આઈઆઈજેએસ તૃતીયના કેમ્પેઈનને દોહામાં પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો

દોહામાં તા. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ડોર ટુ ડોર કેમ્પેઈન હાથ ધરાયું હતું, જેમાં દોહાના 35 પ્રમુખ રિટેલ જ્વેલર્સ જોડાયા હતા

IIJS Tritiyas campaign received positive response in Doha
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આઈઆઈજેએસ તૃતીય પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાના હેતુથી તાજેતરમાં તા. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન કતારના દોહામાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડોર ટુ ડોર કેમ્પેઈન સફળ રહ્યું હતું. આ કેમ્પેઈનમાં શહેરના 35 જેટલાં મુખ્ય ડાયમંડ અને ગોલ્ડના જ્વેલરી રિટેલર્સ જોડાયા હતા.

ગઈ તા. 6 ફેબ્રુઆરીએ દોહા એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત દોહા જ્વેલરી એન્ડ વોચ એક્ઝિબિશની શરૂઆત કરતી વખતે અલ ફરદાન, અલ મુફ્તા, અમીરી જેમ્સ, અલી બિન અલી, અલ દરવિશ જેવા મુખ્ય રિટેલર્સ જોડાયા હતા. આ કેમ્પેઈનમાં શાઈન જ્વેલર્સ, બ્લુ ડાયમંડ, અલ જૈન અને કોહેજી પણ સામેલ થયા હતા.

આ ઝૂંબેશને સૂક અલ વાકિફ, વિલાજિયો અને દોહા ફિસ્ટિવલ સિટી સહિત અન્ય પ્રમુખ સ્થાનો સુધી વિસ્તારવામાં આવી છે. જ્યાં પ્રતિનિધિઓ દ્વારા જવારા, આરા ડાયમંડ, અલુરા ડાયમંડ, અલ જવાહરજી ગોલ્ડ એન્ડ જ્વેલરી, ડાયના જ્વેલરી એન્ડ વોચીસ, ક્યૂ ગોલ્ડ, અલ જેવા ઝવેરીઓ મળ્યા હતા. આરબ ડાયમંડ્સ, અલ જવારા અલ નાકિયા અને ગિલ્ડ જવેલરીને પણ મળ્યા હતા.

આઈઆઈજેએસ તૃતીયા કેમ્પેઈનને દોહામાં પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો. નવા સંભવિત ખરીદદારોને આકર્ષિત કર્યા હતા. આગામી શોમાં હાજરી આપવા અને ભારતીય ઉત્પાદકો સાથે જોડાવા તેઓ આતુર જણાયા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant