IDMA અને WFDB 40મી વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ સાથે નહીં યોજે

IDMAના વારંવારના પ્રયાસો છતા WFDBએ એકપક્ષીય રીતે પોતોના અલગ રસ્તો બનાવી લીધો હતો. ના છુટકે, IDMAએ એકલા આયોજન કરવાની ફરજ પડી છે.

IDMA and WFDB will not hold the 40th World Diamond Congress together
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં 68 વર્ષથી IDMA અને WFDB ભેગા મળીને વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ સાથે યોજતા હતા, પરંતુ આ વખતે એ શક્ય બન્યું નથી. બંને સંસ્થાઓ એક સાથે વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ યોજવાના નથી તેને બદલે અલગ અલગ કાર્યક્રમ યોજશે.

ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) એ જાહેરાત કરી હતી કે, “તે તેની 40મી કોંગ્રેસ 28-30 માર્ચ 2023 દરમિયાન ઇઝરાયલમાં દરિયા કિનારે કાર્લટન હોટેલ, તેલ અવીવમાં યોજાશે. આનાથી વિપરિત આ પહેલા વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ, IDMA અને તેની સીસ્ટર ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બૂર્સીસ (WFDB) વર્લ્ડ ડાયમંડ કૉંગ્રેસની 40મી આવૃત્તિ એક સાથે યોજશે નહીં. જ્યારે IDMA અને WFDB એક જ તારીખે ભેગા થશે, તેઓ તેલ અવીવ મેટ્રોપોલમાં અલગ-અલગ સ્થળોએ મળશે.”

IDMAના પ્રમુખ રોની વેન્ડરલિન્ડને આ છેલ્લી ઘડીના ડેવલપમેટથી નારાજગી વ્યકત કર હતી. તેમણે કહ્યું કે, “છેલ્લા 68 વર્ષો દરમિયાન, ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) અને તેની સિસ્ટર ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બૂર્સીસ (WFDB), સંયુક્ત રીતે તેમની દ્વિવાર્ષિક વર્લ્ડ ડાયમંડ કૉંગ્રેસનું આયોજન કરે છે. આ વર્ષે, નિરાશાજનક રીતે, કોંગ્રેસની 40મી આવૃત્તિની તૈયારીઓ દરમિયાન, IDMA ઘણા પ્રયત્નો અને સમાધાન છતાં અમારા માર્ગમાં મૂકાયેલા એક અંતિમ અવરોધને દૂર કરવામાં અસમર્થ હતું. આખરે, IDMAના વારંવારના પ્રયાસો છતા WFDBએ એકપક્ષીય રીતે પોતોના અલગ રસ્તો બનાવી લીધો હતો. ના છુટકે, IDMAએ એકલા આયોજન કરવાની ફરજ પડી છે.”

IDMAના માનદ પ્રમુખ જેફરી ફિશરે નોંધ્યું હતું કે, “IDMAનો એજન્ડા અને મીટિંગ રોસ્ટર ભરપૂર હશે, જો પેક્ડ ન હોય તો. આપણા ઉદ્યોગ સામે મહત્વપૂર્ણ મુદ્દાઓની કોઈ અછત નથી. IDMA સેશન દરમિયાન પડકારોનો ઉકેલ આપશે. WFDB પણ આ જ કરશે. અમે ઉદ્યોગને તેના પ્રયાસોમાં સફળતાની કામના કરીએ છીએ. IDMAની 40મી કોંગ્રેસ ઇઝરાયેલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IsDMA) અને ઇઝરાયેલ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) દ્વારા સ્પોર્ન્સડ અને સહ-આયોજિત છે.”

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant