DIAMOND CITY NEWS, SURAT
નીચે લખેલો મુદ્દો ધ્યાનમાં રાખી લેખ પછી વાંચજો. આ વિગત સાથે લેખને શું સંબંધ છે, એ તમારી પરિપક્વ બૌદ્ધિકતા પર છોડું છું…
અખંડ ભારતમાં કેટલાં દેશ શામેલ હતાં અને આપણી પાસે ધરતી કેટલી હતી? અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ અને દક્ષિણ-પૂર્વ એશિયા (મલેશિયા-ઈન્ડોનેશિયા) સહિતનો સાંસ્કૃતિક વિસ્તાર અંદાજે 1 કરોડ ચોરસ કિલોમીટરથી મોટો હતો.
અખંડ ભારત (રાજકીય સીમા) : ભાગલા પહેલાં આ પાડોશી દેશો સાથે ભારતનું ક્ષેત્રફળ અંદાજે 55 લાખ ચોરસ કિલોમીટર હતું.
વર્તમાન ભારત : સદીઓના વિભાજન પછી આજે ભારતનું સત્તાવાર ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે.
કેટલું ઘટ્યું? તેમાં આર્થિક પરિબળો કેવા ભાગ ભજવી ગયા, હજુ આ ક્ષેત્રફળ ઘટે એવા ષડયંત્રો ચાલી રહ્યા છે, હવે વાંચો!
મુક્ત બજારના નામે ભારતમાં એક એવી છેતરામણી અર્થ-વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે, જે દેખીતી રીતે મઝહબી કાનૂન જેવી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે બિન મુસ્લિમ સમાજ એટલે કે સનાતની, જૈન, બૌદ્ધ, શીખ અને પારસીઓ સાથે એક બહુ મોટી આર્થિક અને સામાજિક ઠગાઈ છે.
આ વ્યવસ્થા એટલે હલાલ સર્ટિફિકેટ. હલાલ એક અરબી શબ્દ છે જેનો અર્થ વૈધ અથવા ઇસ્લામિક કાયદા મુજબ માન્ય એવો થાય છે. મૂળભૂત રીતે આ ખ્યાલ માત્ર માંસ પૂરતો મર્યાદિત હતો, પરંતુ આજે તે હજારો કરોડ રૂપિયાની એક સમાંતર અને શક્તિશાળી ઇન્ડસ્ટ્રી બની ચૂક્યો છે.
ભારતના સનાતનીઓ અને અન્ય બિન મુસ્લિમ ધર્મ પાળનારાઓ માટે હલાલ સર્ટિ. હાસ્યાસ્પદ વસ્તુ છે છતાં હલાલ વસ્તુઓ ખરીદી કરનારા અજાણતા જ બિન મુસ્લિમ ઉદ્યોગસાહસિકોને બજારમાંથી બહાર ફેંકી દેવાની રમતનો ભોગ બને છે! આવા લોકોને કાવતરાની ખબર જ નથી!
મુસ્લિમ સમુદાય જે માંસ ખાય, તે ઝિબ્હા એટલે કે અમુક ચોક્કસ મઝહબી વિધિ અને આયત સાથે પશુને ધીમે ધીમે રક્તસ્ત્રાવ કરીને મારવાની પદ્ધતિ દ્વારા તૈયાર થયેલું માંસ હોવું જોઈએ – તો જ તે હલાલ ગણાય, પરંતુ છેલ્લાં કેટલાક દાયકાઓમાં આ મઝહબી નિયમને આધુનિક કોર્પોરેટ જગતની મદદથી જબરદસ્ત હથિયાર બનાવી દેવાયો છે.
હવે હલાલ માત્ર માંસ પૂરતું મર્યાદિત નથી રહ્યું. લોટ, ચોખા, તેલ, નમકીન, બિસ્કિટ, દવાઓ, કોસ્મેટિક્સ જેમ કે લિપસ્ટિક-ક્રીમ, સાબુ અને શાકાહારી રેસ્ટોરન્ટ્સથી લઈને એપાર્ટમેન્ટ્સ, હોસ્પિટલો અને ટૂરિઝમ સુધી હજારો જગ્યાએ હલાલ સર્ટિફિકેટ ઘુસાવી દેવાયું છે!
વેધક વાત એ છે કે, શાકાહારીઓને હલાલ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી જ પરંતુ બજાર પર એકહથ્થુ શાસન સ્થાપવા માટે આ લોજિકને બાજુ પર હડસેલી દેવાયું છે.
વૈશ્વિક સ્તરે હલાલ માર્કેટનું કદ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. એક અંદાજ મુજબ, વૈશ્વિક હલાલ અર્થતંત્રનું કદ 3 Trillion અમેરિકી ડોલર કરતાં પણ વધારે મોટું થઈ ચૂક્યું છે.
દુનિયાની મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ જેમ કે Nestle, McDonald’s, KFC, Burger King અને ભારતીય મૂળની અનેક મોટી બ્રાન્ડ્સે પણ આ અર્થતંત્ર સામે ઘૂંટણ ટેકવી દીધા છે અને પોતાની અસંખ્ય પ્રોડક્ટો માટે હલાલ સર્ટિફિકેટ મેળવી લીધા છે.
તમને જાણીને ચોંકી જશો કે આ સર્ટિફિકેશનને અનિવાર્ય કોણે બનાવ્યું!
ભારત સરકારની સંસ્થાઓ જેમ કે FSSAI અથવા ISI માર્ક એ સત્તાવાર અને વૈજ્ઞાનિક ગુણવત્તા તપાસતી સરકારી સંસ્થાઓ છે પણ હલાલ સર્ટિફિકેટ આપવાની સત્તા ભારત સરકાર પાસે નથી!!! છે ને ચક્કર આવે એવી વાત!
આ સર્ટિફિકેટ કેટલીક ખાનગી મુસ્લિમ મઝહબી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે, જેમાં મુખ્યત્વે Jamiat Ulama-i-Hind Halal Trust, Halal India Private Limited અને Halal Certification Services India Private Limited સામેલ છે.
જો કોઈ ભારતીય કંપનીને અખાતી દેશોમાં પોતાની પ્રોડક્ટ નિકાસ કરવી હોય, તો તે દેશોની સરકારે કડક નિયમ બનાવ્યો છે કે તે પ્રોડક્ટ હલાલ સર્ટિફાઇડ હોવી જોઈએ.
પરંતુ રમત અહીંથી બદલાય છે. કંપનીઓ નિકાસ માટે તો હલાલ સર્ટિફિકેટ લે જ છે, પરંતુ ભારતમાં વેચાતી પ્રોડક્ટ્સ માટે પણ તે જ સર્ટિફિકેટનો ઉપયોગ કરવા લાગે છે, કારણ કે ભારતની અંદર રહેલા મુસ્લિમ ગ્રાહકો માટે હલાલ જરૂરી કરી દેવાયું છે – આ બે અલગ અલગ પ્રોડક્શન લાઇન ચલાવવી કંપનીઓ માટે ખર્ચાળ સાબિત થાય છે.
પરિણામે, ભારતના 80% બિન મુસ્લિમ ગ્રાહકો પર આ હલાલ પ્રોડક્ટ્સ જબરદસ્તીથી થોપી દેવામાં આવે છે.
વળી, આ વાત બરાબર સમજજો કે હલાલ સર્ટિફિકેશન એ કોઈ મફત કે સેવાકીય પ્રવૃત્તિ નથી. તે એક બહુ મોટો આર્થિક વેપલો છે. કંપનીઓએ આ ખાનગી મઝહબી સંસ્થાઓને ખૂબ મોટી રકમ ચૂકવવી પડે છે.
આ ફી મુખ્યત્વે ચાર સ્તરે વસૂલવામાં આવે છે.
- પ્રથમ, પ્રારંભિક ઓડિટ અને સર્ટિફિકેશન ફી જે 50,000 થી લઈને 2,00,000 રૂપિયા સુધીની હોઈ શકે છે!
- બીજું, કંપની જેટલી પ્રોડક્ટ બનાવતી હોય, તે દરેક પ્રોડક્ટ – દરેક પ્રોડક્ટ દીઠ – અલગથી ફી ચૂકવવી પડે છે!
- ત્રીજું, આ સર્ટિફિકેટ આજીવન હોતું નથી તેથી દર વર્ષે તેને મોંઘી ફી ભરીને – રિન્યુ કરાવવું પડે છે!
- ચોથું, માત્ર કાચો માલ જ નહીં, પણ જે મશીનરી, ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસ વપરાય છે તે પણ હલાલ નિયમો હેઠળ ઓડિટ થાય છે, જેનો ખર્ચ પણ કંપનીએ ભોગવવો પડે છે અને અંતે તે ગ્રાહકો પાસેથી જ વસૂલાય છે!
એકલા ભારતમાં દર વર્ષે હલાલ સર્ટિફિકેટ લેવા પાછળ ભારતીય કંપનીઓ અને આડકતરી રીતે ભારતીય નાગરિકોના અબજો રૂપિયા ખર્ચાય છે.
જોકે આ ખાનગી વ્યવસ્થા હોવાથી તેનો કોઈ સત્તાવાર સરકારી ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ આર્થિક વિશ્લેષકોના મતે ભારતીય બજારમાંથી દર વર્ષે 5,000 Crore રૂપિયાથી વધારે રકમ માત્ર સર્ટિફિકેશન ફી અને તેની પ્રક્રિયાઓ પાછળ બિન સરકારી મુસ્લિમ મઝહબી ટ્રસ્ટોના ખાતામાં જાય છે.
આ એવા નાણાં છે જેના પર ભારત સરકારનો સીધો ટેક્સ કંટ્રોલ હોતો નથી અને તે સીધા મઝહબી એજન્ડાઓ ચલાવતી સંસ્થાઓ પાસે પહોંચે છે.
આ ખતરનાક ઠગાઈનો અર્થ એ છે કે, સર્ટિફિકેટ દ્વારા મેળવેલા કરોડો અબજો રૂપિયાનો ઉપયોગ મોટા પાયે મુસ્લિમ તુષ્ટિકરણ, મદરસાઓ અને ચોક્કસ કટ્ટરપંથી એજન્ડાઓને પ્રોત્સાહન આપવા તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ થાય છે!
એટલે કે, એક બિન-મુસ્લિમ જ્યારે ખરીદી કરે છે ત્યારે તેના રૂપિયાનો અમુક હિસ્સો સનાતન ધર્મ અને ભારત દેશને નબળો પાડતી પ્રવૃત્તિઓમાં વપરાય છે. આનાથી મોટી આર્થિક ઠગાઈ અને વિડંબના બીજી કઈ હોઈ શકે?!
આ વ્યવસ્થા સનાતન, જૈન, બૌદ્ધ, શીખ અને પારસી ધર્મીઓ માટે સંપૂર્ણપણે અન્યાયકર્તા અને અપમાનજનક છે.
પ્રથમ નુકસાન : આર્થિક બહિષ્કારનું છે. હલાલ પ્રક્રિયાના કડક નિયમોના કારણે બિન મુસ્લિમો, કસાઈઓ, વેપારીઓ અને શ્રમિકો રોજગાર ગુમાવી રહ્યા છે. બહુમતી સમાજનાં કેટલાય વેપારીઓના ધંધા પર આર્થિક સંકટ છે!
બીજું નુકસાન : શીખ ધર્મમાં કુઠ્ઠા એટલે કે હલાલ માંસ ખાવાની સખત મનાઈ છે. જૈન-સનાતન ધર્મમાં પણ જીવ-દયા અને અહિંસાની ભાવના છે. જ્યારે આ ધર્મોના ભક્તોને ગ્રાહક તરીકે હલાલ પ્રક્રિયાની વસ્તુ છેતરીને આપવી એ તેમની આસ્થા પર પ્રહાર છે!
ત્રીજું : પેકિંગ પર હલાલનો લોગો હોય છે પણ નાનો એવો – જેના પર સામાન્ય રીતે નજર જતી નથી. આ ગ્રાહક સુરક્ષા કાયદાની વિરુદ્ધ છે.
આપણું આખું અર્થતંત્ર એક સમાંતર મઝહબી સત્તાના હાથમાં જઈ રહ્યું છે! ભારતમાં સરકારી કાયદાઓ અને ગુણવત્તા નિયંત્રણો છે જ તો પછી સુપર ગવર્નમેન્ટ જેવી આ ખાનગી મઝહબી સંસ્થાઓની દાદાગીરી શા માટે સહન કરવી?!
ઉત્તર પ્રદેશ સરકારે આ ગંભીરતાને સમજીને રાજ્યમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોના વેચાણ અને સંગ્રહ પર કડક પ્રતિબંધ મૂક્યો છે, જે એક આવકારદાયક પગલું છે. પરંતુ આ જાગૃતિ આખા દેશમાં અને વ્યક્તિગત સ્તરે આવવી જરૂરી છે.
નગ્ન સત્ય સ્વીકારવાનો સમય આવી ગયો છે કે સનાતન ધર્મ તથા દેશના હિતની રક્ષા માટે કોઈ પણ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે જેમ વેજ અને નોનવેજનો લોગો જોઈએ છીએ, તેવી જ રીતે પ્રોડક્ટના પેકિંગ પર ધ્યાન આપવું જોઈએ. જો તેના પર “Halal Certified” લખેલું હોય અથવા તેનો લોગો દર્શાવેલો હોય, તો એવા પ્રોડક્ટનો બહિષ્કાર કરો. વોકલ ફોર લોકલને ધાર્મિક અને આર્થિક સ્વાભિમાન સાથે જોડો.
ગોલ્ડન કી
કંપનીઓ અને સરકાર સમક્ષ માંગ કરો કે ભારતમાં માત્ર FSSAI અને ISI જેવા સરકારી માપદંડો જ માન્ય હોવા જોઈએ. કોઈ પણ ખાનગી અન્ય સંસ્થાને બજારમાંથી ટેક્સ ઉઘરાવવાની કે સમાંતર વ્યવસ્થા ચલાવવાની મંજૂરી ન મળવી જોઈએ.
હલાલ સર્ટિ. એ આધુનિક યુગનો એક જટિલ અને અત્યંત ખતરનાક આર્થિક જિહાદ છે. આ વ્યવસ્થા બહુમતી સમાજની આર્થિક શક્તિ ચૂસીને એક ચોક્કસ કટ્ટરપંથી ઇકોસિસ્ટમને મજબૂત કરી રહી છે.
જો ભારતની રાષ્ટ્ર ભક્ત જનતા પોતાના આર્થિક અધિકારો માટે અવાજ નહીં ઉઠાવે, તો આવનારી પેઢીઓ આ આર્થિક ગુલામીની કિંમત ફરી ભારત માતાનું ક્ષેત્રફળ ઘટાડીને ચુકવશે! જાગો! દેશના સ્વાભિમાન, એક ‘ૐ’ તથા સનાતનની રક્ષા માટે હલાલ પ્રોડક્ટ્સનો અટલ રહી નિકાલ કરો.
એ જ સાચી દેશભક્તિ અને ધર્મરક્ષા છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube



















