મેડિકલ અને પોતાના આવવા-જવા જેવી સુવિધાઓ ઓછા ભાવે મળી રહેશે. સાથે જ આ ટ્રેડિંગ હબના કારણે સ્થાનિક લોકોને પણ રોજગાર મળશે. સૌથી અગત્યની વાતએ છે કે, તમામના ઇન્કમટેક્સ રિટર્ન સુરત ફાઈલ થશે. જેનો સીધો લાભ ગુજરાત સરકારને મળશે. આ પ્રોજેક્ટ 2,500 કરોડ રૂપિયાનો છે. લોકો પાસે પૈસા લઈને જ આ પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરાય છે.

અમેરિકાના પેન્ટાગોન બિલ્ડીંગને પછડાટ

ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસ ફૂટ છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન 67 લાખ ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અર્થમાં સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.

ડાયમંડ બુર્સમાં કુલ 4,000 સીસીટીવી કેમેરા

હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4,200 ઓફિસો છે. આ ઉપરાંત 4500 ફોર વ્હીલર અને 10 હજાર ટુ વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.

ડ્રીમ સિટીના મુખ્ય એન્ટ્રન્સની વિશેષતાઓ

1.60 મીટર પહોળાઈના ગેટને આવરી લેતો વિસ્તાર 67.10 મીટર બાય 31.45 મીટર, 15 મીટર ઊંચાઈનો રહેશે. બુર્સ તથા ડ્રીમ સિટીનો મુખ્ય એન્ટરન્સ પ્રવેશ માટે આધુનિક સિકયુરિટીને આવરી લેતી ડીઝાઈન બનાવાઈ છે. તમામ પસાર થતા વાહનો તથા મુલાકાતીઓ માટે ડિજિટલ ચેકીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વ્યાપારી ધોરણે તથા પર્યટકોના આકર્ષિત સ્કાયડેકમાં જવા માટે એન્ટ્રન્સ ફોયર તથા પ્રવેશદ્વાર છે. ગેટની બંને તરફે મુલાકાતીઓ માટે લીફટ, વોશરૂમની સુવિધા છે અને સ્કાયડેક વિઝન વ્યૂવીંગ ગેલેરી આવી છે. ડ્રીમ સીટીનો પ્રવેશદ્વાર સુરતની ઓળખ બનશે, જે ફકત પ્રવેશદ્વાર નહીં પરંતુ મલ્ટી પર્પઝ માટે ઉપયોગ થશે. ગેટ ઉપર વિશાળ પહોળાઈમાં સ્કાયપેકનો વપરાશ કુડ, કોર્ટ, કેફેટ એરીયા, ટેલીસ્કોપ પોઈન્ટ, સિટીંગ એરીયા તથા સુરતની ઐતિહાસીક ઝાંખી દર્શાવતી ડીસપ્લે મૂકવામાં આવી છે. સ્કાયડેકનો આકાર ડાયમંડ જ્વેલરીના રીંગના સ્વરૂપે તૈયાર કરાયો છે. સ્કાયડેકમાંથી મુલાકાતીઓ ડ્રીમ સિટી તથા ડાયમંડ બુર્સ બિલ્ડીંગ જોઈ શકાશે.

ડ્રીમ સિટીની ઓફિસ બિલ્ડીંગમાં ઓડિટોરીયમ

સુરત ડાયમંડ બુર્સનાં આઈકોનીક બિલ્ડીંગની સામે 200 ફુટના રસ્તાના જંકશન પર 350 ચો.મી. જમીનમાં ડ્રીમ સિટી લિમીટેડના સ્ટાફ તથા બોર્ડ મેમ્બર માટે એક્સક્લુઝિવ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ બનશે. ગ્રીન બિલ્ડીંગના માપદંડ પર આધારિત ઓફિસ બિલ્ડીંગ કુલ 12,775 ચો.મી. બાંધકામમાં કરવામાં આવ્યો છે. એન્ટ્રી સહિત ડબલ હાઈટ ફોયર તથા લોન્ચ છે. 130 વ્યક્તિઓનો સમાવેશ થાય તેવું ઓડિટોરીયમ બનાવવામાં આવ્યું છે. અને છઠ્ઠા માળે બોર્ડ મેમ્બર માટેની ઓફિસો, બોર્ડ રૂમ, રેસ્ટોરન્ટ તથા કેન્ટીન તથા બેંકની શાખા તેમજ ATM મુકવામાં આવ્યા છે.

એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગની વ્યવસ્થા

આઇકોનીક બુર્સની એન્ટ્રી પણ ભવ્ય છે, જે મલ્ટી પર્પઝ માટે ઉપયોગમાં લેવાશે. ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરનાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ વિસ્તારનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું આયોજન પાલિકાએ હાથ ધર્યું છે. શહેરની ઓળખ સમા ડાયમંડ બુર્સ – ડ્રીમ સિટીની ઓળખને અનુરૂપ પ્રવેશદ્વારને પણ આકર્ષક બનાવવા હીરા ઘસવાના વ્યવસાયમાં વપરાતાં સાધન ‘કટોરી’ આધારીત ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

વિશ્વના 175 કરતાં વધુ દેશોના બાયર્સ આવશે

ડાયમંડ બુર્સમાં રોજના લાખો લોકોની અવરજવર રહેશે. જેના માટે ટ્રાન્સપોર્ટેશનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધા સમયસર મળી રહે તેવું આયોજન હાથ ધરાયું છે, તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત સરસાણાથી ડાયમંડ બુર્સ, ખજોદ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સમાં જે ડાયમંડ ફેક્ટરીઓના માલિકો તેમજ નાના-મોટા ડાયમંડના વેપારીઓએ ઓફિસ ખરીદી છે, તેનું ઇન્ટિરિયર આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવી રહ્યું છે. વિશ્વના 175 કરતાં વધુ દેશોના બાયર્સ અહીં આવશે ત્યારે તેમને આકર્ષવા માટે ડાયમંડ બુર્સની તમામ ઓફિસો આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયાર કરવામાં આવી રહી છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant