લેબગ્રોન સસ્તાં છે એટલે લોકો ખરીદે છે : પાન્ડોરા

પાન્ડોરા 1 કેરેટ લેબગ્રોન સોલિટેર રિંગ 1750 ડોલરમાં વેચે છે. ટિફની ખાતે સમાન કદ અને ડિઝા્ઈનની કિંમત ઓછામાં ઓછી 16,000 ડોલર હોય છે.

Lab Grown is cheap so people buy Pandora
ફોટો : પાન્ડોરા 1 કેરેટ લેબગ્રોન સોલિટેર રિંગ (પાન્ડોરા)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડના વધતાં માર્કેટ વચ્ચે એક ચોંકાવનારું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પાન્ડોરાના સીઈઓએ એક મુલાકાતમાં કહ્યું કે લોકો લેબગ્રોન ડાયમંડ એટલે નથી ખરીદતાં કે તે ટકાઉ છે પરંતુ એટલે ખરીદી રહ્યાં છે કારણ કે તે સસ્તાં છે.

ફોર્ચ્યુન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં પાન્ડોરાના સીઈઓ એલેક્ઝાન્ડર લેસિકે કહ્યું કે, “જ્યારે આપણે ઉત્પાદનની પસંદગી વિશે વાત કરીએ છીએ ત્યારે ત્યાં બે જ વસ્તુઓ હોય છે. જે વાસ્તવમાં પ્રાઈસ અને ડિઝાઈન અંગેના બિહેવિયરને આગળ વધારે છે.”

એલેક્ઝાન્ડર વધુમાં કહે છે કે “ઈએસજી એટલે કે પર્યાવરણ, સામાજિક એન્ડ કોર્પોરેટ ગર્વનન્સ એક સારી સગવડ છે. તેમાં રસ ધરાવતા લોકોને તે આકર્ષે છે. વળી, અમારી પાસે કહેવા માટે સારી સ્ટોરી છે, પરંતુ તે વ્યવસાયનો મુખ્ય ડ્રાઈવર નથી.”

લેસિકે કહ્યું જનરલ ઝેડ અને મિલેનિયલ્સ દાવો કરી શકે છે કે તેઓ પર્યાવરણીય ચિંતાઓથી પ્રેરિત છે, પરંતુ દિવસના અંતે તેઓને તેમના બજેટમાં સૌથી મોટો ડાયમંડ જોઈએ છે તે હકીકત છે.

ડેનિશ જ્વેલરે મે 2021માં એવું કહીને હોબાળો મચાવ્યો હતો કે લેબગ્રોન ડાયમંડ નૈતિક રીતે પ્રાધાન્ય મેળવે છે. હવે તેના કોઈ પણ ઉત્પાદનમાં ખાણ કામ કરેલા હીરાનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

ઉદ્યોગના અધિકારીઓએ પાન્ડોરા પર સંભવિત ખોટા અને ભ્રામક નિવેદનો આપવાનો આરોપ મુક્યો હતો. પાન્ડોરા 1 કેરેટ લેબગ્રોન સોલિટેર રિંગ 1750 ડોલરમાં વેચે છે. ટિફની ખાતે સમાન કદ અને ડિઝા્ઈનની કિંમત ઓછામાં ઓછી 16,000 ડોલર હોય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant