Major Jump in Gemfields Revenue - Earns $102.9 Million from Auctions in First Six Months
ચિત્ર: ખરબચડા નીલમણિ. (જેમફિલ્ડ્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે રંગીન રત્નોની માઇનિંગ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી કંપની જેમ્ફીલ્ડ્સ માટે વર્ષ ૨૦૨૬નો પ્રથમ છમાસિક ગાળો નાણાકીય દ્રષ્ટિએ અત્યંત નફાકારક સાબિત થયો છે. ઉચ્ચ ગુણવત્તાવાળા લાલ માણેક (રૂબી) ના ઉત્પાદનમાં આવી પડેલા કેટલાક ઓપરેશનલ પડકારો છતાં, ઓક્શનમાંથી મળેલા ઊંચા ભાવોને કારણે કંપનીની કમાણી અગાઉના વર્ષની સરખામણીએ લગભગ બમણી થઈ ગઈ છે.

૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ છ માસ દરમિયાન કંપનીની ઓક્શનમાંથી પ્રાપ્ત કુલ આવક વાર્ષિક ધોરણે ૭૨% વધીને ૧૦૨.૯ મિલિયન ડૉલર (આશરે ₹૮૫૫ કરોડ) પહોંચી ગઈ છે.

જેમ્ફીલ્ડ્સ દ્વારા જાહેર કરાયેલા નાણાકીય અપડેટ મુજબ, કંપનીની ઝામ્બિયા સ્થિત વિશ્વવિખ્યાત ‘કાગેમ એમરાલ્ડ માઇન’ ખાતે કિંમતી લીલા માણેકની કામગીરી અત્યંત ઉત્સાહજનક રહી છે, જેણે ઓક્શનની આવક વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે, બળતણના વધતા ભાવ, ચલણ દરમાં ફેરફાર અને માઇનિંગ પ્રવૃત્તિઓમાં વધારાને લીધે ઉત્પાદન ખર્ચમાં પણ થોડો વધારો નોંધાયો છે.

બીજી તરફ, મોઝામ્બિક સ્થિત ‘મોન્ટેપુએઝ રૂબી માઇન’ ખાતે પ્રીમિયમ ક્વોલિટીના રૂબીનું ઉત્પાદન સતત નીચું જોવા મળ્યું હતું. અહીં પ્રતિ ટન દીઠ માત્ર ૦.૦૨૫ કેરેટ જેટલું જ પ્રીમિયમ રૂબીનું ઉત્પાદન પ્રાપ્ત થયું હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંપનીએ હવે વધુ સંભાવના ધરાવતા વિસ્તારોમાં ઉત્ખનન વધારવાનો નિર્ણય લીધો છે. સાથોસાથ, મોન્ટેપુએઝ ખાતે એક નવો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે આ વર્ષના અંત સુધીમાં તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થઈ જશે.

નાણાકીય સ્થિતિ અંગે માહિતી આપતાં કંપનીએ જણાવ્યુ હતું કે ૩૦ જૂન સુધીમાં તેમનું ચોખ્ખું દેવું ૪૪.૨ મિલિયન ડૉલર હતું, પરંતુ હજુ ઓક્શનમાંથી ૩૩.૩ મિલિયન ડૉલરની લેણી રકમ આવવાની બાકી છે. કંપની પોતાના પ્રથમ છ માસના સંપૂર્ણ અને વિગતવાર નાણાકીય પરિણામો ૨૫ સપ્ટેમ્બરે જાહેર કરશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant