DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક બજારમાં સોનાના પ્રમાણીકરણ માટેની સર્વોચ્ચ સંસ્થા લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા સોનાની સપ્લાય ચેઇનમાં પારદર્શિતા લાવવા અને ગેરકાયદેસર વેપાર (ઇલિસિટ ટ્રેડ) ને ડામવા માટે એક મોટા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
વિશ્વના અગ્રણી સોનાના ઉત્પાદક દેશો અને વેપારી કેન્દ્રો સાથે મળીને LBMA હવે સપ્લાય ચેઇન ગવર્નન્સને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે.
ભારત અને યુએઈ સહિતના દેશો પર વિશેષ ધ્યાન
વર્ષ 2026 દરમિયાન, LBMA દ્વારા ભારત, યુએઈ (UAE), તુર્કી અને દક્ષિણ આફ્રિકા જેવા મુખ્ય બુલિયન સેન્ટરો સાથે સઘન ચર્ચાઓ કરવામાં આવશે.
આ ઉપરાંત, આફ્રિકાના ઉભરતા ગોલ્ડ હબ જેવા કે ઘાના, કોટ ડી’આઇવર અને યુગાન્ડા સાથે પણ નિયમનકારો અને ઉદ્યોગ ભાગીદારો સાથે બેઠકો યોજાશે. અગાઉ યુએઈના વેપારીઓ સાથે જે પ્રકારનું માળખું તૈયાર કરાયું હતું, તેવું જ મોડેલ હવે આફ્રિકન દેશોમાં પણ લાગુ કરવાની યોજના છે.
ઐતિહાસિક ભાવ વધારાને કારણે કડક પગલાં અનિવાર્ય
સોનાના ભાવમાં થયેલા તોતિંગ વધારા અંગે LBMA એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “જ્યારે સોનાના ભાવ સતત પ્રતિ આઉન્સ $5,000 થી ઉપર ટ્રેડ થઈ રહ્યા હોય, ત્યારે વૈશ્વિક સપ્લાય ચેઇનની નબળાઈઓનો ગેરફાયદા ઉઠાવનારા તત્વો સક્રિય થઈ જાય છે. આ પરિસ્થિતિમાં જવાબદાર સોર્સિંગ (Responsible Sourcing) અને પારદર્શિતાના ધોરણોને મજબૂત કરવા તે હવે અનિવાર્ય બની ગયું છે.”
નવી ગાઇડલાઇન : RGG10 ની તૈયારી
આગામી અઠવાડિયામાં LBMA ની ટીમ ‘રિસ્પોન્સિબલ ગોલ્ડ ગાઇડન્સ’ (RGG10) ની 10મી આવૃત્તિનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું શરૂ કરશે.
આ નવા નિયમોમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ધ્યાન આપવામાં આવશે :
- વ્યાખ્યાઓમાં સ્પષ્ટતા : સોનાના વેપાર સાથે જોડાયેલી કેટલીક જટિલ વ્યાખ્યાઓને વધુ સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવશે.
- ડ્યુ ડિલિજન્સ : કંપનીઓ માટે તપાસ અને રિપોર્ટિંગની પ્રક્રિયાને વધુ સચોટ બનાવવામાં આવશે.
- ગૂડ ડિલિવરી લિસ્ટ : જે કંપનીઓ LBMA ના લિસ્ટમાં સામેલ છે, તેમની જવાબદારીઓ વધારવામાં આવશે.
આ નવી ગાઇડલાઇનનો પ્રથમ ડ્રાફ્ટ ઉનાળા દરમિયાન જાહેર જનતા અને ઉદ્યોગ જગતના અભિપ્રાય માટે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કડક નિયમોને કારણે ભવિષ્યમાં સોનાના દાણચોરીના કેસોમાં ઘટાડો થવાની અને રોકાણકારોનો વિશ્વાસ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















