સોથેબીઝએ પેરિસના ઓક્શનમાં અંદાજ કરતા ઊંચી કિંમતે ડાયમંડ જ્વેલરી વેંચી

સોથેબીની વેબસાઈટ અનુસાર ઓક્શન હાઉસ દ્વારા 27મી માર્ચે પેરિસ ફાઇન જ્વેલ્સ સેલમાં સુંદર કટ, ડી કલર, વીએસ2 ક્લેરિટીવાળી જ્વેલરી વેંચી હતી

Sothebys sold diamond jewellery at Paris auction for higher price than the estimate-1
ફોટો : હેમરલે હીરાની વીંટી. (સોથેબીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં પેરિસ ખાતે સોથેબીઝના ઓક્શનનું આયોજન થયું હતું. આ હરાજીમાં હીરાની જ્વેલરીએ અંદાજ કરતા વધુ કિંમત મેળવી હતી. હેમરલેની 6.79 કેરેટની હીરાની અંગુઠી સૌથી ઊંચી કિંમતે વેચાઈ હતી. તે 328,890 ડોલરમાં વેચાઈ હતી.

સોથેબીઝની વેબસાઈટ અનુસાર ઓક્શન હાઉસ દ્વારા 27મી માર્ચે પેરિસ ફાઇન જ્વેલ્સ સેલમાં સુંદર કટ, ડી કલર, વીએસ2 ક્લેરિટીવાળી જ્વેલરી વેંચી હતી. જેની કિંમત 2,69,760 ડોલરથી વધુ હતી. આ હરાજીથી ઓક્શન હાઉસને કુલ 5.9 મિલિયન ડોલરની આવક થઈ હતી.

કાર્ટિયર, ચોમેટ, વૈન ક્લીફ એન્ડ અર્પેલ્સ અને બાઉચરન સહિત દિગ્ગજ ડિઝાઈન હાઉસની સિગ્નેચર જ્વેલરીએ ઓક્શનમાં સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, તેમ છતાં હીરા સૌથી ઊંચી કિંમતે વેચાયા હતા.

ઓક્શનમાં સૌથી ઊંચી કિંમતે વેચાયેલી 5 જ્વેલરી :

કાર્ટિયરનું બ્રેસલેટ જેમાં ઓનિક્સ, એમરલ્ડ અને ચમકદાર પીળા ટીન્ટેડ હીરા જડેલા છે. જેની વાઘ જેવા દેખાય તેવી રચના કરાઈ છે. તે 3,22,043 ડોલરમાં વેચાયું છે.

કાર્ટિયરની માર્કવિઝ આકારની 7.62 કેરેટ, એફ કલર, વીવીએસટુ ક્લેરિટી ધરાવતી હીરાની વીંટી 2,32,979 ડોલરમાં વેચાઈ હતી. તેની અંદાજીત કિંમત 1,51,082 રાખવામાં આવી હતી. તેના કરતા અનેકગણી કિંમતે વીંટી વેચાઈ હતી.

સોથેબીના ઓક્શનમાં સ્ટેપ કટ એમરલ્ડ અને સ્ટેપ કટ રાઉન્ટ કડ રોઝ ડાયમંડની પંક્તિ સાથે સેટ કરેલા આ નેકલેસે તેની અંદાજિત કિંમત 1,07,904 ડોલર કરતા ઊંચી કિંમત મેળવી હતી. સોથેબીએ આ નેકલેસ 1,91,854 ડોલરમાં વેચ્યો હતો.

કુશન કટ 5.58 કેરેટની કાશ્મીરી નીલમ ધરાવતી વીંટી ગોળ અને સિંગલ કટ હીરાની બે પંક્તિઓથી ઘેરાયેલી છે. આ વીંટી 1,57,623 ડોલરમાં વેચાઈ હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant