DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં કેલિફોર્નિયા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘બોનહામ્સ ફાઈન જ્વેલરી’ હરાજીમાં કિંમતી રત્નો અને ઝવેરાત પર નાણાંનો વરસાદ થયો છે.
આ હરાજીમાં ખાસ કરીને કોલમ્બિયન નીલમ (Emeralds) આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જેમણે તેમની નિર્ધારિત કિંમતના અંદાજોને પણ પાછળ છોડી દીધા છે.
5 માર્ચના રોજ યોજાયેલી આ હરાજીમાં એક વણજડાયેલા (Unmounted) નીલમ અને એક હીરા જડિત નીલમ નેકલેસે હરાજીના મેદાનમાં ભારે ધૂમ મચાવી હતી.
નીલમની કિંમતે જગતને ચોંકાવ્યું
આ હરાજીની સૌથી નોંધપાત્ર બાબત 2.95 કેરેટનો ઓવલ-શેપ કોલમ્બિયન નીલમ રહ્યો હતો. નિષ્ણાતોના મતે તેની જે કિંમત ધારવામાં આવી હતી તેના કરતા 10 ગણી વધુ કિંમત, એટલે કે અંદાજે $83,050 (આશરે ₹69 લાખથી વધુ) ઉપજી હતી.
આ સાથે જ, હાર્ટ-શેપ ધરાવતા 6.10 કેરેટના કોલમ્બિયન નીલમ અને માર્કિઝ-કટ હીરાથી બનેલા એક સુંદર નેકલેસે પણ $83,050માં વેચાઈને ઇતિહાસ રચ્યો હતો. આ નેકલેસ તેની અંદાજિત કિંમત કરતા ચાર ગણી મોંઘી કિંમતે વેચાયો છે.
બલગારી અને ગ્રાફ જેવી બ્રાન્ડ્સનું વર્ચસ્વ
માત્ર નીલમ જ નહીં, પરંતુ હરાજીમાં અન્ય કિંમતી વસ્તુઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી :
- બલગારી બ્રેસલેટ : સેલોન સેફાયર (નીલમણિ) અને હીરા ધરાવતા આ બ્રેસલેટે $64,000ની કિંમત મેળવી હતી, જે તેના અંદાજ કરતા ત્રણ ગણી વધારે હતી.
- ડાયમંડ બ્રેસલેટ : 29 સ્ક્વેર એમરાલ્ડ-કટ હીરા (કુલ 29.21 કેરેટ) ધરાવતું બ્રેસલેટ $61,440માં વેચાયું હતું.
આ સમગ્ર હરાજી દરમિયાન કુલ 318 લોટમાંથી 85% વસ્તુઓનું વેચાણ થયું હતું, જેના દ્વારા કુલ $3.1 મિલિયનની આવક થઈ હતી.
હવે પેરિસની હરાજી પર સૌની મીટ
કેલિફોર્નિયામાં મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ હવે બોનહામ્સ 19 માર્ચના રોજ પેરિસમાં ‘ફાઈન જ્વેલરી’ સેલનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ હરાજીમાં પણ અનેક દુર્લભ ઘરેણાંઓ રજૂ કરવામાં આવશે:
- હીરાનો નેકલેસ : જૂના બ્રિલિયન્ટ-કટ હીરાથી બનેલા આ નેકલેસની અપેક્ષિત કિંમત અંદાજે $92,937 (EUR 80,000) રાખવામાં આવી છે.
- ગ્રાફ એરિંગ્સ : ફેન્સી-યલો ડાયમંડ ધરાવતી ગ્રાફ બ્રાન્ડની એરિંગ્સ $69,703 સુધીની કિંમત મેળવી શકે છે.
- વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ બ્રોચ : આ પ્રખ્યાત બ્રાન્ડનું બો-ડિઝાઇન બ્રોચ $46,468 સુધી વેચાઈ તેવી શક્યતા છે.
- સેલોન સેફાયર રિંગ : 25.56 કેરેટના શ્રીલંકન સેફાયર ધરાવતી રિંગ પણ આ હરાજીમાં મુખ્ય આકર્ષણ રહેશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી પથ્થરો અને ખાસ કરીને ‘કલર જેમસ્ટોન્સ’ની વધતી જતી માંગ સૂચવે છે કે રોકાણકારો હવે સોના-ચાંદીની સાથે સાથે દુર્લભ રત્નોમાં પણ ભારે રસ દાખવી રહ્યા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















