બ્રેટેનબેકના રાજીનામા બાદ પેટ્રા નવા CFO શોધી રહ્યું છે

બ્રેટેનબેક સપ્ટેમ્બરના અંતમાં કંપનીના સંપૂર્ણ-વર્ષના પરિણામો વિતરિત ન થાય ત્યાં સુધી તેમની જવાબદારી નિભાવતા રહેશે. : પેટ્રા ડાયમંડ્સ

Petra is looking for new CFO following Breytenbachs resignation
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પેટ્રા ડાયમન્ડ્સમાંથી જેક બ્રેટેનબેકે રાજીનામું આપ્યું ત્યાર બાદ કંપની તેના સ્થાને નવા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO)ને શોધી રહ્યું છે.

બ્રેટેનબેકે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેઓ તેમના ડિરેક્ટર પદ પરથી પણ રાજીનામું આપશે. ફેબ્રુઆરી 2018 થી બ્રેટનબેક પેટ્રા ડાયમંડ્સના ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહ્યાં હતા.

પેટ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રેટેનબેક સપ્ટેમ્બરના અંતમાં કંપનીના સંપૂર્ણ-વર્ષના પરિણામો વિતરિત ન થાય ત્યાં સુધી તેમની જવાબદારી નિભાવતા રહેશે. જોકે, તે પહેલા નવા સીએફઓની નિમણૂક કરવામાં આવશે, તો બ્રેટેનબેક વહેલા પદ છોડી દે તેવી પણ શક્યતા છે.

પેટ્રાના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ડફીએ 2006માં કંપનીમાં જોડાયા ત્યારથી અને 2016માં CFO બન્યા પછીના તેમના નોંધપાત્ર યોગદાનને હાઇલાઇટ કરીને બ્રેઇટનબેક માટે ખૂબ જ આદર વ્યક્ત કર્યો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant