સુરત ડાયમંડ ઍસોસિયેશન હીરા ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ સંસ્થા છે. આ સંસ્થા ઉદ્યોગ, સમાજ, શિક્ષણ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજનાં હિતમાં કાર્ય કરે છે. ખાસ કરીને, ઉદ્યોગના પ્રશ્નોની સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવા માટે સતત પ્રયાસો કરે છે. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકારના કરવેરા (ટેક્સ) સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે સમયાંતરે સેમિનારોનું આયોજન પણ કરે છે.
નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ તેમજ ઉત્પાદકો મોટા ખરીદદારો (બાયર્સ) સાથે સીધા સંપર્કમાં આવે અને નવીન મશીનરીઓ તેમજ ટેક્નોલૉજી અપનાવે, તે હેતુથી સુરત ડાયમંડ ઍસોસિયેશન દ્વારા નેચરલ અને લેબગ્રોન લૂઝ ડાયમંડ, જ્વેલરી, ડાયમંડ મશીનરી, સોફ્ટવેર અને ડાયમંડ ટેક્નોલૉજીનું B2B “કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો”નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોની શરૂઆત જુલાઈ-2018માં થઈ હતી, અને ત્યારબાદ ઓગસ્ટ-2019, જુલાઈ-2022, જૂન-2023, જુલાઈ-2024માં સફળતાપૂર્વક આયોજન થયું હતું.
આગામી “6ઠ્ઠો B2B કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો” તા. 11, 12 અને 13 જુલાઈ, 2025ના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, ખજોદ ચોકડી, અલથાણ રોડ, સુરત ખાતે યોજાશે. અગાઉના તમામ પાંચ એક્સ્પો અત્યંત સફળ રહ્યા હતા અને ઉદ્યોગ માટે નવી તકો ઊભી કરી હતી.
‘કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો’એ હીરા ઉદ્યોગ માટે નવા માર્ગો ખોલ્યા છે. આ એક્સ્પોએ ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધો સંપર્ક સાધવાની તક આપે છે, જેનાથી B2B વ્યવહારોને વેગ મળે છે. દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરી ઉચ્ચ ગુણવત્તાવાળા ડાયમંડની શોધમાં હોય છે, અને આ એક્સ્પો તેમને નવા સપ્લાયર્સ પૂરા પાડે છે.
આ વખતે પણ 6ઠ્ઠો B2B ‘કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો’ તા. 11, 12 અને 13 જુલાઈ, 2025ના રોજ SIECC, સરસાણા, સુરત ખાતે યોજાશે. આ એક્સ્પોમાં નેચરલ અને લેબ-ગ્રોન લૂઝ ડાયમંડ, જ્વેલરી, ડાયમંડ મશીનરી, સોફ્ટવેર અને ડાયમંડ ટેક્નોલૉજીના બૂથ રાખવામાં આવેલ છે.
આ વર્ષે મુંબઈ, પુણે, ચંડીગઢ, અમૃતસર, લખનૌ, કાનપુર, જયપુર, રાયપુર તેમજ ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેરોમાં અને વિદેશમાં અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ વગેરે સ્થળોએ રોડ શોનું આયોજન કરવામાં આવશે.
‘કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો’નો પ્રચાર દેશ-વિદેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિન્ક્ડઇન, ટ્વિટર અને યૂટ્યૂબ પર જોરશોરથી શરૂ થઈ ગયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર સાથે સંકળાયેલા 2000થી વધુ લોકોએ અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
વિઝિટર્સ રજીસ્ટ્રેશન 5 એપ્રિલ, 2025થી સુરત ડાયમંડ ઍસોસિયેશનની વેબસાઇટ www.sdasurat.org પર શરૂ થઈ ગયું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















