વિશ્વના સૌથી મોટા બ્લેક ડાયમંડના સોદામાં ક્રિપ્ટોના રિચાર્ડ હાર્ટે છેતરપિંડી કરી હોવાના SECના આક્ષેપ

રિચાર્ડ હાર્ટ અને તેની ક્રિપ્ટો કંપનીઓ હેક્સ, પલ્સચેન અને પલ્સએક્સ પર 1 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ અને સિક્યોરીટીઝની અનરજિસ્ટર્ડ ઓફર કરવાના આક્ષેપો કરાયા

SEC Accuses Cryptos Richard Hart of Fraud in World's Largest Black Diamond Deal
ધ એનિગ્મા અને રિચાર્ડ હાર્ટ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ક્રિપ્ટોના બોસ રિચાર્ડ હાર્ટ વિરુદ્ધ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. વિશ્વના સૌથી મોટા 555.55 કેરેટના કાર્બાન્ડો નેચરલ બ્લેક ડાયમંડ એનિગ્માને 4.3 મિલિયન ડોલરમાં ખરીદવા સંદર્ભનો આ મામલો છે. એવા આક્ષેપ છે કે મૂળ કિંમત કરતા વધુ છે.

વોશિંગ્ટનના એસઈસી (સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન) દ્વારા ગઈ તા. 31 જુલાઈના રોજ રિચાર્ડ હાર્ટ અને તેની ક્રિપ્ટો કંપનીઓ હેક્સ, પલ્સચેન અને પલ્સએક્સ પર 1 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ અને સિક્યોરીટીઝની અનરજિસ્ટર્ડ ઓફર કરવાના આક્ષેપો કરાયો છે.

એસઈસીએ હાર્ટ અને પલ્સચેન પર મેકલેરેન અને ફેરારી સ્પોર્ટ્સ કાર, ચાર રોલેક્સ ઘડિયાળો (એકસાથે 3 મિલિયન કરતા વધુ કિંમતની) અને ધ એનિગ્મા ખરીદવા માટે ઓછામાં ઓછા 12 મિલિયન ડોલરની ગેરરીતિ કરી છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો.

આ હીરાને સોથેબી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રિઝર્વ વગર એક જ લોટની ઓનલાઈન હરાજીમાં વેચવામાં આવ્યો હતો. ઓક્શન હાઉસે ખરીદનારનું નામ નથી આપ્યું પરંતુ યુએસ ટેક ઉદ્યોગ સાહસિક રિચાર્ડ હાર્ટે તેના 180,000 ફોલોઅર્સ માટે ટ્વીટ કર્યું હતું તે તેણે ખરીદ્યું છે.

હાર્ટે કહ્યું હતું કે, તે સ્ટોન માટે ક્રિપ્ટોકરન્સી વડે ચુકવણી કરશે અને તેણે સ્થાપેલાં બ્લોક ચેન પ્લેટફોર્મ પછી તેનું નામ Hex.com ડાયમંડ રાખશે.

હરાજી અગાઉ સોથેબીએ કહ્યું હતું કે, 55 ફેસેટ પોલિશ્ડ રફ કયાં તો ઉલ્કાની અસરથી બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. વાસ્તવમાં તે પૃથ્વી સાથે અથડાયા બાદ હીરા ધરાવનાર એસ્ટોરોઈડમાંથી બહાર આવ્યો હતો. કાર્બોનાડો ડાયમંડ 2.6 થી 3.8 અબજ વર્ષ જૂનો અને અત્યંત દુર્લભ છે. તે તારાઓ વચ્ચેની જગ્યામાં વિપુલ પ્રમાણમાં નાઇટ્રોજન અને હાઈડ્રોજનના અવશેષો તેમજ ઓસ્બોર્નાઈટ, ઉલ્કામાં સ્પેશ્યલ ખનિજ ધરાવે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant