DIAMOND CITY NEWS, SURAT
ગુજરાતના અગ્રણી અને વિશ્વાસપાત્ર જ્વેલરી બ્રાન્ડ ‘કલામંદિર જ્વેલર્સ’ દ્વારા વડોદરા સ્થિત પોતાના નવા ફ્લેગશિપ સ્ટોરમાં ભારતનો સૌથી મોટો ‘પ્લેટિનમ એક્સપિરિયન્સ ઝોન’ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
આજના આધુનિક અને યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો આ વિશેષ ઝોન ગ્રાહકોને દરેક પ્રસંગ અને બજેટ મુજબ પ્લેટિનમ જ્વેલરીની વિશાળ શ્રેણી પસંદ કરવાનો અનોખો અનુભવ પૂરો પાડશે.
આ લોન્ચિંગ સાથે જ ગુજરાતમાં પ્લેટિનમ જ્વેલરીનું માર્કેટ વધુ મજબૂત બનશે, જેને પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલ (PGI) ના ગ્રાહક જાગૃતિ અને ડિઝાઇન ઇનોવેશનના પ્રયાસોનું પણ સમર્થન પ્રાપ્ત છે.
1,000 ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ એક્સપિરિયન્સ ઝોનમાં મેન ઓફ પ્લેટિનમ, પ્લેટિનમ ઇવેરા અને પ્લેટિનમ લવ બેન્ડ્સનો શ્રેષ્ઠ સંગ્રહ રજૂ કરાયો છે.
અહીં પુરુષો અને મહિલાઓ માટે ચેઇન, બ્રેસલેટ, કડા, કપલ બેન્ડ્સ, નેકવેર અને બંગડીઓની વિશાળ વેરાયટી રાખવામાં આવી છે. કલામંદિર જ્વેલર્સે અગાઉ પોતાના છ શોરૂમમાં આ પ્રકારના પ્લેટિનમ ઝોન સ્થાપિત કર્યા છે, પરંતુ વડોદરાનો આ સ્ટોર બ્રાન્ડનો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભવ્ય શોરૂમ બન્યો છે.
કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે જ્વેલરી ખરીદી એ માત્ર વેપાર નથી પરંતુ એક યાદગાર અનુભવ હોવો જોઈએ. નવી પેઢીના યુવાનો એવી જ્વેલરી પસંદ કરે છે જે તેમની પર્સનાલિટી અને વિચારોને રજૂ કરતી હોય. અમદાવાદમાં પ્રથમ ઝોનની સફળતા બાદ અમે વડોદરામાં આ ખ્યાલને વધુ વ્યાપક સ્વરૂપે રજૂ કર્યો છે. અહીં જ્વેલરીના કલેક્શનથી લઈને સ્ટોરની ડિઝાઇન અને સર્વિસ સુધીની દરેક બાબત ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.”
આ ઝોનની ડિઝાઇન અત્યંત આધુનિક અને આકર્ષક રાખવામાં આવી છે. આછો પ્લેટિનમ રંગ, સુપ્રીમ ફિનિશિંગ, રોશનીનું વિશેષ આયોજન અને આર્કિટેક્ચરલ લાઇન્સ તેને સ્ટોરના બાકીના વિભાગોથી અલગ પાડે છે.
પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલ (PGI) ના ભારત અને મિડલ ઇસ્ટના મેનેજિંગ ડિરેક્ટર વૈશાલી બેનરજીએ કલામંદિર જ્વેલર્સ ટીમને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ ઝોન માત્ર ડિસ્પ્લે કૌંટર ન રહેતાં ગ્રાહકોને પ્લેટિનમ ધાતુનું મૂલ્ય સમજવા અને જ્વેલરી પસંદ કરવામાં એક નવો સીમાચિહ્નરૂપ અનુભવ આપશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















