ડાયવિક ખાણોમાંથી 76 પોલિશ્ડ રંગીન હીરાનું વેચાણ કર્યું હતું, જેમાં વૈશ્વિક સહભાગીઓની મજબૂત બિડિંગ નોંધવામાં આવી હતી.
રિયો ટિંટોએ જણાવ્યું હતું કે, કલર અવેકન્ડ નામના કલેક્શનમાં કૂલ 39.44 કેરેટના 48 લોટનો સમાવેશ થાય છે. તેમાં ઓસ્ટ્રેલિયામાં કંપનીની આર્ગાઈલ ખાણ, જે નવેમ્બર 2020માં બંધ થઈ હતી તેમાંથી ગુલાબી, લાલ અને વાયોલેટ હીરાનો સમાવેશ થાય છે. તેમજ કેનેડામાં ડાયવિક ડિપોઝિટમાંથી પીળા અને સફેદ હીરાનો પણ સમાવેશ થાય છે.
વેચાણની અંદર, ખાણિયાએ ઓલ્ડ માસ્ટર્સની ઓફર કરી, જેમાં આર્ગાઈલના સાત ઐતિહાસિક હીરાનો સમાવેશ થાય છે. ટેન્ડરમાં ઓસ્ટ્રેલિયા, યુરોપ, જાપાન, હોંગકોંગ, મધ્ય પૂર્વ, સિંગાપોર અને ઉત્તર અમેરિકાના 12 સફળ બિડર્સ હતા.
ડેનિશ લક્ઝરી જ્વેલર હાર્ટમન્સે પિયર આકારનો 4.04 કેરેટ, શુદ્ધ સફેદ હીરો અને બે પિયર આકારના વાયોલેટ હીરા ખરીદી કર્યા હતા. માલિક ઉલ્રિક હાર્ટમન્સે રીરો ટિન્ટોને જણાવ્યું હતું કે આ સ્ટોનમાંથી એક જ્વેલરીનો નમૂનો બનાવવા માટે આર્ગાઈલ પિંક ડાયમંડ્સ આઇકન પાર્ટનર ગ્લેઝ સાથે સહયોગ કરશે. અમેરિકાના જ્વેલર અને કલર્ડ-ડાયમંડ સ્પેશિયલિસ્ટ J Fine દ્વારા પણ સફળ રીતે બિડ કરવામાં આવ્યું હતું.
રિયો ટિન્ટોના મિનરલ્સ ડિવિઝનના CEO, સિનેડ કૌફમેને જણાવ્યું હતું કે, “અમૂલ્ય સંગ્રહ કરવા યોગ્ય કુદરતી હીરાઓમાં વૈશ્વિક સ્તરે સતત મજબૂત માંગ અને તેમાંથી થતા મૂલ્ય સર્જન, આ હીરાઓના કલાની જેમ માનવતા માટે અમૂલ્ય વારસા તરીકે તેમનાં મહત્ત્વને દર્શાવે છે.”
ડાયવિક ખાણ સિવાય, રિયો ટિન્ટો હાલમાં કેનેડા તેમજ આફ્રિકામાં હીરાની શોધખોળ કરી રહી છે, જ્યાં તેણે લુન્ડા સુલ પ્રાંતમાં ચિરી કિમ્બરલાઇટનું મૂલ્યાંકન કરવા અંગોલા રાજ્યની હીરા કંપની એન્ડિયામા સાથે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















