પડકારો વચ્ચે 2023ના પ્રથમ છ મહિનામાં ગોલ્ડનું પર્ફોમન્સ પોઝિટિવ રહ્યું : વર્લ્ડ ગોલ્ડ  કાઉન્સિલ

ગોલ્ડમાં વધુ પોઝિટિવ વાતાવરણ વધુ સ્પષ્ટ આર્થિક મંદીથી પરિણમશે, તેની સાથે અસ્થિરતા અને ભૂખમાં વધારો થવાને કારણે જોખમ વધશે.

Golds performance remains positive in first half of 2023 amid challenges-World Gold Council-1
સૌજન્ય : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

યુરોપિયન દેશોના વિકસિત બજારની બેંકોનો મુશ્કેલ સમયના અંતને આરે છે. 2023 ના અંત સુધીમાં યુએસમાં હળવા આંચકા સાથે વિકસિત બજારોમાં ધીમી વૃદ્ધિનો નિર્દેશ મળી રહ્યો છે. જોકે, યુરોપિયન દેશોની સરકારની નાણાકીય નીતિ અને આર્થિક કામગીરી વચ્ચેના ઐતિહાસિક અંતરને જોતાં રોકાણકારોએ હાલ સાવચેત વલણ અપનાવ્યું છે, કારણ કે તેઓને હજુ પણ મુશ્કેલ સમય આવશે એવો ડર છે.

એચ 1 કેટેગરીમાં સોનામાં પોઝિટિવ રિટર્નને જોતાં આ મામલે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એવી અપેક્ષા રાખી રહ્યું છે કે રેન્જબાઉન્ડ બોન્ડ યીલ્ડ અને નબળાં ડોલર પાછળ સોનું ટેકો આપતું રહેશે. જો આર્થિક સ્થિતિ બગડે છે તો તેવી સ્થિતિમાં સોનામાં મજબૂત રોકાણની ડિમાન્ડ નીકળી શકે છે. તેનાથી વિપરીત કડક નાણાકીય નીતિ અને સોફ્ડ લેન્ડીંગના પગલે ડિસઈન્વેસ્ટમેન્ટના અલગ પરિણામો જોઈ શકાય છે.

સોનું નવી ટોચ પર

વર્ષ 2023ના પહેલાં છ મહિનામાં સોનાની કિંમતનો યુએસ ડોલરમાં 5.4 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જૂનમાં તે 1912.25 ઔંસ પર બંધ થયું. ડેવલપ માર્કેટ્સના શેરોમાં (ચાર્ટ-1) સિવાય સોનાએ અન્ય તમામ રોકાણને પાછળ મુકી દીધી છે. સોનાએ રોકાણકારોના પોર્ટફોલિયોમાં માત્ર પોઝિટિવ રિટર્ન જ આપ્યું નથી, પરંતુ સોનાએ સમગ્ર એચ1 દરમિયાન ખાસ કરીને માર્ચ મહિનામાં મિની બેન્કિંગ કટોકટીના કપરા સમયગાળામાં રોકાણકારોની અસ્થિરતાને ઓછી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સોનાના સારા પર્ફોમન્સ પાછળ આ પરિબળો જવાબદાર

  • સ્થિર યુએસ ડોલર અને વ્યાજદર.
  • હેજિંગનું ઘટેલું જોખમ
  • સેન્ટ્રલ બેન્કની વધેલી ડિમાન્ડ

ચિત્ર 1 : 2023માં સોનામાં સંભવિત ગ્રોથ તથા જોખમોનું અનુમાન

દરેક ચિત્રની મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિતિની વિગતવાર સમીક્ષા માટે ચિત્ર-2 જુઓ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ગોલ્ડ વેલ્યુએશન ફ્રેમવર્ક પર આધારીત રિસર્ચ રિપોર્ટ. ઓક્સફોર્ડ ઈકોનોમિક ડેટા પર આધારિત સમાન સિનારિયો માટે કોરોમ જુઓ.

ચાર્ટ 1 : સોનું 2023માં ટોપ પર્ફોમિંગ એસેટ છે.

મુખ્ય એસેટ્સનું યુએસડી ડોલરમાં રિટર્ન.

S&P 500 ઇન્ડેક્સ, MSCI EAFE ઇન્ડેક્સ, LBMA ગોલ્ડ પ્રાઇસ PM, MSCI EM ઇન્ડેક્સ, ICE BofA US 3-મહિનાનો T-Bill Index, Bloomberg US Bond Agg, બ્લૂમબર્ગ ગ્લોબલ બોન્ડ Agg ex US પરના 30 જૂન 2023ના ડેટા આધારિત યુએસ ડોલર DXY ઇન્ડેક્સ, બ્લૂમબર્ગ કોમોડિટી ઇન્ડેક્સ, અને ઓઇલ WTI સ્પોટ.

બેન્કિંગનો મુશ્કેલ સમય પૂરો થવાના સંકેત

યુરોપીયન સેન્ટ્રલ બેંક (ECB) અને બેંક ઓફ ઈંગ્લેન્ડ (BoE) બંનેએ જૂનમાં વ્યાજદરમાં વધારો કર્યો હતો પરંતુ યુએસ ફેડરલે તેના ટાર્ગેટ રેટને યથાવત રાખ્યો હતો. કારણ કે તે વાસ્તવિક અર્થતંત્રમાં ટાઈટ સાયકલની અસરોને આગળ ધપાવવા દે છે. યુએસ બોન્ડ માર્કેટના સહભાગીઓ આ વર્ષે ફેડ દ્વારા વધારાની અપેક્ષા રાખે છે. મોટે ભાગે જુલાઈમાં અને ત્યારબાદ સતત ‘હોલ્ડ’ સમયગાળો વધારાવાની આશા છે. જ્યારે બોન્ડ બજારો અપેક્ષા રાખે છે કે ECB અને BoE ટાર્ગેટ દરોમાં વધુ વધારો કરશે. બજારો એવી પણ અપેક્ષા રાખે છે કે આ સાયકલનો અંત નજીક છે અથવા ઓછામાં ઓછું તે વર્ષના અંત સુધીમાં પુરી થઈ જશે.

મોનેટરી પોલિસી હાલ ટાઈટ સિચ્યુએશનમાંથી ઓન હોલ્ડ તરફ વળી રહી હોવાની શક્યતાઓ ઉભી થઈ છે, જેના લીધે આ વર્ષે યુએસના અર્થતંત્રમાં હળવા સંકોચન સાથે બજારોમાં ધીમો ગ્રોથ જોવા મળી શકે છે.

જો આ પ્રકારનો સિનારીયો જોવા મળશે તો ગોલ્ડ કાઉન્સિલનું એનાલિસિસ એવું કહે છે કે સોનું 2023માં સપોર્ટ જાળવી રાખશે. ખાસ કરીને એચ1માં ગોલ્ડના મજબૂત પર્ફોમન્સને જોતા એવું કહી શકાય તે સોનું અર્થતંત્રને ટકાવી રાખશે. પરંતુ આ વર્ષે અત્યાર સુધી જે સ્થિતિ જોવામાં આવી છે તે જોતાં તે અસામાન્ય રીતે તૂટે તેવી શક્યતા દેખાતી નથી.

ગોલ્ડના સારા પર્ફોમન્સની આ ચાર આડઅસરો છે (ચિત્ર-2)

  • ઈકોનોમિક એક્સપાન્શન
  • રિસ્ક
  • ઓપર્ચ્યુનિટી કોસ્ટ
  • મોમેન્ટમ

જ્યારે પશ્ચિમી દેશોમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડે છે ત્યારે તે ગ્રાહકોના ખર્ચ પર નેગેટિવ અસર છોડે છે. ગોલ્ડ કાઉન્સિલનું એવું માનવું છે કે હાલના સંજોગોમાં ભારતીય અર્થતંત્ર વધુ સારી રીતે આગળ વધશે. ચીન લોકલ ડિમાન્ડને થોડો ટેકો પુરો પાડતા વર્ષના અંતમાં સંભવિત આર્થિક ગતિને સારો પ્રતિસાદ આપી શકે છે.

વધુમાં ફુગાવાના સંકેતો હોવા છતાં શેરબજારની અસ્થિરતા અને ઈવેન્ટ રિસ્ક (જેમ ક ભૌગોલિક, રાજકીય અને નાણાકીય કટોકટી) સોના સહિતની હેજિંગ સ્ટ્રેટીજીને અસર પહોંચાડી શકે છે.

બજારની અપેક્ષાઓને આધારે વ્યાજદરમાં થોડો ઘટાડો અને નબળા પડતા યુએસ ડોલર રોકાણકારો સોનાની પડતરને ઓછી કરવામાં મદદરૂપ બની શકે છે. આ પાછલા હોલ્ડ સાઈકલને અનુરૂપ છે. જે છ મહિનાથી બાર મહિના સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન સોનામાં સરેરાશ માસિક રિટર્ન 0.7 ટકા હતા જે 8.4 ટકા વાર્ષિક રિટર્ન બરાબર અને તેના સર્વકાલીન રિટર્નથી વધુ હતું. જેમ કે આપણે ભૂતકાળમાં ચર્ચા કરી છે કે સોનું સામાન્યપણે વાસ્તવિક પોલિસી રેટ્સના બદલે બોન્ડ યીલ્ડથી પ્રભાવિત થાય છે. કેમ કે ભૂતકાળમાં ફ્યુચર પોલિસીના નિર્ણયોની બજારની અપેક્ષા અને ત્યાર બાદ મંદીની સંભાવના સામેલ હોય છે.

નાણાકીય નીતિ આટલી ચુસ્ત હોવાને કારણે ઘણા રોકાણકારો પણ ઇન્સ્ટિટ્યૂટ ફોર સપ્લાય મેનેજમેન્ટ (ISM) પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ (PMIs) ને ભવિષ્યની નબળાઈના સંકેત તરીકે જોઈ રહ્યા છે. ખરેખર, ડેવલપ માર્કેટ PMI (ઉત્પાદન અને સેવાઓ બંને) તાજેતરના મહિનાઓમાં કથળી રહ્યા છે.

ચિત્ર 2 : H2 2023ના મેક્રોઈકોનોમીક સિનારીયોની વિગતવાર માહિતી

30 જૂન 2023 સુધીમાં બ્લુમબર્ગની સામાન્ય સહમતિને અનુરૂપ. ફેડ ફંડ (FF) એ અપર બાઉન્ડ ફેડ ફંડ્સ ટાર્ગેટ રેટનો સંદર્ભ આપે છે. ડીએમનો અર્થ વિકસિત બજારો છે. ગોલ્ડ વેલ્યુએશન ફ્રેમવર્ક પર આધારિત સોનાની અસરો. સમાન કાલ્પનિક દ્રશ્યો કોરોમ પર પણ ઉપલ્બ્ધ છે.

ચાર્ટ 2 : જ્યારે ફેડ હોલ્ડ પર હોય ત્યારે સોનામાં પોઝિટિવ રિટર્ન મળ્યું છે.

Golds performance remains positive in first half of 2023 amid challenges-World Gold Council-Chart-2

સ્ત્રોતો : બ્લૂમબર્ગ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ.

ફેડ ઓન હોલ્ડ પીરિયડ્સ દરમિયાન સોનામાં મંથલી રિટર્ન

30 જૂન 2023 મુજબ હોલ્ડ પરના સમયગાળાનો સમાવેશ થાય છે. : 6/2000–12/2000; 7/2006–8/2007; અને 1/2019-6/2019.

અમારું વિશ્લેષણ દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન PMI 50 ની નીચે હોય અને ઘટી જાય ત્યારે સોનું ઇક્વિટી કરતાં વધુ પ્રદર્શન કરે છે (ચાર્ટ 3). વધુમાં, જો PMI 45 ની નીચે આવે છે, તો ઇતિહાસ સૂચવે છે કે સોનાનું આઉટપરફોર્મન્સ વધુ સ્પષ્ટ થઈ શકે છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ PMI 50 ની નીચે હોય પરંતુ વધી રહ્યું હોય તો ઇક્વિટી સામે સોનું ઓછું પ્રદર્શન કરે છે, તે હજુ પણ સકારાત્મક વળતર આપે છે, જે તે પોર્ટફોલિયોમાં લાવવાનું વલણ ધરાવતા અસમપ્રમાણ લાભો દર્શાવે છે.

ચાર્ટ 3 : જ્યારે PMI ઘટે છે ત્યારે સોનું સ્ટૉક કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે

જ્યારે ISM મેન્યુફેક્ચરિંગ PMI 50* થી નીચે હોય ત્યારે સોના અને સ્ટોક્સ માટે 3-મહિનાનું વળતર

મંદીના જોખમો વધે ત્યારે સોનામાં તેજી જોવા મળે છે

જ્યારે જ્યારે અર્થતંત્રમાં મંદીનું જોખમ વધે ત્યારે ત્યારે સોનાના રોકાણમાં વધુ ઉછાળો જોવા મળે છે. ધિરાણની કડક શરતો અથવા ઊંચા વ્યાજ દરના કડક વાતાવરણમાં અન્ય અનિચ્છનીય પરિણામોને પગલે ડિફોલ્ટ્સમાં નોંધપાત્ર વધારો થાય છે અને તેના લીધે આર્થિક સ્થિતિ બગડી શકે છે. ઐતિહાસિક રીતે આવા સમયગાળાને લીધે ઊંચી અસ્થિરતા, નોંધપાત્ર શેરબજાર પુલબેક અને ઉચ્ચ ગુણવત્તાની, પ્રવાહી અસ્કયામતો જેમ કે સોના (ચાર્ટ 4) માટે એકંદરે રોકાણ વધે છે.

ચાર્ટ 4 : સોનાએ મંદીના સમયગાળા દરમિયાન ઐતિહાસિક રીતે સારું પ્રદર્શન કર્યું છે

મંદી દરમિયાન સોનું અને USD

30 જૂન 2023ના રોજ. LBMA ગોલ્ડ પ્રાઇસ PM અને યુએસ ડૉલર DXY ઇન્ડેક્સ પર આધારિત.

ફિલ્પસાઈડ અનુસાર સોફ્ટ લેન્ડિંગની અપેક્ષાઓ વચ્ચે મંદીને અવગણવા છતા મોનેટરી પોલિસી ટાઈટ રહેવાના લીધે સોના માટે તકલીફો વધે છે અને તેના પરિણામે ડિસઈન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. ઉદાહરણ તરીકે ગોલ્ડ ઈટીએફમાં જૂનમાં મોટા પાયે આઉટફલો જોવા મળ્યો હતો અને તેના લીધે સોનાના હોલ્ડિંગમાં ઘટાડો  જોવા મળ્યો હતો.

જોકે, એ નોંધવું રહ્યું કે એચ1માં સોનાના પોઝિટિવ પર્ફોમન્સને જોતા રોકાણકારો 2023માં એવરેજ સોનાની કિંમત 1800 ડોલર પ્રતિ ઓંસની નીચે લાવવા માટે ગંભીર બનવું પડશે. જે તેની 2022ની સરેરાશને અનુરૂપ છે.

અસમાન પ્રમાણ ધરાવતા લાભો

જેમ જેમ રોકાણકારો પ્રતિબંધિત નાણાકીય નીતિની અસર અને મંદીની શક્યતાનું મૂલ્યાંકન કરે છે, તેઓ ઘણીવાર તેમની સંપત્તિ ફાળવણીમાં રક્ષણાત્મક વ્યૂહરચનાઓ તપાસે છે.  ઉદાહરણ તરીકે, બજારના નોંધપાત્ર ઘટાડા દરમિયાન નુકસાનને મર્યાદિત કરવા માટે ઇક્વિટી એક્સપોઝરના ભાગને સેફ ક્ષેત્રોમાં ફેરવવાનો એક સામાન્ય અભિગમ છે.

આને સમજાવવા માટે, અમે બે અનુમાનિત રક્ષણાત્મક વ્યૂહરચનાઓની સરખામણી કરીએ છીએ. એક જ્યાં ઇક્વિટી ફાળવણીના 20% સેફ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવે છે અને એક જ્યાં 10% સેફ કેટેગરીમાં અને 10% સોનામાં રોકાણ કરવામાં આવે છે (કોષ્ટક 1).

ગોલ્ડ કાઉન્સિલનું એનાલિસિસ દર્શાવે છે કે, છેલ્લાં 25 વર્ષોમાં સોના સહિતની વ્યૂહરચનામાં વોલેટિલિટી અને ડ્રોડાઉન ઘટાડીને વળતરમાં સુધારો થયો હશે.

કોષ્ટક 1 : સોનું રોકાણકારોની ડિફેન્સીવ સ્ટ્રેટજીને સુધારવામાં મદદ કરી શકે છે

અંદાજીત ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની સરખામણી

બેઝલાઇન સ્ટ્રેટેજી ડિફેન્સીવ સ્ટ્રેટેજી (a) ડિફેન્સીવ સ્ટ્રેટેજી (b)
S&P 500100%80%80%
સેફ કેટેગરી 20%10%
સોનું 10%
કુલ 100%100%100%
વાર્ષિક વળતર 7.00%7.70%8.40%
અસ્થિરતા 15.50%15.00%14.60%
જોખમનું વળતર 45.30%51.40%57.20%
ડ્રોડાઉન -50.60%-48.00%-44.10%

ડિસેમ્બર 1998ના ડેટાના આધારે મે 2023 સુધીના ડેટા પર આધારિત. ડિફેન્સીવ કેટેગરીમાં ગ્રાહક સ્ટેપલ્સ, એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ અને યુટિલીટીનો સમાવેશ થાય છે. કાલ્પનિક સ્ટ્રેટેજી પર ડિફેન્સીવ સ્ટ્રેટેજીમાં રોકાણ કરે છે અને તે ચાર્ટ પર ડિસઈન્વેસ્ટ કરે છે.

સ્ત્રોત : બ્લૂમબર્ગ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ.

ફાઈનલી

યુએસના અર્થતંત્રમાં હળવું સંકોચન હવે પૂર્ણ થવું જોઈએ તેવી અપેક્ષા છે. તો સોના માટે મજબૂત પ્રથમ છ મહિના બાદ વધુ તટસ્થ એચટુને પોઝિટિવ રસ્તો મળે તેવી શક્યતા છે.

આ સ્થિતિમાં, સોનું નબળા યુએસ ડૉલર અને સ્થિર બોન્ડ યીલ્ડથી ટેકો મેળવશે. જો કે ફુગાવાની નીચે તરફના દબાણથી આને પહોંચી વળાશે. જો ઈતિહાસ પરથી શીખીએ તો તો ઈકોનોમીક પોલિસીની અપેક્ષિત સાયકલ સોના માટે સરેરાશ કરતાં વધુ માસિક વળતર મેળવી આપશે.

ગોલ્ડમાં વધુ પોઝિટિવ વાતાવરણ વધુ સ્પષ્ટ આર્થિક મંદીથી પરિણમશે, તેની સાથે અસ્થિરતા અને ભૂખમાં વધારો થવાને કારણે જોખમ વધશે.

તેનાથી વિપરીત, જો અપેક્ષા કરતાં વધુ સમય સુધી આર્થિક સંકળામણ ચાલુ રહેશે તો સોનાને પડકારોનો સામનો કરવો પડશે. તેવી જ રીતે, જો સોફ્ટ લેન્ડિંગ એન્જીનિયર કરવામાં આવ્યું હોય, તો તે રિસ્ક-ઓન એસેટ્સ અને મજબૂત યુએસ ડૉલરની તરફેણ કરશે, જેના પરિણામે સોનાના ડિસઇન્વેસ્ટમેન્ટની શક્યતા છે.

જો કે, વૈશ્વિક મેક્રોઇકોનોમિક પરિણામની આગાહી કરવામાં સહજ અનિશ્ચિતતાને જોતાં, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માને છે કે સોનાનું પોઝિટિવ અસમપ્રમાણ પર્ફોમન્સ રોકાણકારોની સંપત્તિ ફાળવણી માટે મૂલ્યવાન ઘટક બની શકે છે.

સ્ત્રોત : https://www.gold.org/goldhub/research/gold-mid-year-outlook-2023-between-and-soft-and-hard-place

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant