સોથેબીઝએ ન્યુયોર્કના જ્વેલરી સેલમાંથી 8 મિલિયન ડોલરની કમાણી કરી

આ હરાજીમાંથી સોથેબીએ કુલ 8 મિલિયન ડોલરની કમાણી કરી હતી. ઓક્શન હાઉસ માટે જ્વેલરી સેલ સફળ રહ્યો હતો.

Sothebys earned $8 million from the New York jewellery sale-1
ફોટો : 8.02-કેરેટ હીરાની વીંટી. (સોથેબીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથેબીઝએ તાજેતરમાં ન્યુયોર્ક ખાતે એક જ્વેલરી સેલનું આયોજન કરાયું હતું. આ સેલ સફળ રહ્યો હતો. આ હરાજીમાં 8.02 કેરેટનો એક ડાયમંડ સૌથી વધુ 215.900 ડોલરમાં વેચાયો હતો. આ હરાજીમાંથી સોથેબીએ કુલ 8 મિલિયન ડોલરની કમાણી કરી હતી. ઓક્શન હાઉસ માટે જ્વેલરી સેલ સફળ રહ્યો હતો.

જ્વેલરી સેલમાં સૌથી વધુ કિંમતે નીલમ કટ ધરાવતો એચ કલરનો વીએસ 1 ક્લેરિટીવાળી હીરાની વીંટી વેચાઈ હતી. આ વીંટીની મહત્તમ કિંમત 200,000 ડોલર અંદાજવામાં આવી હતી, પરંતુ તે તેનાથી વધુ કિંમતે 215.900 ડોલરમાં વેચાઈ હતી.

7 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સેલમાં બે ઊંચી કિંમતની જ્વેલરીને ખરીદદાર મળ્યા નહોતા, જેમાં એક પિઅર આકારની બાઉશેરોનની 5.01 કેરેટની હીરાની વીંટી અને 0.76 કેરેટ ફૅન્સી લાલ હીરાની વીંટીનો સમાવેશ થાય છે. આ બંને વીંટીને 200,000 થી 300,000 ડોલરની કિંમત મળે તેવો અંદાજ મુકાયો હતો. કુલ મળીને સોથેબીએ હરાજીમાંથી 7.9 મિલિયન ડોલરની કમાણી કરી હતી.

હરાજીમાં ઊંચી કિંમતે વેચાયેલી ટોપ 5 જ્વેલરી

આ બલ્ગારી નેકલેસનું કુલ વજન 36.35 કેરેટ છે. તે 78 રાઉન્ડ હીરા ધરાવે છે. તેની 120,000 ડોલરની ઊંચી કિંમતે વેચાઈ હતી. હરાજી પહેલાં 190.500 ડોલર કિંમત મળશે તેવો અંદાજ હતો, પરંતુ વધુ કિંમત મળતા ઓક્શન હાઉસ ખુશ થયું હતું.

જે લેન્ડૌ દ્વારા ડિઝાઈન કરાયેલો એમરલ્ડ કટ 7.85 કેરેટની હીરાની વીંટીનું કુલ 1.43 કેરેટ વજન છે. આ વીંટી 177.800 ડોલરની કિંમતે વેચાઈ છે.

સોથેબીએ હરાજીમાં ટિફનીની જ્વેલરી પણ મુકી હતી. જેમાં 5.01 કેરેટ, ઈ કલર વીવીએસ ટુ ક્લેરિટી ધરાવતી ડાયમંડ સોલિટેર રિંગ હતી. આ રિંગ 152.400 ડોલરમાં વેચાઈ હતી.

આ ઉપરાંત વેલેન્ટિન મેગ્રોની એક રિંગ જેમાં કુશન કટ 7.71 કેરેટ, ફેન્સી ગાઢ પીળો રંગ, વીએસ ટુની ક્લેરિટી ધરાવે છે. તે 101.600 ડોલરમાં વેચાઈ હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant