ઓક્ટોબરમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસ 33.33 ટકા ઘટી

રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધની અસરો ઉપરાંત વૈશ્વિક મંદીને લીધે તૈયાર હીરાનું એક્સપોર્ટ અને કાચા હીરાનું ઇમ્પોર્ટ, બંનેમાં ઘટાડો નોંધાયો છે.

Polished diamond exports fell by 33.33 percent in October
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

વિદેશમાં દિવાળી, લગ્નસરા અને ક્રિસમસની સિઝનને ઓક્ટોબર 2023માં જેમ એન્ડ જવેલરીનું એક્સપોર્ટ અપેક્ષા કરતા ઓછું ઘટ્યું હતું. ઓક્ટોબરમાં આ એક્સપોર્ટ 12.39% ઘટ્યું હતું. ગત વર્ષે આ અરસામાં કુલ એક્સપોર્ટ 25,843 કરોડ નોંધાયું હતું, જે ચાલુ વર્ષે 22,873 કરોડ નોંધાયું હતું. ગોલ્ડ જવેલરીનું એક્સપોર્ટ ગત વર્ષની તુલનાએ 32.06%. વધી 8619.38 કરોડ નોંધાયું છે. પ્લેટિનમ જવેલરીનું એક્સપોર્ટ પણ 77.63% વધી 4383.06 કરોડ રહ્યું છે. સ્ટડેડ જવેલરીનું એક્સપોર્ટ 4.36% વધી 4238.32 કરોડ નોંધાયું છે. સિલ્વર જવેલરીનું એક્સપોર્ટ 57 % વધી 6824.87 કરોડ અને ક્લર્ડ સ્ટોન તેમજ સોનાના સિક્કાનું એક્સપોર્ટ પણ એકંદરે સારૂં રહ્યું હતું

DIAMOND CITY NEWS, SURAT

ભારતની સરેરાશ જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ઓક્ટોબર 2023માં 11.49 ટકા ઘટીને રૂપિયા 22,873.19 કરોડ થઈ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ડેટા અનુસાર ઓક્ટોબર 2022 દરમિયાન કુલ નિકાસ રૂપિયા 25,843.84 કરોડ હતી. તેની સરખામણીએ ચાલુ વર્ષે સરેરાશ નિકાસમાં 11.49 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા ઓક્ટોબર 2023માં થયેલા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઓક્ટોબર 2022ની તુલનાએ 2023માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ ગત વર્ષના 15,594.49 કરોડથી ઘટી 10,495.06 રહ્યું છે. જે ગત વર્ષની તુલનાએ 33.33% જેટલો ઓછું રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધની અસરો ઉપરાંત વૈશ્વિક મંદીને લીધે તૈયાર હીરાનું એક્સપોર્ટ અને કાચા હીરાનું ઇમ્પોર્ટ, બંનેમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલ થી ઓક્ટોબર સુધી રફ ડાયમંડનું ઇમ્પોર્ટ 81,669.65 કરોડ હતું, જે ચાલુ વર્ષે 18% ઘટી 69,954.93 કરોડ નોંધાયું છે. એટલે કે સુરત અને મુંબઈમાં 18% રફ આ સમયગાળામાં ઓછી આવી છે.

પોલિશ્ડ લેબગ્રોનમાં પણ 23.69% ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં ગત વર્ષે 1474.38 કરોડનું એક્સપોર્ટ રહ્યું હતું, એની સામે ચાલુ વર્ષે 1135.16 કરોડનું એક્સપોર્ટ નોંધાયું છે.

વિદેશમાં દિવાળી, લગ્નસરા અને ક્રિસમસની સિઝનને ઓક્ટોબર 2023માં જેમ એન્ડ જવેલરીનું એક્સપોર્ટ અપેક્ષા કરતા ઓછું ઘટ્યું હતું. ઓક્ટોબરમાં આ એક્સપોર્ટ 12.39% ઘટ્યું હતું. ગત વર્ષે આ અરસામાં કુલ એક્સપોર્ટ 25,843 કરોડ નોંધાયું હતું, જે ચાલુ વર્ષે 22,873 કરોડ નોંધાયું હતું.

ગોલ્ડ જવેલરીનું એક્સપોર્ટ ગત વર્ષની તુલનાએ 32.06%. વધી 8619.38 કરોડ નોંધાયું છે. પ્લૅટિનમ જવેલરીનું એક્સપોર્ટ પણ 77.63% વધી 4383.06 કરોડ રહ્યું છે. સ્ટડેડ જવેલરીનું એક્સપોર્ટ 4.36% વધી 4238.32 કરોડ નોંધાયું છે. સિલ્વર જવેલરીનું એક્સપોર્ટ 57 % વધી 6824.87 કરોડ અને ક્લર્ડ સ્ટોન તેમજ સોનાના સિક્કાનું એક્સપોર્ટ પણ એકંદરે સારૂં રહ્યું હતું.

જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે કહ્યું કે, “ઓક્ટોબરમાં એકંદરે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ઘટી હતી. મુખ્યત્વે યુએસ જેવા મુખ્ય બજારોમાં ઘટેલી માંગ અને હીરાના પુરવઠામાં અવરોધ જેવા કારણો તેને માટે જવાબદાર છે. કુલ શિપમેન્ટના 50 ટકાનો હિસ્સો ખોરવાયો હતો. અમે આશા રાખીએ છીએ કે ક્રિસમસ સિઝન દરમિયાન બજારોમાં તેજી જોવા મળશે.”

દરમિયાન રફ ડાયમંડ સપ્લાય કરતી કંપની ડી બિયર્સને પણ આ સમયગાળામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ડી બીયર્સે 2023ની નવમી સાઈટના રફ ડાયમંડના વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો. વૈશ્વિક હીરા બજાર આર્થિક પડકારો અને ભારતમાં આયાત પ્રતિબંધના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. કંપનીએ 4 ઓક્ટોબર અને 3 નવેમ્બર વચ્ચેના સમયગાળામાં $80 મિલિયનના મૂલ્યના રફ હીરાનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષની તુલનાએ  $454 મિલિયનથી 82% નીચું રહ્યું છે, ઉપરાંત 2023માં અગાઉની 8મી સાઇટ કરતાં 60% ઓછું રહ્યું છે.

ડી બીયર્સ ગ્રૂપના સીઈઓ અલ કૂકે જણાવ્યું હતું કે, “મેક્રો-ઈકોનોમિક પડકારો હીરા ઉદ્યોગને અસર કરે છે. ચીનમાં રિટેલ રિકવરી ધીમી છે અને ભારતમાં રફ હીરાની સ્વૈચ્છિક આયાત મોકૂફીને કારણે વેચાણનાં આંકડાઓ પર અસર જણાઈ રહી છે.”

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant