DIAMOND CITY NEWS, SURAT
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ’રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કિંગમાં ચેક ક્લિયરીંગની પ્રક્રિયાને ઝડપી બનાવવાના હેતુથી રિયલ-ટાઈમ ચેક ક્લિયરન્સ સિસ્ટમ તા. ૦૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજથી અમલી બનાવવામાં આવી હતી. પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે જે ચેક થોડા કલાકોમાં જ ક્લિયર થવાના હતા. એ ચેક ગત ૬-૭ દિવસથી ક્લિયર થયા નથી તેવી ફરિયાદ અનેક વેપારીઓ અને ઉદ્યોગકારોએ કરી છે. જેને કારણે બેન્કના સ્ટાફ માટે પુનઃ જૂની મેન્યુઅલ સિસ્ટમથી ચેક ક્લિયર કરવાની નોબત આવી છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘દિવાળીની સીઝનમાં લિક્વિડિટી અટકવાથી વેપાર-વ્યવસાય પર સીધો પ્રભાવ પડી રહ્યો હોવાની અને ફ્રોડ થવાની સંભાવના હોવાની વેપારીઓએ ફરિયાદ કરી હતી. તેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સેમ-ડે ચેક ક્લિયરીંગના નિયમને એક મહિના માટે સ્થગિત કરવા અંગેની રજૂઆત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજરને કરવામાં આવી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















