Mouawad jewellery set to be the main attraction at Bonhams Hong Kong auction
ચિત્ર : મૌવાદ રત્ન અને હીરા પારુરે જે હરાજીમાં આગેવાની લેશે. (સૌજન્ય : બોનહામ્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

વૈશ્વિક નીલામી ગૃહ બોનહામ્સ દ્વારા યોજાનારી આગામી ‘ઓનલાઇન જ્વેલરી, હોંગકોંગ’ હરાજીમાં વિશ્વપ્રસિદ્ધ સ્વિસ-લેબનીઝ લક્ઝરી બ્રાન્ડ મુઆવાદ (Mouawad) નો દુર્લભ રત્નો અને હીરાથી જડેલ આભૂષણ સેટ (Parure) મુખ્ય આકર્ષણ રહેશે.

આ ઓનલાઇન નીલામીમાં કુલ 130 થી વધુ ઉત્કૃષ્ટ લોટ્સ રજૂ કરવામાં આવશે, જેમાં દુર્લભ રંગીન રત્નો ઉપરાંત બુલગારી, ચોપાર્ડ અને હર્મેસ જેવી વિશ્વવિખ્યાત ડિઝાઇનર બ્રાન્ડ્સના કલેક્શનનો સમાવેશ થાય છે.

મુઆવાદના આ રોયલ સેટમાં હાર, બ્રેસલેટ, એરરિંગ્સ અને વીંટીનો સમાવેશ થાય છે. જેમાં આશરે 75 કેરેટના રુબી (માણિક), 140 કેરેટના એમરાલ્ડ (પન્ના) અને 39 કેરેટના તેજસ્વી હીરા જડવામાં આવ્યા છે. બોનહામ્સની સત્તાવાર માહિતી અનુસાર, 2 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ હરાજીમાં આ સેટ માટે મહત્તમ HKD 1.2 મિલિયન (આશરે $153,056) સુધીની બોલી બોલાવાની અપેક્ષા છે.

હરાજીમાં શામેલ મુખ્ય શાનદાર આભૂષણોની વિગત :

Mouawad jewellery set to be the main attraction at Bonhams Hong Kong auction2

હરાજીના સૌથી મૂલ્યવાન આભૂષણોમાં મુઆવાદ પારુર સેટ સૌથી મોખરે છે. ત્યારબાદ બીજા ક્રમે એક વિશિષ્ટ ઓલ્ડ યુરોપિયન-કટ ડાયમંડ બ્રેસલેટ છે, જેના કેન્દ્રમાં 4.65 કેરેટનો મુખ્ય ડાયમંડ (G થી H કલર અને I ક્લેરિટી) જડેલો છે અને આસપાસ અન્ય હીરાની બોર્ડર છે. આ બ્રેસલેટની અંદાજિત કિંમત HKD 1,40,000 થી HKD 3,50,000 (આશરે $17,856 થી $44,640) રાખવામાં આવી છે.

Mouawad jewellery set to be the main attraction at Bonhams Hong Kong auction3

ત્રીજા આકર્ષણ તરીકે એક દુર્લભ વીંટી રજૂ કરાઈ છે, જેમાં લીલા રંગનો અસલ બર્મીઝ જાડેઇટ (Jadeite) રત્ન જડાયેલો છે અને તેની આસપાસ 2.90 કેરેટના હીરાનું ફ્રેમિંગ છે, જેની અંદાજિત કિંમત HKD 2,00,000 થી HKD 3,00,000 ($25,508 થી $38,262) વચ્ચે આંકવામાં આવી છે.

Mouawad jewellery set to be the main attraction at Bonhams Hong Kong auction4

ચોથા ક્રમે એક અનોખો ડિટેચેબલ એમરાલ્ડ-કટ ડાયમંડ નેકલેસ છે. આ હારમાં 1.66 કેરેટનો મુખ્ય ડાયમંડ (F કલર, VS1 ક્લેરિટી) છે જેને અલગ કરી શકાય છે, જ્યારે બાકીના હીરાનું વજન 28.20 કેરેટ છે. આ નેકલેસ HKD 1,50,000 થી HKD 3,00,000 ($19,132 થી $38,262) માં વેચાય તેવી શક્યતા છે.

પાંચમા આકર્ષણ તરીકે 25 કુદરતી રીતે ઉગાડેલા (Cultured) સફેદ મોતીનો નેકલેસ છે, જે હળવી રોઝી (રોઝ) અને સિલ્વર શેડની ચળકાટ ધરાવે છે. તેની અંદાજિત કિંમત HKD 1,20,000 થી HKD 2,40,000 ($15,305 થી $30,609) નક્કી કરવામાં આવી છે. આ હરાજી આંતરરાષ્ટ્રીય જ્વેલરી કલેક્ટર્સ અને રોકાણકારો માટે વિન્ટેજ ડિઝાઇન ખરીદવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant